વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચેની મેચ મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં રોમાંચક મેચમાં યુપી વોરિયર્સનો શાનદાર વિજય થયો હતો. યુપીએ ગુજરાતને 3 વિકેટે હરાવ્યું હતું. ગ્રેસ હેરિસે તોફાની 26 બોલમાં 59* રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. કિરણ નવગિરેએ 53 રન બનાવ્યા હતા. જ્યારે સોફી એક્લેસ્ટને 12 બોલમાં 22* રન બનાવ્યા હતા. ગુજરાત જાયન્ટ્સ તરફથી સૌથી વધુ કીમ ગાર્થે 5 વિકેટ ઝડપી હતી, જ્યારે માનસી જોશી અને એનાબેલ સધરલેન્ડે 1-1 વિકેટ લીધી હતી.
26 બોલમાં 70 રન બનાવી લીધા
યુપી વોરિયર્સે 15.4 ઓવરમાં 105 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમને 65 રનની જરૂર હતી અને જીત દૂર દેખાતી હતી. પરંતુ, ટીમની બેટર ગ્રેસ હેરિસ ક્રિઝ પર હતી. તેની સાથે સોફી એક્લેસ્ટન પણ જોડાઈ હતી. બન્નેએ 19.5 ઓવરની બેટિંગ કરી અને 26 બોલમાં 70 રન ઉમેરી યુપીને જીત અપાવી હતી.
બન્નેએ 18મી ઓવરથી આક્રમક બેટિંગ કરી હતી. કીમ ગાર્થે ઇનિંગની આ ઓવર નાંખી, તેમાં 20 રન બનાવ્યા હતા. બન્નેએ 19મી ઓવરમાં એશ્લે ગાર્ડનરની બોલિંગમાં 14 રન બનાવ્યા હતા. છેલ્લા 6 બોલમાં 19 રનની જરૂર હતી. હેરિસે પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી. પછીનો બોલ વાઈડ હતો, બીજા બોલ પર 2 અને ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. પછી ફરી બોલ વાઈડ ગયો અને ચોથા પર ગ્રેસ હેરિસે ચોગ્ગો ફટકાર્યો હતો. યુપીને માટે મેચ જીતવા માટે 2 બોલમાં એક રનની જરૂર હતી અને હેરિસે સ્ક્વેર લેગ પર છગ્ગો ફટકારીને ટીમને રોમાંચક મેચમાં જીત અપાવી હતી.
આવી રીતે પડી યુપી વોરિયર્સની વિકેટ...
પહેલી: કીમ ગાર્થે એલિસા હીલીને બોલ નાખ્યો હતો. જેને તે શોટ મારવા ગઈ હતી, પરંતુ તે કીમે ફોલોથ્રૂમાં જ શાનદાર કેચ કર્યો હતો.
બીજી: કીમે બીજી વિકેટ લેતા શ્વેતા સેહરાવતને આઉટ કરી હતી. તેનો કેચ શોર્ટ-થર્ડ પર માનસી જોશીએ કર્યો હતો.
ત્રીજી: કીમે તાહિલીયા મૈક્ગ્રાને બોલ નાખ્યો હતો. જેને એડ્જ થતાં પહેલી સ્લિપમાં બોલ ગયો હતો. જ્યાં ઊભેલી દયાલન હેમલતાએ કેચ કરી લીધો હતો.
ચોથી: દીપ્તિ શર્મા માનસી જોશીની બોલિંગમાં બોલ્ડ થઈ હતી.
પાંચમી: કીમ ગાર્થે ફિફ્ટી પૂરી કરી ચૂકેલી કિરણ નવગિરેને આઉટ કરી હતી.
છઠ્ઠી: સતત બીજા બોલે વિકેટ લેતાં કીમ ગાર્થે પાંચમી સફળતા મેળવી હતી. તેણે સિમરન શેખને બોલ્ડ કરી હતી.
