તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Delhi Players Motivated By Yoga In Dubai, Harbhajan Singh, Who Has Moved For Personal Reasons, Will Comment In Hindi

IPL 2020:દુબઈમાં યોગ કરીને મોટિવેટ થઈ રહ્યા છે દિલ્હીના ખેલાડી, અંગત કારણોસર ખસી ગયેલો હરભજનસિંહ હિન્દીમાં કોમેન્ટ્રી કરશે

દુબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓએ રવિવારે સવારે યોગ કરીને મોટિવેશન લીધું.

IPL-13 માટે તમામ ટીમો યુએઈમાં બાયો-બબલમાં છે. ટીમોએ પોતાનાં ખેલાડીઓને કંટાળાથી બચાવવા અને તેમને મોટિવેટ કરવાની વ્યવસ્થા કરી છે. મુંબઈ ટીમે પ્લેઝોન બનાવ્યું છે, જ્યાં ખેલાડી અને તેમનો પરિવાર એન્જોય કરી શકે છે. દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓએ રવિવારે સવારે યોગ કરીને મોટિવેશન લીધું.

અંગત કારણોસર ખસી ગયેલો હરભજનસિંહ હિન્દીમાં કોમેન્ટ્રી કરશે
ઓફ સ્પિનર હરભજન સિંહ ભલે અંગત કારણોસર IPLમાં રમતો ન હોય, તેમ છતાં તે દેખાશે. પ્રાપ્ત માહિતી અનુસાર હરભજને સ્ટાર ઈન્ડિયા સાથે કરાર કર્યો છે. તે લીગ દરમિયાન હિન્દીમાં કોમેન્ટ્રી કરતો દેખાશે. સ્ટાર ઈન્ડિયાએ યુએઈ ઉપરાંત મુંબઈમાં બાયો-બબલની વ્યવસ્થા કરી છે. આથી હરભજન કોમેન્ટ્રી દરમિયાન ક્યાંય આવ-જા કરી શકશે નહીં. તેના ઉપરાંત અન્ય કોમેન્ટ્રેટર મુંબઈમાં રહેશે. આ દરમિયાન, ચેન્નઈ સુપર કિંગ્સના બોલિંગ કન્સલ્ટન્ટ એરિક સિમન્સે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓના યુએઈ પહોંચ્યા પછી 6 દિવસ ક્વોરેન્ટીનમાં રહેવું પડશે.

IPL ભારત-ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ માટે ટેસ્ટ સીરીઝની તૈયારીની તક
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઈયાન ચેપલનું માનવું છે કે, કોરોનાના સમયમાં ક્રિકેટ રમવું અગાઉના અનુભવોથી અલગ છે. તેમના અનુસાર ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે વર્ષના અંતમાં શરૂ થનારી સીરીઝથી પહેલા આઈપીએલ ખેલાડીઓ માટે પ્રક્ટિસની તક હશે. 3 ડિસેમ્બરથી બંને દેશો વચ્ચે 4 ટેસ્ટ મેચની શરૂઆત થઈ રહી છે. આઈપીએલ સમાપ્ત થયા પછી ભારતીય ટીમ સીધી ઓસ્ટ્રેલિયા રવાના થશે. તેમણે કહ્યું કે, ‘એક વાત નિશ્ચિત છે કે, જ્યાં ઈચ્છા હોય ત્યાં માર્ગ છે અને શ્રેષ્ઠ ખેલાડીઓ સમાધાન શોધવા સમર્પિત રહે છે.’

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો