તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Cricketer Chetan Sakaria's Father Dies Of Corona, Who Has Been Infected With Corona For The Last 11 Days

દુઃખદ:ભાવનગરના ક્રિકેટર ચેતન સાકરિયાના પિતાનું કોરોનાથી નિધન, છેલ્લા 11 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચેતન સાકરિયા - ફાઇલ તસવીર - Divya Bhaskar
ચેતન સાકરિયા - ફાઇલ તસવીર

ભાવનગરના યુવાન અને આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સની ટીમમાં આ વખતે રમીને શાનદાર બોલિંગથી સૌ કોઇના દિલ જીતનારા ચેતન સાકરિયાએ ભાઈ બાદ હવે પિતા કાનજીભાઈ સાકરિયાની છત્રછાયા પણ ગુમાવી છે. આમ, તેણે ટૂંકા ગાળામાં ભાઈ અને પિતા બંનેની છત્રછાયા ગુમાવી દીધી છે. ચેતનના પિતા છેલ્લા 11 દિવસથી કોરોનાગ્રસ્ત હતા અને બે દિવસથી તબિયત વધુ ગંભીર થયા તેમનું નિધન થયું હતું.

બે દિવસથી તબિયત લથડેલી હતી
આ અંગે એક વાતચીતમાં ચેતન સાકરિયાએ જણાવ્યું હતું કે મારા પિતા કોરોના સંક્રમિત થયા હોવાની મને થોડા દિવસ પહેલાં જાણ થઇ હતી. જોકે હું સમયસર પહોંચી ગયો હતો અને મને આઇપીએલમાં રમ્યો તેની રકમ મળી એમાં પિતાની સારવાર કરી હતી. ચેતન સાકરિયાના પિતાનાનો રિપોર્ટ આઠ દિવસ પહેલાં પોઝિટિવ આવ્યો હતો. ત્યારે તેના પિતાને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસમાં વધુ તબિયત લથડતાં આજ રોજ સવારે તેમનું મોત નીપજ્યું હતું. આ અગાઉ જાન્યુઆરીમાં ચેતનના નાના ભાઇ રાહુલે આત્મહત્યા કરી લીધી હતી. જોકે આ વેળાએ ચેતન ટી-20 સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં રમી રહ્યો હતો. એ સમયે મેચ શરૂ હોઈ મને ઘરનાએ કહ્યું પણ ન હતું. હું ઘરે ગયો પછી મને એની જાણ થઇ હતી.

હવે ઘરમાં માત્ર મામા એક જ મોભી રહ્યાંઃ ચેતન
હાલ અત્યારે ઘરમાં તેને કોઈ મોભીનો સહારો રહ્યો નથી, એટલે કે તેના પિતા કાનજીભાઈ મનજીભાઈ સાકરિયા​​​​​​નું નિધન થયું છે. હવે જીવનના સફરમાં માત્ર હવે મોભી તરીકે તેના મામાનો સહારો રહ્યો છે. આ વખતની આઇપીએલમાં કેટલીક મેચ રમીને ચેતને ખૂબ જ સુંદર પ્રદર્શન કર્યું છે. ઘણા દિગ્ગજ ક્રિકેટરો તેની બોલિંગના વખાણ કરી ચૂક્યા છે. તેણે કહ્યું હતુ કે હું સમયસર પહોંચી ગયો ને મારા પિતાની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવી ત્યારે સેવા કરવાનો મને મોકો મળ્યો. બાકી મારા ભાઇની આત્મહત્યા વખતે મેચો શરૂ હોઈ મને કહેવામાં આવ્યું ન હતું એનો મને આજેય વસવસો રહી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...