સાતમી: એનાબેલા સધરલેન્ડે ઑફ કટર નાખ્યો હતો. જેને દેવિકા વૈધથી ટાઇમિંગ નહોતું અને બોલ મિડ-ઑફ સાઇડ ગયો હતો. ત્યાંથી દયાલન હેમલતાએ દોડીને કેચ કર્યો હતો.
ગુજરાત જાયન્ટ્સની ઇનિંગ...
ગુજરાત જાયન્ટ્સે નિર્ધારિત ઓવરમાં 6 વિકેટે 169 રન બનાવ્યા હતા. ગુજરાત જાયન્ટ્સ તરફથી સૌથી વધુ હરલીન દેઓલે 46 રન બનાવ્યા હતા. એશ્લે ગાર્ડનરે 25 રન, જ્યારે દયાલન હેમલતાએ 13 બોલમાં 21* રન બનાવીને સારું ફિનિશિંગ કર્યું હતું. યુપી ટીમ તરફથી સૌથી વધુ દીપ્તિ શર્મા અને સોફી એક્લેસ્ટને 2-2 વિકેટ લીધી હતી, તો તાહીલિયા મૈક્ગ્રા અને અંજલિ સર્વનીએ 1-1 વિકેટ લીધી હતી.
આવી રીતે પડી ગુજરાત જાયન્ટ્સની વિકેટ...
પહેલી: દીપ્તિ શર્માએ સોફિયા ડંકલીને બોલ્ડ કરી હતી.
બીજી: પાંચમી ઓવરનો ત્રીજા બોલ પર, સોફી એક્લેસ્ટોને ઓફ સ્ટમ્પ બોલ નાખ્યો હતો. એસ. મેઘના લેગ સાઇડ પર શોટ રમવા ગઈ, પરંતુ એડ્જ વાગતા શ્વેતા સેહરાવત પાસે બોલ ગયો હતો અને તેણે કેચ કરી લીધો હતો.
ત્રીજી: સધરલેન્ડ શોટ મારવા ગઈ હતી, પરંતુ અંજલિ સર્વનીએ સરળ કેચ કર્યો હતો. અને સોફી એક્લેસ્ટને બીજી વિકેટ લીધી હતી.
ચોથી: તાહિલીયા મૈક્ગ્રાએ સુષ્મા વર્માને આઉટ કરી હતી. તેનો કેચ સ્ક્વેર લેગ પર શ્વેતા સેહરાવતે કર્યો હતો.
પાંચમી: દીપ્તિ શર્માની બોલિંગમાં એશ્લે ગાર્ડનર આગળ આવીને રમવા ગઈ હતી. પરંતુ મિસ થઈ જતા, એલિસા હીલીએ સ્ટમ્પ્ડ થઈ હતી.
છઠ્ઠી: હરલીન દેઓલ 46 રને આઉટ થઈ હતી. તેની વિકેટ અંજલિ સર્વનીએ લીધી હતી. હરલીન ફિફ્ટી ચૂકી ગઈ હતી. તેણે ટીમની ઇનિંગને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું.
મેચના ફોટોઝ જુઓ...
બન્ને ટીમની પ્લેઇંગ-11
યુપી વોરિયર્સ: એલિસા હીલી (કેપ્ટન અને વિકેટકીપર), શ્વેતા સેહરાવત, તાહિલીયા મેક્ગ્રા, દીપ્તિ શર્મા, ગ્રેસ હેરિસ, સિમરન શેખ, કિરણ નવગિરે, દેવકી વૈધ, સોફી એક્લેસ્ટન, અંજલિ સર્વની અને રાજેશ્વરી ગાયકવાડ.
ગુજરાત જાયન્ટ્સ: સ્નેહ રાણા (કેપ્ટન), સબ્બિનેની મેઘના, સોફિયા ડંકલી, સુષ્મા વર્મા (વિકેટકીપર), એશ્લા ગાર્ડનર, દયાલન હેમલતા, એનાબેલ સધરલેન્ડ, હરલીન દેઓલ, કીમ ગાર્થ, સામની જોશી અને તનુજા કંવર.
