• Home
  • Sports
  • Cricket
  • Current Indian team has no role model except Virat Rohit; young players do not respect seniors: Yuvraj

ક્રિકેટ / વર્તમાન ભારતીય ટીમમાં વિરાટ-રોહિત સિવાય કોઈ રોલ મોડલ નથી, યુવા ખેલાડીઓ સીનિયર્સને માન નથી આપતા: યુવરાજ

યુવરાજ સિંહ ભારત માટે 40 ટેસ્ટ, 304 વનડે અને 58 T-20 રમ્યો છે. તે 2011ના વર્લ્ડ કપમાં મેન ઓફ ધ સીરિઝ બન્યો હતો. -ફાઇલ ફોટો
યુવરાજ સિંહ ભારત માટે 40 ટેસ્ટ, 304 વનડે અને 58 T-20 રમ્યો છે. તે 2011ના વર્લ્ડ કપમાં મેન ઓફ ધ સીરિઝ બન્યો હતો. -ફાઇલ ફોટો
X
યુવરાજ સિંહ ભારત માટે 40 ટેસ્ટ, 304 વનડે અને 58 T-20 રમ્યો છે. તે 2011ના વર્લ્ડ કપમાં મેન ઓફ ધ સીરિઝ બન્યો હતો. -ફાઇલ ફોટોયુવરાજ સિંહ ભારત માટે 40 ટેસ્ટ, 304 વનડે અને 58 T-20 રમ્યો છે. તે 2011ના વર્લ્ડ કપમાં મેન ઓફ ધ સીરિઝ બન્યો હતો. -ફાઇલ ફોટો

  • યુવીએ કહ્યું, મારા સમયે સીનિયર્સ ખૂબ શિસ્તબદ્ધ હતા. તે સમયે કોઈ સોશિયલ મીડિયા નહોતું, તેથી કોઈનું ધ્યાન ભટકતું નહીં
  • વર્તમાન ટીમમાં માત્ર વિરાટ અને રોહિત જ બધા ફોર્મેટ રમે છે, બાકીના ખેલાડીઓ અંદર-બહાર થયા કરે છે: યુવરાજ

દિવ્ય ભાસ્કર

Apr 08, 2020, 05:48 PM IST

ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે કહ્યું કે, વર્તમાન ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા જ રોલ મોડલ છે. સોશિયલ મીડિયા પર ચેટિંગ દરમિયાન તેણે રોહિતને કહ્યું હતું કે આજના યુવા ખેલાડીઓ સીનિયર્સને માન આપતા નથી.

ઈન્સ્ટાગ્રામ પર, વનડે અને T-20 ટીમના ઉપ-કપ્તાન રોહિતે યુવરાજને હાલની ટીમ અને તેના સમયની ટીમ વચ્ચેનો તફાવત પૂછ્યો. તેના જવાબમાં યુવીએ કહ્યું કે, "જ્યારે હું ટીમમાં આવ્યો અથવા તે ડેબ્યુ કર્યું હતું, ત્યારે આપણા સીનિયર્સ ખૂબ શિસ્તબદ્ધ હતા. તે સમયે કોઈ સોશિયલ મીડિયા નહોતું, તેથી કોઈનું ધ્યાન ભટકતું નહીં. આપણે ભારતનું પ્રતિનિધિત્વ કરીએ તેથી આપણે આપણા વર્તનનું ધ્યાન રાખવું જોઈએ, તે બધાને ખબર હતી. લોકો અથવા મીડિયા સાથે કેવી રીતે વાત કરવી, દરેક બાબતનું ધ્યાન રાખવામાં આવતું હતું. "

'આજે ટીમમાં આચરણ અને આદર જેવું કંઈ નથી'
2011ના વર્લ્ડ કપમાં મેન ઓફ ધ સિરીઝ રહી ચૂકેલા યુવીએ કહ્યું હતું કે, "આજની ​​ટીમમાં આચરણ અને આદર જેવું કંઈ નથી. હું તમને બધાને કહેવા માંગુ છું કે, ભારત તરફથી રમતી વખતે, તમારી દેશની ઇમેજનું ધ્યાન રાખો. વર્તમાન ટીમમાં ફક્ત વિરાટ અને તું(રોહિત) જ છે, જે બધા ફોર્મેટ (ટેસ્ટ, વનડે અને T-20) રમી રહ્યા છે. બાકીના ખેલાડીઓ અંદર અને બહાર થયા કરે છે. હવે ટીમમાં પહેલા જેટલા રોલ મોડલ રહ્યા નથી. સીનિયર માટે આદર સમાપ્ત થઈ ગયો છે. કોઈપણ કોઈને કંઈપણ કહે છે." યુવીએ કહ્યું," સચિન પાજીએ એકવાર મને કહ્યું હતું કે જો આપણે મેદાનમાં સારૂ પ્રદર્શન કરીએ તો બીજી બધી વસ્તુઓ જાતે જ બરોબર થઈ જાય છે."

યુવીએ પંડ્યા અને રાહુલના વિવાદ પર ટિપ્પણી કરી
યુવરાજે કોફી વિથ કરનમાં હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલના વિવાદ પર પણ ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું, "આચરણ અને છબીની વાત કરીએ તો તમે રાહુલ અને હાર્દિકનો મામલો જોઈ શકો છો. અમે અથવા કોઈએ વિચાર્યું ન હતું કે આવું કંઈક થઈ શકે છે. હું આ બંનેને ખોટા માનતો નથી. આઈપીએલનું ફોર્મેટ અને તેનો કરાર ઘણો લાંબો છે. ખેલાડીઓ ટીમ ઈન્ડિયા તરફથી  ન રમતા હોય, તો પણ પૈસા કમાઈ લે છે. "

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી