રોબિન ઉથપ્પાએ રિટાયરમેન્ટ લીધું:2006માં ટીમ ઈન્ડિયા માટે કર્યુ હતુ ડેબ્યૂ, 2016માં છેલ્લીવાર બ્લૂ જર્સીમાં નજર આવ્યો હતો

3 મહિનો પહેલા

ટીમ ઈન્ડિયાના ખેલાડી રોબિન ઉથપ્પાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી. ઉથપ્પાએ 15 એપ્રીલ, 2006માં ઇંગ્લેન્ડની સામે ડેબ્યૂ કર્યુ હતુ. તેણે ડેબ્યૂ મેચમાં ઇંગ્લેન્ડ સામે ઓપનિંગ કરતા 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયાએ તે મેચ 7 વિકેટે જીતી લીધી હતી.

ઉથપ્પાએ ટીમ ઈન્ડિયા માટે પોતાની છેલ્લી મેચ 14 જુલાઈ, 20115ના રોજ ઝિમ્બાબ્વે સામે રમી હતી. તો તે IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને સભ્ય પણ હતો. હવે તે IPLમાં પણ રમતો જોવા મળશે નહિ.

રોબિન ઉથપ્પાએ પોતાની પોસ્ટમાં લખ્યુ હતુ કે 'મને 20 વર્ષ થઈ ગયા પ્રોફેશનલ ક્રિકેટ રમતા. આ દરમિયાન મને ભારત અને મારા રાજ્ય કર્ણાટક તરફથી રમવાનો અવસર મળ્યો. આ મારા માટે ગર્વની વાત છે. મારી યાત્રા ઘણી સરસ રહી. ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, પરંતુ દરેક સારી વસ્તુનો અંત આવે છે. આના કારણે હું ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કરું છું.'

ઉથપ્પાએ આગળ લખ્યુ હતુ કે, 'મેં મુંબઈ ઈન્ડિયંસ, RCB, પૂણે અને રાજસ્થાનને પણ ધન્યવાદ કહુ છું. જેણે મને IPLમાં રમવાની તક આપી હતી. સાથે જ કોલકતા અને ચેન્નાઈની ટીમ મારા માટે ઘણી જ સ્પેશલ છે. તેઓએ IPL દરમિયાન મારી ફેમિલીનું ઘણું જ ધ્યાન રાખ્યુ હતુ.'

2007ના T20 વર્લ્ડ કપનો સભ્ય હતો

ઉથપ્પાએ ભારત માટે 13 T20 મેચમાં 1 અર્ધસદી સાથે 249 રન બનાવ્યા છે.
ઉથપ્પાએ ભારત માટે 13 T20 મેચમાં 1 અર્ધસદી સાથે 249 રન બનાવ્યા છે.

ઉથપ્પા 2007માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો હતો. ભારતે તે વર્લ્ડ કપ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં જીત્યો હતો. રોબિને પાકિસ્તાન સામેની ટાઈ થયેલી મેચમાં સહેવાગ અને હરભજન સાથે બૉલ-આઉટ કર્યો હતો. જેમાં ટીમ ઈન્ડિયાને જીત મળી હતી.

ઉથપ્પાએ 4 હજારથી પણ વધુ રન બનાવ્યા છે IPLમાં

ઉથપ્પાએ ગત IPLસિઝનમાં CSK તરફથી રમતા 12 મેચમાં 230 રન કર્યા હતા.
ઉથપ્પાએ ગત IPLસિઝનમાં CSK તરફથી રમતા 12 મેચમાં 230 રન કર્યા હતા.

રોબિન ઉથપ્પાએ ભારત તરફથી 46 વન-ડે અને 13 T20 મેચ રમેલી છે. વન-ડેમાં 6 અર્ધસદી સાથે 934 રન બનાવ્યા છે, તો T20 ઈન્ટરનેશનલમાં 1 અર્ધસદી સાથે 249 રન બનાવ્યા છે. આ ઉપરાંત ઉથપ્પાએ IPLમાં 205 મેચ રમેલી છે, જેમાં તેણે 27.51ની એવરેજ અને 130.55ની સ્ટ્રાઈક રેટ સાથે 4952 રન બનાવ્યા છે. તેણે IPLમાં 27 હાફ સેન્ચુરી ફટકારી છે. તેનો બેસ્ટ સ્કોર 88 રન છે.