તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Decisive Match For Both Teams; Australia Have Not Won A Series In 5 Years, England Have A Chance To Win A Third Consecutive Series

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા ત્રીજી વનડે આજે:બંને ટીમો માટે નિર્ણાયક મેચ; ઓસ્ટ્રેલિયા 5 વર્ષથી સીરિઝ હરાવી શક્યું નથી, ઇંગ્લેન્ડ પાસે સતત ત્રીજી શ્રેણી જીતવાની તક

8 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઓસ્ટ્રેલિયાએ 2015માં ઇંગ્લેન્ડને તેના જ ઘરઆંગણે 3-2થી વનડે સીરિઝમાં હરાવ્યું હતું
 • આ પછી ઇંગ્લેન્ડે 2018માં ઓસ્ટ્રેલિયાને સતત બે વનડે સીરિઝમાં માત આપી હતી
 • માન્ચેસ્ટરમાં ત્રીજી મેચ સાંજે 5:30 વાગે, લાઇવ બ્રોડકાસ્ટિંગ સોની સિક્સ પર

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે સીરિઝની ત્રીજી અને નિર્ણાયક મેચ મંગળવારે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ગ્રાઉન્ડ પર રમાશે. અત્યારે, શ્રેણી 1-1થી બરાબર છે. જો ઓસ્ટ્રેલિયા મેચ જીતી લે છે, તો તે 5 વર્ષ પછી ઇંગ્લેન્ડને તેના જ ઘરઆંગણે હરાવશે. છેલ્લે 2015માં કાંગારૂએ ઇંગ્લિશ ટીમને 3-2થી વનડે સીરિઝમાં માત આપી હતી.

તે જ સમયે, ઇંગ્લેન્ડ પાસે મેચ જીતીને ઓસ્ટ્રેલિયા સામે સતત ત્રીજી સીરિઝ જીતવાની તક છે. આ પહેલા ઇંગ્લિશ ટીમે 2018માં ઓસ્ટ્રેલિયાને સતત બીજી વનડે સીરિઝમાં હરાવ્યું હતું.

સીરિઝ 1-1ની બરાબરી પર

 • સીરિઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 19 રને જીત મેળવી હતી. બીજી મેચ જીતીને તેની પાસે સીરિઝ પોતાના નામે કરવાની તક હતી.
 • જોકે, ઇંગ્લિશ ટીમે શાનદાર વાપસી કરી હતી. બીજી મેચના ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવી સીરિઝ 1-1થી બરાબર કરી.

સ્ટીવ સ્મિથ મેચથી વાપસી કરશે

 • પ્રથમ વનડે પહેલાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથના માથામાં બોલ વાગ્યો હતો. તે કારણે તે પ્રથમ મેચ રમી શક્યો નહોતો.
 • સ્મિથે તે પછી બે કન્કશન ટેસ્ટ પાસ કર્યા, પરંતુ ટીમ મેનેજમેન્ટે સાવચેતીના રૂપે તેને બીજા વનડેમાં પણ રમવાની પરવાનગી આપી નહોતી.
 • હવે આશા છે કે કરો યા મરોના મુકાબલામાં તેને રમાડવામાં આવશે.

પિચ અને વેધર રિપોર્ટ

 • માન્ચેસ્ટરમાં મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાન 9થી 19 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. પિચ બેટ્સમેનને મદદ કરી શકે છે. ટોસ જીતનાર ટીમ પ્રથમ બોલિંગ પસંદ કરશે.

ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર કુલ વનડે: 54

 • પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી: 26
 • પ્રથમ બોલિંગ કરનાર ટીમ જીતી: 27
 • પહેલી ઇનિંગ્સમાં એવરેજ સ્કોર: 226
 • બીજી ઇનિંગ્સમાં એવરેજ સ્કોર: 199

ઇંગ્લેન્ડ: ઓઈન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોફ્રા આર્ચર, જોની બેરસ્ટો, ટોમ બેન્ટન, સેમ બિલિંગ્સ, જોસ બટલર, સેમ કરન, ટોમ કરન, આદિલ રશીદ, જો રૂટ, જેસન રોય, ક્રિસ વોક્સ અને માર્ક વુડ.રિઝર્વ પ્લેયર્સ: સાકીબ મહેમૂદ, ડેવિડ મલાન અને ફિલ સોલ્ટ.

ઓસ્ટ્રેલિયા: આરોન ફિંચ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, સીન એબોટ, એશ્ટન એગર, એલેક્સ કેરી, પેટ કમિન્સ (ઉપ-કપ્તાન), જોશ હેઝલવુડ, માર્નસ લબુશેન, નેથન લાયન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, રિલે મેરેડિથ, જોશ ફિલિપ, ડેનિયલ સેમ્સ, કેન રિચાર્ડસન, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, એન્ડ્ર્યુ ટાઇ, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર.​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો