• Gujarati News
  • Sports
  • Cricket
  • Defeating Australia In Tests For The First Time By An Innings, Jayasuriya, Playing His Debut Match, Took A Total Of 12 Wickets In The Match.

કંગાળ શ્રીલંકાને ક્રિકેટે આપી રાહત:ઓસ્ટ્રેલિયાને પહેલી વખત ઇનિંગ્સથી ટેસ્ટમાં હરાવ્યુ, ડેબ્યુ મેચ રમી રહેલા જયસુર્યાએ મેચમાં કુલ 12 વિકેટ ખેરવી

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જયસુર્યાએ જયવિક્રમાનો રેકોર્ડ તોડ્યો.

શ્રીલંકાના યુવા લેફ્ટ આર્મ સ્પિનર પ્રભાત જયસુર્યાની જોરદાર બોલિંગના સહારે શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને ઇનિંગ્સ અને 39 રનથી પરાજય આપ્યો છે. આ સાથે જ બે ટેસ્ટ મેચની સિરિઝ 1-1 ની બરાબરી પર રહી હતી. શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને ટેસ્ટમાં પહેલી વખત ઇનિંગ્સના અંતરથી હરાવ્યુ છે. રાજકીય અને આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકાના લોકો માટે આ જીત રાહત સમાન છે.

ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી ઇનિંગમાં 364 રન કર્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાએ દિનેશ ચંદીમલના 206 રનના સહારે 554 રન ફટકારીને 190 રનની મહત્વની લીડ મેળવી હતી. 190 રનના દેવા સાથે ઉતરેલી ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ 151 રન પર સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગમાં 6 વિકેટ ઝડપનાર પ્રભાત જયસુર્યાએ બીજી ઇનિંગમાં પણ 6 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. આમ, ઓસ્ટ્રેલિયાની મેચના ચોથા જ દિવસે હાર થઈ હતી.

ડેવિડ વોર્નર 24 રન બનાવીને આઉટ થયો. ઓસ્ટ્રેલિયાના 5 બેટ્સમેનો ડબલ ફિગર્સ સુધી પહોંચી શક્યા નહોતા.
ડેવિડ વોર્નર 24 રન બનાવીને આઉટ થયો. ઓસ્ટ્રેલિયાના 5 બેટ્સમેનો ડબલ ફિગર્સ સુધી પહોંચી શક્યા નહોતા.

ઓસ્ટ્રેલિયાના 5 બેટ્સમેનો ડબલ ફિગર્સ સુધી પહોંચી શક્યા નહિ.
બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો શ્રીલંકાના યુવા સ્પિનર સામે ટકી શક્યા નહોતા. ટીમના પાંચ બેટ્સમેનો તો ડબલ ફિગર્સ સુધી પહોંચી શક્યા નહોતા. ઓસ્ટ્રેલિયા
તરફથી બીજી ઇનિંગમાં સૌથી વધુ રન માર્નસ લાબુશેનનાં 32 રન છે. આ પછી ઉસ્માન ખ્વાજાએ 29 રન કર્યા હતા. ડેવિડ વોર્નરે 24 રન કર્યા હતા, અને કેમરુન ગ્રીને 23 રન કર્યા હતા. પહેલી ઇનિંગમાં સદી ફટકારનાર સ્ટિવ સ્મિથ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો.

જયસુર્યાએ જયવિક્રમાનો રેકોર્ડ તોડ્યો.
મેચમાં કુલ 12 વિકેટ ઝડપીને પ્રભાત જયસુર્યાએ શ્રીલંકા તરફથી ડેબ્યુ મેચમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલા 2020-21માં પ્રવિણ
જયવિક્રમાએ બાંગ્લાદેશ સામે મેચમાં કુલ 11 વિકેટ ઝડપી હતી. ડેબ્યુ મેચમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ભારતના નરેન્દ્ર હિરવાણી અને બોબ મૈસીના નામે (16-16
વિકેટ) છે.

વર્લ્ડ ચેંપિયનશિપમાં ઓસ્ટ્રેલિયા હવે બીજા સ્થાને.
શ્રીલંકા સામે બીજી ટેસ્ટમાં ઇનિંગ અને 39 રનથી પરાજીત થયા પછી ઓસ્ટ્રેલિયા હવે વર્લ્ડ ચેંપિયનશિપમાં બીજા સ્થાને આવી ગયું છે. આ સાથે સાઉથ આફ્રિકા પ્રથમ
સ્થાન પર આવી ગયુ છે. આ સાથે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેંપિયનશિપમાં સૌપ્રથમ વખત હારનો સામનો કરવો પડ્યો છે.