• Gujarati News
  • Sports
  • Cricket
  • Deepak Hit A 95 meter Six In The Last Over, Rohit Saluted And Applauded; Harshal Patel's Tumultuous Batting Too

હિટમેન ચાહરનો ફેન થયો:દીપકે છેલ્લી ઓવરમાં 95 મીટરની સિક્સ મારી, રોહિતે સેલ્યૂટ કરી તાળીઓ પાડી; હર્ષલ પટેલની પણ તોફાની બેટિંગ

6 દિવસ પહેલા

રોહિતે ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી T20 મેચમાં ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં દીપક ચાહરે છેલ્લી ઓવરમાં એવી સિક્સ મારી કે ડ્રેસિંગ રૂમમાં બેઠેલા કેપ્ટન રોહિત શર્માએ સેલ્યૂટ કરી હતી. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ટીમે વિસ્ફોટક શરૂઆત પછી મિડલ ઓવર્સમાં બેક ટુ બેક વિકેટ ગુમાવી હતી. એમ છતાં છેલ્લી ઓવરમાં દીપકની તોફાની બેટિંગની સહાયથી ટીમનો સ્કોર 20 ઓવરમાં 184 થયો હતો.

છેલ્લી ઓવરમાં દીપક ચાહરની તોફાની બેટિંગ
19 ઓવર સુધી ઈન્ડિયન ટીમનો સ્કોર 165/7 હતો. એવામાં કિવી કેપ્ટન સેન્ટનરે બોલિંગ કરવા માટે એડમ મિલ્નેની પસંદગી કરી હતી. તેની ઓવર દરમિયાન દીપક ચાહરે પહેલા 2 બોલમાં 2 ચોગ્ગા મારી તોફાની બેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. તેને આવી રીતે બેટિંગ કરતો જોઈને કોચિંગ સ્ટાફ સહિત ડ્રેસિંગ રૂમના ખેલાડીઓ પણ પ્રશંસા કરવા લાગ્યા હતા.

ચાહરની સિક્સ રોહિત જોતો જ રહી ગયો
તેવામાં એડમ મિલ્નેના ચોથા બોલ પર દીપક ચાહરે 95 મીટરની સિક્સ ફટકારી હતી. તેની આ સિક્સની સાથે છેલ્લી ઓવરમાં કરેલી બેટિંગને જોઈને કેપ્ટન રોહિત પણ ખુશ થઈ ગયો હતો. રોહિતે તાળિઓ પાડવાની સાથે સેલ્યૂટ કરી દીપકનો ઉત્સાહ વધાર્યો હતો. હિટમેનની કેપ્ટન તરીકે આ પ્રતિક્રિયા અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. દીપક ચાહરે છેલ્લી ઓવરમાં 19 રન જોડી ટીમના સ્કોરમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ઈન્ડિયન ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 184 રન કર્યા હતા.

હર્ષલ પટેલની વિસ્ફોટક બેટિંગ
હર્ષલે પણ અક્ષર પટેલ સાથે 14 બોલમાં 22 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી, જેમાં મોટા ભાગના રન તો હર્ષલે જ કર્યા હતા. હર્ષલે 11 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની સહાયથી 18 રન કર્યા હતા. તેની બેટિંગે પણ ઈન્ડિયન ટીમને સારા સ્કોર સુધી પહોંચાડી હતી.

ભારતે 3-0થી સિરીઝ જીતી
કોલકાતામાં રમાયેલી ત્રીજી અને છેલ્લી T20 મેચમાં ભારતે 73 રનથી ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. આની સાથે જ ઈન્ડિયન ટીમે 3-0થી સિરીઝ પોતાને નામ કરી કિવી ટીમનો વ્હાઈટ વોશ પણ કર્યો છે. ટોસ જીતી પહેલા બેટિંગ કરતાં ઈન્ડિયન ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 184 રન કર્યા હતા, જેના જવાબમાં કિવી ટીમ 17.2 ઓવરમાં 111 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...