વાત 1997ની છે. ત્યારે મિતાલી રાજ માત્ર 14 વર્ષની હતી. વર્લ્ડ કપ ટીમની સંભવિત ખેલાડી હોવા છતાં મિતાલીને ઓછી ઉંમરના કારણે પસંદ નહોતી કરાઈ. આ ટૂર્નામેન્ટના બે વર્ષ બાદ મિતાલીને આયરલેન્ડની વિરુદ્ધ પહેલી મેચ રમવાની તક મળી. વર્લ્ડ કપ ન રમવાનું દર્દ બરકરાર હતું અને તેણે 114 રનની અણનમ ઇનિંગ રમીને જવાબ આપ્યો.
23 વર્ષના રેકોર્ડ ક્રિકેટ સફર દરમિયાન મિતાલીએ મેદાન અને મેદાનની બહાર દરેક અડચણ પાર કરી અને દર વખતે ચેમ્પિયન બનીને ઉભરી. તેના કેટલાક ઉદાહરણ જોઈએ. મિતાલી પરંપરાગત દક્ષિણ ભારતીય પરિવારમાં જન્મસ. પિતા દોરાઈ રાજ એરફોર્સમાં અધિકારી હતા. 8 વર્ષની નાની બાળકી કથક શીખી રહી હતી, પરંતુ દરેક બાળકની જેમ તેને પણ નીંદર ખૂબ પ્રિય હતી અને સવાર ઉઠવામાં આનાકાની કરતી હતી. એવામાં પિતાએ મિતાલીની આળસ દૂર કરવા માટે ભાઈની સાથે તેને હૈદરાબાદના સેન્ટ જોન્સ કોચિંગ ફાઉન્ડેશનના ક્રિકેટ ગ્રાઉન્ડમાં લઈ જવાનું શરૂ કરી દીધું. ત્યારે મિતાલી ગ્રાઉન્ડની બહાર બાઉન્ડ્રી પર બેસીને સ્કૂલનું હોમવર્ક કરતી હતી.
મિતાલીના 21 વર્ષ સુધી કોચ રહેલા આર એસ આર મૂર્તિ ભાસ્કરને જણાવે છે કે, મિતાલી પોતાની નાના સિકંદરાબાદના સેન્ટ જોન્સ કોચિંગ ફાઉન્ડેશનના ક્રિકેટ ગ્રાઉન્ડથી પ્રેક્ટિસ બાદ લેવા આવતી હતી.
એક દિવસે લાઇનથી બહાર ગયેલા બોલને મિતાલીએ મેદાનની વચ્ચે ફેંક્યો. તેને જોઈને અમારા એક કોચે કહ્યું કે છોકરીમાં દમ છે. આવી રીતે મિતાલીની ક્રિકેટના મેદાનમાં એન્ટ્રી થઈ અને ત્યારબાદની તમામ કહાણી આપ સૌની સામે છે. તે સમયે છોકરીઓનું ક્રિકેટ રમવું કોઈ અચરજથી ઓછું નહોતું. ખૂબ ઓછી છોકરીઓ ક્રિકેટ રમતી હતી. એવામાં મિતાલીને છોકરાઓની સાથે પ્રેક્ટિસ કરવી પડતી હતી અને અહીં તેને કડવા શબ્દો સાંભળવા મળતા હતા કે ક્રિકેટ છોકરીઓના ગજાની વાત નથી.
મિતાલીએ તેને પડકારની જેમ લીધી અને કથક છોડીને ક્રિકેટને ગંભીરતાથી લેવાનું શરૂ કરી દીધું. મિતાલી એક ઇન્ટરવ્યૂમાં જણાવી ચૂકી છે કે નૃત્ય તેના દિલની વધુ નજીક હતું. તેને પૈશનની જેમ જીવતી હતી, પરંતુ ક્રિકેટને લઈને વાત એટલી આગળ વધી ચૂકી હતી કે તેનાથી અલગ કંઈક વિચારયું જ નહીં. મેદાનની બહાર પણ તે સ્પષ્ટ વક્તા રહી.
એક વાર તેને પૂછવામાં આવ્યું હતું કે આપની પસંદગીની પુરૂષ ક્રિકેટર કોણ છે અને તેણે સામે જવાબ આપ્યો હતો કે- શું તમે કોઈ પુરૂષ ક્રિકેટરને પૂછો છો કે તમારી પસંદગીની મહિલા ક્રિકેટર કોણ છે. હવે મિતાલીના લડાયક મિજાજની વાત કરીએ, જેની પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. ટેસ્ટ કારકિર્દીની પહેલી ઇનિંગમાં મિતાલી ખાતું ન ખોલાવી શકી. ત્યારબાદ ત્રીજી ટેસ્ટમાં તેણે ઈંગ્લેન્ડની વિરુદ્ધ 214 રન ફટકાર્યા. આ ત્યારે મહિલા ક્રિકેટમાં કોઈ ખેલાડીનો સૌથી મોટો સ્કોર હતો.
2005ના વર્લ્ડ કપમાં ભારત ફાઇનલમાં પહોંચ્યું તો તેમાં મિતાલીનું મહત્ત્વનું યોગદાન હતું. ઘૂંટણમાં ઈજા હોવા છતાં તેણે કેપ્ટન તરીકે ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ 91 રનની ઇનિંગ રમી. તે દેશની એકમાત્ર ખેલાડી (પુરૂષ અને મહિલા) છે, જેણે બે વર્લ્ડ કપ ફાઇનલ રમી છે. આ ઉપરાંત 6 વર્લ્ડ કપ રમનારી એકમાત્ર ભારતીય છે. ત્રણ ખેલાડી જ આ મુકામ પ્રાપ્ત કરી શક્યા છે. જોકે ભારતીય મહિલા ટીમનું વર્લ્ડ કપ જીતવાનું સપનું હજુ પણ અધૂરું છે.
23 વર્ષમાં 200 પ્લસ વનડે રમનારી પહેલી મહિલા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.