વુમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સની શાનદાર જીત થઈ છે. ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. એલિસ પેરીની ફિફ્ટી અને રિચાના 37 રનની મદદથી ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 4 વિકેટના નુકસાને ટાર્ગેટ ચેઝ કરી નાખ્યો હતો. પ્લેઓફમાંથી બેંગ્લોર લગભગ બહાર.
બન્ને ટીમની પ્લેઇંગ-11
દિલ્હી કેપિટલ્સ (DC): મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, એલિસ કેપ્સી, જેમિમા રોડ્રિગ્સ, મેરિયન કેપ, તાનિયા ભાટિયા (વિકેટરકીપર), જેસ જોનાસન, અરુંધતિ રેડ્ડી, રાધા યાદવ, શિખા પાંડે અને તારા નોરિસ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB): સ્મૃતિ મંધાના (કેપ્ટન), સોફી ડિવાઇન, એલિસા પેરી, હીથર નાઇટ, રિચા ઘોષ (વિકેટકીપર), શ્રેયાંકા પાટીલ, દિશા કસાત, મીગન શટ, આશા શોભના, રેણુકા સિંહ ઠાકુર, પ્રીતિ બોસ.
દિલ્હી કેપિટલ્સની ટીમમાં ઓપનરનું શાનદાર ફોર્મ
દિલ્હી કેપિટલ્સે આ સિઝનમાં અત્યારસુધી શાનદાર પરફોર્મ કર્યું છે. તેમાં પણ ખાસ કરીને ઓપનર્સે ધમાકેદાર બેટિંગ કરી છે. કેપ્ટન મેગ લેનિંગ અને શેફાલી વર્માની જોડીએ દિલ્હીની ટીમને વિસ્ફોટક શરૂઆત અપાવી છે. તો મેરિયન કેપ, જેમિમા રોડ્રિગ્સ, જેસ જોનાસન જેવા પ્લેયર્સ ફિનિશિંગ કરી શકે છે. બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ તેમનો શાનદાર છે. તારા નોરિસ, શિખા પાંડે, રાધા યાદવ જેવા બોલર્સ સમયાંતરે વિકેટ ઝડપીને ટીમ માટે મહત્ત્વનું કામ કરે છે.
દિલ્હી કેપિટલ્સે અત્યારસુધીમાં 4 મેચમાં 3 મેચ જીતી છે, જ્યારે 1 મેચ હારી છે. દિલ્હીએ પહેલી બે મેચમાં પહેલા બિટંગ કરતા 200+ રનનો સ્કોર નોંધાવ્યો હતો. તો ત્રીજી મેચમાં મુંબઈ સામે પહેલી બેટિંગ કરતા 105 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. તે મેચ મુંબઈએ 8 વિકેટે જીતી લીધી હતી. ચોથી મેચમાં ગુજરાતે આપેલા 106 રનના ટાર્ગેટને દિલ્હી કેપિટલ્સે વિના વિકેટે માત્ર 7.1 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચારેય મેચ હારી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આ પહેલી સિઝન ભૂલી જવા જેવી જ રહી છે. કારણ કે ટીમ અત્યારસુધી રમેલી ચારેય મેચ હારી ગઈ છે. ટીમમાં સ્મૃતિ મંધાના ફોર્મમાં નથી. બોલર્સ રન આપે રાખે છે. એલિસા પેરીએ ગઈ મેચમાં ફિફ્ટી ફટકારી હતી. રિચા ઘોષ પણ સારું પ્રદર્શન કરી શકી નથી. બોલિંગમાં રેણુકા સિંહ ઠાકુરનું છેલ્લી 2 મેચમાં કંઈ ખાસ પ્રદર્શન રહ્યું નથી.
ટીમને અત્યારસુધીમાં મુંબઈ, દિલ્હી, ગુજરાત અને યુપી સામે હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે ટીમ બેંગ્લોર આજે દિલ્હી કેપિટલ્સ સામે પહેલી જીતના ઈરાદા સાથે ઉતરશે.
પિચ રિપોર્ટ
ડી વાય પાટીલ સ્ટેડિયમની પિચ હાઇસ્કોરિંગ છે. બેટિંગ માટે પિચ અનુકુળ છે. અહીં પહેલી ઇનિંગનો એવરેજ સ્કોર 151 રન છે, પરંતુ ગુજરાત જાયન્ટ્સ અહીં છેલ્લી મેચમાં પહેલા બેટિંગ કરતા માત્ર 105 રન જ બનાવી શકી હતી.
ડી વાય પાટીલ અને બ્રેબોર્ન સ્ટેડિયમમાં જ ટૂર્નામેન્ટની બધી જ મેચ રમાવવાની છે. શરૂઆતની મેચમાં મોટો સ્કોર બન્યા પછી હવે પિચમાં ધીરે-ધીરે તિરાડ દેખાઈ રહી છે. ત્યારે હવે તેને જોઈને જ ટૉસ જીતનારી ટીમ નિર્ણય લેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.