ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું 52 વર્ષની ઉંમરે હૃદય રોગનો હુમલો આવતા અવસાન થયું છે. વોર્નના મેનેજમેન્ટે સંક્ષિપ્તમાં એક નિવેદન આપી આ માહિતી આપી છે. શેન વોર્ન ક્રિકેટના મહાન ખેલાડીઓમાંથી એક છે. ઘણી મેચોમાં ઓસ્ટ્રેલિયાને જીત અપાવનાર લેગ સ્પિનરે 708 વિકેટ સાથે પોતાની કારકિર્દીનો અંત આણ્યો હતો. પોતાના રંગીન મિજાજ માટે જાણીતા આ ભૂતપૂર્વ ખેલાડી હવે ટીવીમાં કોમેન્ટેટર તરીકે જોવા ભૂમિકા ભજવતા હતા. વળી વોર્ને પોતાના જીવન પર એક પુસ્તક લખીને મેચ ફિક્સિંગ વિવાદ અને પાકિસ્તાન સંબંધ અંગે મોટો ઘટસ્ફોટ કર્યો હતો.
2022ની શરૂઆતમાં 52 વર્ષીય પૂર્વ ક્રિકેટર શેન વોર્નના જણાવ્યા અનુસાર, તેને પાકિસ્તાની ખેલાડી દ્વારા 2 લાખ 76 હજાર ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે લગભગ 1.5 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી. આ કેસ આજથી 27 વર્ષ જૂનો છે. પાકિસ્તાન સામેની કરાચી ટેસ્ટ દરમિયાન જાણીજોઈને ખરાબ રમવા બદલ તેને આ પૈસાની ઓફર કરવામાં આવી હતી.
એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મમાં તેણે ઘટસ્ફોટ કર્યો
એમેઝોન પ્રાઇમ પર પ્રસારિત થનારી તેમની નવી ડોક્યુમેન્ટ્રી 'શેન' આનો ઉલ્લેખ કર્યો છે. વોર્ને કહ્યું, મેચમાં ચાર દિવસની રમત થઈ હતી. અમે મેચ જીતવાના હતા. પરંતુ ત્યારપછી પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર સલીમ મલિકે મને કહ્યું કે ઘરઆંગણે મેચ હારવી અમારા માટે ખૂબ જ મુશ્કેલ છે. અમારા ઘરોને આગ લગાડવામાં આવતી હોય છે. અમારા પરિવારને તકલીફ પડી શકે છે.
આમ કહીને, મલિકે મને અને મારા એક સાથી ખેલાડીને સ્ટમ્પની બહાર બોલ નાખવા અને વિકેટ ન લેવાના બદલામાં લાંચ આપવાની ઓફર કરી. જો વોર્નની વાત માનવામાં આવે તો તે આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. થોડીવાર બેસીને તે આખી વાત સાંભળતો રહ્યો અને પછી ગુસ્સામાં પાકિસ્તાની ક્રિકેટર પર ભડકીને ત્યાંથી ચાલ્યો ગયો. તેમજ કહ્યું કે આવતીકાલે અમે તમને કોઈપણ સંજોગોમાં હરાવીશું.
વોર્ને આની ફરિયાદ ઉચ્ચ અધિકારી અને કેપ્ટનને કરી
વોર્નના જણાવ્યા પ્રમાણે તેણે તરત જ કેપ્ટન માર્ક ટેલર અને કોચ બોબ ટેલરને આ વાત કહી. બાદમાં મેચ રેફરીને પણ ફરિયાદ કરવામાં આવી હતી. જોકે ઓસ્ટ્રેલિયા આ મેચ જીતી શક્યું ન હતું. પાકિસ્તાને મેચ ડ્રોમાં રમી હતી. બાદમાં વર્ષ 2000માં સલીમ મલિક પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેણે પાકિસ્તાન માટે 103 ટેસ્ટ મેચ અને 283 વનડે રમી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.