તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભલે મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ (CSK) માટે આ વર્ષે IPLની સીઝન ખરાબ રહી હોય, પરંતુ ટ્વિટર પર માહીની ટીમ છવાઈ ગઈ હતી. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, સંયુક્ત અરબ અમીરાત (UAE)માં રમાયેલી ટૂર્નામેન્ટમાં ચેન્નઈની ટીમ વિશે સૌથી વધુ વાર ટ્વીટ કરવામાં આવ્યાં હતાં.
બીજી તરફ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)નો કેપ્ટન વિરાટ કોહલી ખેલાડી તરીકે સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબ(KXIP)ના નિકોલસ પૂરનની ફિલ્ડિંગ અંગે સચિન તેંડુલકરે કરેલા ટ્વીટને સૌથી વધુ વખત રી-ટ્વીટ કરવામાં આવ્યાં હતાં.
This is the best save I have seen in my life. Simply incredible!! 👍#IPL2020 #RRvKXIP pic.twitter.com/2r7cNZmUaw
— Sachin Tendulkar (@sachin_rt) September 27, 2020
સચિનના ટ્વીટ પછી આ ટ્વીટ્સને સૌથી વધુ રી-ટ્વીટ કરાયાં
How many RTs for Kishan's 99?
— Mumbai Indians (@mipaltan) September 28, 2020
— Chennai Super Kings (@ChennaiIPL) October 2, 2020
IPL 2020ની ટોપ-5 ટ્વિટર મોમેન્ટ્સ:
નંબર | ડેટ | મોમેન્ટ્સ |
1 | 27 સપ્ટેમ્બર | નિકોલસ પૂરનનો શાનદાર કેચ |
2 | 15 ઓક્ટોબર | યુનિવર્સ બોસ ક્રિસ ગેલની વાપસી |
3 | 24 સપ્ટેમ્બર | લોકેશ રાહુલે ભારતીય દ્વારા સર્વાધિક સ્કોરનો રેકોર્ડ બનાવ્યો |
4 | 21 ઓક્ટોબર | મોહમ્મદ સિરાજે 2 મેડન સહિત 3 વિકેટ લીધી |
5 | 16 ઓક્ટોબર | દિનેશ કાર્તિકે KKRની કપ્તાની મોર્ગનને સોંપી |
પોઝિશન | ટીમ |
1 | ચેન્નઈ સુપરકિંગ્સ |
2 | રોયલ ચેલેન્જર્સ બેંગલોર |
3 | મુંબઈ ઇન્ડિયન્સ |
4 | સનરાઇઝર્સ હૈદરાબાદ |
5 | કોલકાતા નાઈટ રાઈડર્સ |
6 | રાજસ્થાન રોયલ્સ |
7 | કિંગ્સ ઇલેવન પંજાબ |
8 | દિલ્હી કેપિટલ્સ |
લીગની ઓપનિંગ મેચ સૌથી વધુ લોકપ્રિય
13મી સીઝનની ઓપનિંગ મેચ અંગે સૌથી વધુ ટ્વીટ થયાં હતાં. મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચેનો મુકાબલો સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. એ પછી 4 ઓક્ટોબરે મુંબઈ અને સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ અને પંજાબ વચ્ચેની સુપર ઓવરવાળી મેચ પણ ફેન્સમાં ઘણી લોકપ્રિય રહી હતી.
સચિનના ટ્વીટ 23 હજારથી વધુ વાર રીટ્વીટ થયાં
નિકોલસ પૂરનની શાનદાર ફિલ્ડિંગ પર સચિને ટ્વીટ કર્યું હતું કે "મેં મારા જીવનમાં આનાથી સારી ફિલ્ડિંગ જોઈ નથી. આ ટ્વીટને 23 હજારથી વધુ વખત રી-ટ્વીટ કરવામાં આવ્યાં હતાં. સીઝનની 9મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે પૂરને પોતાની ફિલ્ડિંગથી બધાના દિલ જીત્યા હતા.
રાજસ્થાનની ઇનિંગ્સની 8મી ઓવરના ત્રીજા બોલ પર સંજુ સેમસને એક મોટો શોટ માર્યો હતો. લોન્ગ-ઓન પર ફિલ્ડિંગ કરી રહેલા પૂરને હવામાં ઊડીને બાઉન્ડરીની લગભગ અંદર 4 ફિટ જઈને બોલને મેદાનની અંદર ફેંક્યો હતો.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.