તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Despite Buying Only 3 Players In The IPL Auction, Kavya Maran Has Been In The News For Sunrisers Hyderabad.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાવ્યાની કાતિલ અદા:IPL ઓક્શનમાં માત્ર 3 જ ખેલાડી ખરીદ્યા છતાં કાવ્યા મારનને કારણે ચર્ચામાં રહ્યું સનરાઈઝર્સ હૈદરાબાદ, આ સુંદર ચહેરાએ દુનિયાને પણ બનાવ્યા દિવાના

10 દિવસ પહેલા
 • કૉપી લિંક
હૈદરાબાદના ટેબલ પર જોવા મળતી એક સુંદર યુવતીએ તમામનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું - Divya Bhaskar
હૈદરાબાદના ટેબલ પર જોવા મળતી એક સુંદર યુવતીએ તમામનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું

IPLની 14મી સીઝન માટે ગુરૂવારે 18 ફેબ્રુઆરીએ ચેન્નઈની એક હોટલમાં ઓક્શનની પ્રક્રિયા પૂર્ણ થઈ. ટી-20 લીગની આગામી સીઝન માટે તમામ ફ્રેન્ચાઈઝીએ મળીને કુલ 57 ખેલાડીઓ માટે બોલી લગાવી અને પોતપોતાની ટીમમાં સામેલ કર્યા. આ દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે સૌથી ઓછા ત્રણ ખેલાડીઓ જ ખરીદ્યા અને તેમના ટેબલ પર ઘણી જ ઓછી હલચલ જોવા મળી. તેમ છતાં હૈદરાબાદના ટેબલ પર જોવા મળતી એક સુંદર યુવતીએ તમામનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. આ યુવતી સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ યુવતીનું નામ છે કાવ્યા મારન.

કોણ છે કાવ્યા?

 • સનરાઈઝર્સ હૈદરાબાદના ટેબલ પર બેઠેલી આ યુવતીનું નામ છે કાવ્યા મારન. 29 વર્ષની કાવ્યા દેશના અમીર લોકોમાં સ્થાન પામનાર સન ટીવી નેટવર્કના માલિક અને સનરાઈઝર્સના સંસ્થાપક કલાનિધિ મારનની દીકરી છે.
 • કાવ્યા પહેલી વખત IPLના ઓક્શનમાં સામેલ થઈ ન હતી પરંતુ આ પહેલાંની સીઝનમાં પણ તે હૈદરાબાદ તરફથી ખેલાડીઓ માટે બોલી લગાવી ચુકી છે. આમ તો તે હંમેશા સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ દરમિયાન સ્ટેડિયમમાં જઈને પોતાની ટીમને સપોર્ટ કરતી જોવા મળી છે.
 • કલાનિધિ સન ટેલિવિઝન નેટવર્કના માલિક છે અને કાવ્યા હાલ પોતાના પિતાનો બિઝનેસ સંભાળી રહ્યાં છે. કાવ્યા તે ક્રિકેટ ફેન્સમાં છે જેને દરેક મેચમાં સ્ટેડિયમમાં મેચની મજા માણતા જોઈ શકાય છે. કાવ્યા ક્રિકેટને લઈને ઘણી જ ઉત્સાહિત હોય છે.
સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ દરમિયાન સ્ટેડિયમમાં જઈને પોતાની ટીમને સપોર્ટ કરતી જોવા મળી છે
સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ દરમિયાન સ્ટેડિયમમાં જઈને પોતાની ટીમને સપોર્ટ કરતી જોવા મળી છે

સનરાઈઝર્સ હૈદરાબાદે ખરીદ્યા માત્ર 3 જ ખેલાડી
સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા ઓક્શનમાં ચૂંટાયેલા ખેલાડીઓની વાત કરવામાં આવે તો તેઓએ આ વખતે માત્ર ત્રણ જ ખેલાડીઓને ખરીદ્યા. જેમાં અનુભવી ઓલરાઉન્ડર કેદાર જાધવને બે કરોડ. અફઘાનિસ્તાનના સ્પિન મુજીબ-ઉર-રહેમાનને 1.5 કરોડ અને કર્ણાટકના ઓલરાઉન્ડર જગદીશ સુચિતને 30 લાખમાં ખરીદ્યો. માત્ર 3 જ ખેલાડીઓને ખરીદીને પણ હૈદરાબાદે પોતાના 25 ક્રિકેટર્સનો કોટા પૂરો કરી લીધો છે અને ઓક્શન બાદ 6.95 કરોડ રૂપિયા પણ બચાવી લીધા છે.

કલાનિધિ સન ટેલિવિઝન નેટવર્કના માલિક છે અને કાવ્યા હાલ પોતાના પિતાનો બિઝનેસ સંભાળી રહ્યાં છે
કલાનિધિ સન ટેલિવિઝન નેટવર્કના માલિક છે અને કાવ્યા હાલ પોતાના પિતાનો બિઝનેસ સંભાળી રહ્યાં છે

સનરાઈઝર્સની ટીમ
બેટ્સમેનઃ ડેવિડ વોર્નર (કેપ્ટન), કેન વિલિયમસન, જોન બેયરસ્ટો (વિકેટકીપર), મનીષ પાંડે, રૂધિમાન સાહા (વિકેટકીપર), શ્રીવત્સ ગોસ્વામી (વિકેટકીપર), પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, વિરાટ સિંહ
ઓલરાઉન્ડ્સઃ મિચેલ માર્શ, જેસન હોલ્ડર, મોહમ્મદ નબી, વિજય શંકર, અભિષેક શર્મા, કેદાર જાધવ
સ્પિનર્સઃ રાશિદ ખાન, શાહબાઝ નદીમ, જે સુચિત, મુજીબ-ઉર-રહેમાન
ફાસ્ટ બોલર્સઃ ભુવનેશ્વર કુમાર, સંદીપ શર્મા, બાસિલ થમ્પી, ટી. નટરાજન, ખલીલ અહેમદ, સિદ્ધાર્થ કોલ

કાવ્યા ક્રિકેટને લઈને ઘણી જ ઉત્સાહિત હોય છે.
કાવ્યા ક્રિકેટને લઈને ઘણી જ ઉત્સાહિત હોય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો