• Gujarati News
  • Sports
  • Cricket
  • Danced 'Srivalli' After Taking Wicket In BPL; Warner Drives Pushpa Movie Truck And Gun, Video Goes Viral

હાર્દિકે નાની સાથે શ્રીવલ્લી ડાન્સ કર્યો:ગોગલ્સ પહેરીને પંડ્યા અને નાનીએ ડાયલોગ બોલ્યા; વોર્નરે તો પુષ્પા ફિલ્મની ટ્રક ચલાવીને બંદૂક ફોડી, વીડિયો વાઈરલ

4 મહિનો પહેલા
  • સુરેશ રૈના અને રવિંદ્ર જાડેજા પણ પુષ્પા ફિલ્મની સ્ટાઈલમાં પોસ્ટ કરી ચૂક્યા છે

અલ્લૂ અર્જુનની ફિલ્મ 'પુષ્પા'નો ક્રેઝ હવે ઈન્ડિયન ક્રિકેટર્સની સાથે વિદેશી ખેલાડીઓમાં પણ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગની એક મેચ દરમિયાન ડ્વેન બ્રાવોએ વિકેટ લીધા પછી પુષ્પાનો શ્રીવલ્લી ડાન્સ કર્યો હતો. વળી બીજી બાજુ ઓસ્ટ્રેલિયન બેટર ડેવિડ વોર્નરે તો પુષ્પા ફિલ્મના એક્શન વીડિયો એડિટ કરી એમાં પોતાનો ચહેરો લગાવી દીધો છે. આને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા પછી બે ઘડી ફેન્સ પણ વિચારમાં પડી ગયા કે વોર્નરે ક્યારે અલ્લૂ અર્જૂનની બાઈક અને ટ્રક ચલાવી હશે! જેમાં કોમેન્ટ કરીને ઘણા ફેન્સે કહ્યું કે વોર્નર તું પુષ્પા-2માં આવી જા. જેનો વોર્નરે પણ રસપ્રદ જવાબ આપ્યો છે.

નાની સાથે હાર્દિક પંડ્યાએ શ્રીવલ્લી ડાન્સ કર્યો
ઈન્ડિયન ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તે બેક ટુ બેક ઈન્સ્ટા વીડિયો અને ફોટો શેર કરી ફેન્સની સાથે કનેક્ટેડ રહે છે. તેવામાં આજે હાર્દિકે પોતાના નાની સાથે સાઉથ ઈન્ડિયન ફિલ્મ પુષ્પાના ફેમસ સોન્ગ શ્રીવલ્લી પર ડાન્સ કર્યો હતો. જેનો વીડિયો તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. આ પોસ્ટ પછી ફેન્સની સાથે કૃણાલ પંડ્યાએ પણ નાની અને હાર્દિકના ડાન્સ સ્ટેપની પ્રશંસા કરી છે.

બ્રાવોનું વિકેટ સેલિબ્રેશન વાઈરલ
સોમવારે કોમિલ્લા વિક્ટોરિયંસ વિરૂદ્ધ મેચની 18મી ઓવરમાં બ્રાવો બોલિંગ કરવા આવ્યો હતો. જેના પાંચમા બોલ પર સામેની ટીમના બેટર મહિદુલ ઈસ્લામે લોફ્ટેડ શોટ માર્યો હતો પરંતુ સંપર્ક બરાબર ન થતા તે કેચઆઉટ થઈ ગયો હતો. તેવામાં આ વિકેટ લેતાની સાથે જ બ્રાવોએ અલ્લૂ અર્જૂનના શ્રીવલ્લી ડાન્સ સ્ટેપ મેદાન વચ્ચે કરવાનું જ શરૂ કરી દીધું હતું. તેના આ સ્ટેપનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

વોર્નરે તો પુષ્પાના એક્શન વીડિયો શેર કર્યા
ઓસ્ટ્રેલિયન બેટર ડેવિડ વોર્નરે ઈન્સ્ટાગ્રામ પર પુષ્પાના વિવિધ સીનને એડિટ કરી તેમા પોતાનો ચહેરો ફિટ કરી વીડિયો શેર કર્યા છે. જેમાં તે પહેલા તો પોલીસના સંકજામાં ફસાઈ જાય છે પછી ત્યાંથી ટ્રેક ચલાવી લાલ ચંદનની તસ્કરી કરતો જોવા મળે છે. આ દરમિયાન પુષ્પાનો ફેમસ ડાયલોગ 'ફ્લાવર નહીં હે મેં, ફાયર હેં ફાયર' બોલી બંદૂકની ગોળી છોડતો હોય એ સીન કરતો પણ જોવા મળે છે.

આ વીડિયો શેર કર્યા પછી તેણે લખ્યું કે કાશ હું પણ અલ્લૂ અર્જૂનની જેમ એક્ટિંગ કરી શકતો હોત. આ એટલો સારો એક્ટર છે કે તેણે એક્ટિંગ તદ્દન સરળ બનાવી દીધી છે. જેના જવાબમાં ફેન્સે તેને કહ્યું કે વોર્નર તમે પણ ક્રિકેટ છોડી ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી જાઓ. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન વોર્નરે ઘણા ફેન્સના જવાબ આપ્યા હતા અને જણાવ્યું હતું કે ના મને એક્ટિંગ નથી આવડતી એટલે અત્યારે તો ઈચ્છા નથી.

શ્રીવલ્લી સ્ટેપ સુરેશ રૈના અને બાંગ્લાદેશી ખેલાડી પર કરી ચૂક્યા છે

  • બ્રાવો અને વોર્નરની સાથે પુષ્પાનો શ્રીવલ્લી સ્ટેપ સુરેશ રૈના અને બાંગ્લાદેશી સ્પિનર નજમુલ ઈસ્લામ પણ કરી ચૂક્યા છે.
  • સુરેશ રૈનાએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો જ્યારે નજમુલે વિકેટ લીધા પછી આ પ્રમાણે ડાન્સ કર્યો હતો.

બાપુને 'પુષ્પા' ફિલ્મનો રંગ લાગ્યો...વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો
ઈન્ડિયન ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અત્યારે અવારનવાર ફિલ્મી લુકમાં જોવા મળી રહ્યો છે. તેવામાં ફરી એકવાર જાડેજા પુષ્પાઃ ધ રાઈઝ ફિલ્મના એક્ટર અલ્લુ અર્જુનની જેમ દાઢી-મૂછને તાવ આપી અનોખા રૂપમાં તસવીર શેર કરી છે. તેવામાં બાપુની આ તસવીર ગણતરીની મિનિટોમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવવા લાગી હતી. યૂઝર્સ આ તસવીરને જોઈને એવું કહેવા લાગ્યા કે રવીન્દ્ર જાડેજાને પુષ્પા-2ના બીજા ભાગમાં લીડ રોલ મળી જવો જોઈએ. તે અલ્લુ અર્જુનને સારી કોમ્પિટિશન આપી રહ્યા છે. તો બીજી બાજુ યુઝર્સે અવાર-નવાર ઈન્ડિયન સિનેમાની પોસ્ટ કરતા ઓસ્ટ્રેલિયન પ્લેયર ડેવિડ વોર્નરને પણ ચેતવણી આપી દીધી છે.

રવીન્દ્ર જાડેજા પુષ્પાઃ ધ રાઈઝના ફેન
છેલ્લા કેટલાક સમયથી સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ' સિનેમાઘરોમાં ધૂમ મચાવવાની સાથે લોકોમાં ખૂબ ચર્ચિત રહી છે. આ ફિલ્મે કમાણીના મામલામાં ઘણા રેકોર્ડ તોડ્યા છે. તેવામાં હવે આનો ફીવર સામાન્ય દર્શકોને જ નથી ચડ્યો પરંતુ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ તેના દીવાના બની ગયા છે. આ ફિલ્મ રિલીઝ થયાના ગણતરીના દિવસોમાં જ રવીંદ્ર જાડેજાએ અલ્લુ અર્જુન જેવી જ એક્ટિંગ કરતો વીડિયો શેર કર્યો હતો. જે ફેન્સને ઘણો પસંદ આવ્યો હતો. તેવામાં બુધવારે ફરી એકવાર રવીન્દ્ર જાડેજાએ દાઢી-મૂછને તાવ આપી અલ્લુ અર્જુનના લુકને પડકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...