બેથ મૂનીની જગ્યાએ સ્નેહ રાણા કેપ્ટન
ગુજરાતની કેપ્ટન બેથ મૂની પહેલી મેચમાં ઈજાગ્રસ્ત થઈ હતી. તેના સ્થાને આજે સ્નેહ રાણા કેપ્ટનશિપ કરી રહી છે. તો યુપીની તરફથી એલિસા હીલી કેપ્ટનશિપ કરી રહી છે.
પહેલા યુપી વોરિયર્સ વિશે જાણી લો...
યુપી વોરિયર્સમાં વર્લ્ડ કપ વિનિંગ પ્લેયર્સ
ઓસ્ટ્રેલિયાની વિકેટકીપર બેટર એલિસા હિલીને ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. આ ઉપરાંત ટીમમાં તાહિલિયા મેક્ગ્રા, ગ્રેસ હેરિસ જેવી વર્લ્ડ કપ વિનર પ્લેયર્સ છે અને સાઉથ આફ્રિકાની વુમન્સ T20 વર્લ્ડ કપની ફાઈનલ રમનારી શબનિમ ઈસ્માઈલ પણ છે.
સ્ટ્રેન્થ: પ્લેઇંગ-11માં બધા જ ટૉપ ક્લાસ પ્લેયર્સ છે. ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ બેટિંગ ઓર્ડરને ખૂબ જ આક્રમક બનાવે છે. ડોમેસ્ટિક સ્પિનર્સ પણ ટીમને મજબૂત બનાવશે. પ્લેઇંગ-11 સંતુલિત દેખાઈ રહી છે.
વીકનેસ: ડોમેસ્ટિક બેટર્સ અને ફાસ્ટ બોલર્સની અછત છે. 5 જ એક્સ્ટ્રા પ્લેયર્સ હોવાથી ઓપ્શનની અછત છે. ઓક્શનમાં ટૉપ ક્લાસ ફાસ્ટ બોલર્સને ખરીદવા પર ફોકસ નથી રાખ્યું.
હવે ગુજરાત જાયન્ટ્સની ટીમ વિશે જાણી લો...
ગુજરાત જાયન્ટ્સમાં ટોપ ક્લાસ ઓલરાઉન્ડર
વુમન્સ T20 વર્લ્ડ કપની પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ એશ્લે ગાર્ડનર અને પ્લેયર ઑફ ધ ફાઈનલ બેથ મુની ગુજરાતની ટીમમાં છે. મૂની જ ટીમની કેપ્ટન છે અને ટીમમાં જ્યોર્જિયા વેરહોમ અને સ્નેહ રાણા, એનાબેલ સધરલેન્ડ, ડીએન્ડ્રા ડોટિન, માનસી જોશી અને હરલીન દેઓલ જેવી ટોપ ક્લાસ ઓલરાઉન્ડર્સ પણ સામેલ છે.
સ્ટ્રેન્થઃ વિદેશી બેટર્સ, ડોમેસ્ટિક સ્પિનર્સ અને સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર ટીમને મજબૂતી આપી રહ્યા છે. બેટિંગ લાઇન-અપ એટલી મજબૂત છે કે ડોમેસ્ટિક બેટર્સની ગેરહાજરી અનુભવાશે નહીં.
વીકનેસ: ટીમ પાસે કોઈ સ્પેશિયાલિસ્ટ પેસર્સ નથી. ઓક્શનમાં વિદેશી અને ડોમેસ્ટિક ફાસ્ટ બોલરોને ખરીદી શકાયા નથી. બેટિંગ લાઇન-અપમાં ડોમેસ્ટિક બેટર્સનો અભાવ છે. વર્લ્ડ ક્લાસ લેગ સ્પિનર પણ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.