તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નામ પરત:દિલ્હી કેપિટલ્સની ચિંતામાં વધારો: સ્ટીવ સ્મિથે IPLના બીજા ચરણમાંથી પોતાનું નામ પરત લીધું

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હી ટીમમાં અત્યાર સુધી કુલ 9 ખેલાડીઓએ પોતાના નામ પરત લીધા

આઈપીએલના બીજા ચરણમાં દિલ્હી કેપિટલ્સ ટીમને એક પછી એક ખરાબ સમાચાર મળી રહ્યા છે. ટીમમાં સિનિયર ખેલાડી એવા ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે IPL માં ન રમવાની જાહેરાત કરી છે. મળતી માહિતી પ્રમાણે સ્મિથને કોણીમાં ઈજા પહોંચી છે અને ઓસ્ટ્રેલિયાના પોતાના વ્યસ્ત માળખાને ધ્યાનમાં રાખતા આરામ કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી દિલ્હીના કુલ 9 ખેલાડીએ પહેલાથી જ IPLમાંથી પોતાનું નામ પરત લઈ લીધું છે. જોકે 19 સપ્ટેમ્બરથી લીગના બીજા ચરણની શરૂઆત થઈ શકે છે.

ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટીવ સ્મિથે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. પણ તે ઓક્ટોબરમાં UAEમાં રમાનાર ટી20 વર્લ્ડ કપમાં રમવા માટે પણ હજુ નિશ્ચીત નથી. સ્મિથે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હું પહેલા ફેઝમાં પણ કન્ફ્યૂઝ હતો. જ્યારે પણ હું બેટિંગ કરવા જતો હતો, ત્યારે મને દવા લેવી પડતી હતી. એક સમયે મને લાગ્યું હતું કે હું સાજો થઈ રહ્યો છું, પરંતુ હવે તબિયત ફરી ખરાબ થઈ ગઈ છે. આઈપીએલ 2021ને કોરોના મહામારીમાં વધતા જતા કેસને કારણે 4 મેએ સસ્પેન્ડ કરવામાં આવી હતી. ત્યારે લીગમાં 29 મેચ રમાઈ હતી. હવે આ લીગની બાકી રહેલી 31 મેચ UAEમાં રમાશે.

અન્ય સમાચારો પણ છે...