તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

5મી ટેસ્ટ રદ થતાં 'જાર્વો-69' સંકટમાં!:ક્રિકેટ ફેન્સે ત્રણવાર ચાલુ મેચમાં ધસી આવેલા જાર્વો અને ECBને આડે હાથ લીધા; સો.મીડિયામાં ગંભીર આરોપ લગાવ્યા

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માન્ચેસ્ટર ટેસ્ટ પહેલાં ઈન્ડિયન સપોર્ટ સ્ટાફ મેમ્બર પોઝિટિવ, પાંચમી ટેસ્ટ રદ

કોરોના કહેરના પરિણામે ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની સિરીઝની અંતિમ મેચ રદ કરવામાં આવી છે. તેવામાં આ સમાચાર પ્રકાશિત થયા પછી, અવાર-નવાર ચાલુ મેચમાં ધસી આવતો ક્રિકેટ ફેન જાર્વો ટ્વિટરમાં ટ્રેન્ડ થવા લાગ્યો હતો. જોકે આ વખતે સોશિયલ મીડિયા યૂઝર્સે તેના પર નિશાન સાધીને 5મી મેચ રદ કરવા પાછળ તેનું ષડયંત્ર હોવાના ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પાંચમી ટેસ્ટ પણ કોરોનાવાયરસના પરિણામે રદ કરવી પડી હતી, તેવામાં બાયો-બબલમાં રહેતા ખેલાડીઓ સાથે અચાનક મેદાનમાં ધસી આવતા જાર્વોએ કોવિડ પ્રોટોકોલ તથા સુરક્ષાનો ભંગ કર્યો હતો. જેથી ફેન્સ પણ તેના પર ગુસ્સે થયા હતા તો ચલો આપણે આ સમગ્ર વિવાદ પર એક નજર ફેરવીએ.....

જાર્વોએ 3 વાર મેદાનમાં એન્ટ્રી મારી
જાર્વોનું નામ ડેનિયલ જાર્વિસ છે. તે પોતાને ઈન્ડિયન ટીમનો પ્લેયર થતા ફેન માને છે. એટલું જ નહીં તે 3 મેચમાં ચાલુ મેચ દરમિયાન ખેલાડીઓ સામે આવી પહોંચ્યો હતો. જેના પરિણામે હેડિંગ્લેમાં તેના વિરૂદ્ધ કડક પગલાં પણ લેવાયા હતા અને ઓવલમાં તે બોલિંગ કરતો જોવા મળતા ખેલાડીઓની સુરક્ષાના મુદ્દાને ટાંકીને તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા અપીલ કરી હતી.

ફેન્સે જાર્વો અને ECB પર નિશાન સાધ્યું
સોશિયલ મીડિયામાં ઈન્ડિયન ફેન્સનું માનવું છે કે જાર્વોનું પિચમાં આવી રીતે ધસી આવવું એક જાણી જોઇને રચવામાં આવેલું ષડયંત્ર છે. તેવામાં ફેન્સ 5મી ટેસ્ટ રદ થવા પાછળ જાર્વોને જવાબદાર ઠેરવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મોટાભાગના ખેલાડીઓ પોતાના પરિવારથી દૂર બાયો-બબલમાં ચુસ્ત કોવિડ પ્રોટોકોલનું પાલન કરતા હોય છે, તેવામાં જાર્વો જેવા આઉટસાઇડર નિયમોનું ભંગ કરીને દરેક ખેલાડીને મુશ્કેલીમાં મૂકી શકે તેમ છે. ચલો આપણે આવાજ કેટલાક યૂઝર્સના ટ્વિટ પર નજર ફેરવીએ.....

હવે દર્શકો પણ જાર્વોથી કંટાળી ગયા
જાર્વોએ લોર્ડ્સ અને હેડિંગ્લે ટેસ્ટ દરમિયાન ગ્રાઉન્ડમાં ધમાલ કર્યા પછી ઘણા ઈન્ડિયન ફેન્સ તેને ફોલો કરવા લાગ્યા છે. જોકે ઓવલમાં તેની એન્ટ્રી પછી હવે ફેન્સ તેના આવા વર્તન સામે ગુસ્સે થઈ ગયા છે. કેટલાક યુઝર્સે કહ્યું કે જાર્વો હવે તે હદ કરી દીધી છે. આવું કરવાનું બંધ કરી દે. આ તમામ ઘટનાક્રમ પછી પાંચમી ટેસ્ટ મેચ કોરોના સંકટ વચ્ચે રદ થઈ જતા ક્રિકેટ ફેન્સ જાર્વો પર ભડક્યા છે.

ખેલાડીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો
જાર્વોની આ પ્રમાણેની પ્રતિક્રિયાઓથી ખેલાડીઓની સુરક્ષાઓ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં અત્યારે કોરોના મહામારી દરમિયાન ખેલાડીઓ સતત બાયોબબલમાં રહેતા હોય છે, જેથી જો ફેન્સ આ પ્રમાણે સુરક્ષાને તોડીને ખેલાડીઓને હેરાન કરવા મેદાનમાં ધસી આવે તો સંક્રમણ ફેલાવાનો પ્રશ્ન પણ ઊભો થઈ શકે છે.

જોકે હજુ સુધી કોઇએ ઈન્ડિયન ટીમના આ બ્રિટિશ પ્રશંસક સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી નથી, પરંતુ યોર્કશાયર કાઉન્ટીના હેડિંગ્લેમાં તેના પ્રવેશ પર આજીવન પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

ઈન્ડિયન પ્લેયર્સની પણ 2 ભૂલો
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી સિરીઝમાં કોરોનાની એન્ટ્રી પાછળ કયા કારણો હોઈ શકે છે? આ સવાલ દરેકના મનમાં ઘર કરી ગયો છે. તેવામાં ઈન્ડિયન પ્લેયર્સની પણ બેદરકારીના પરિણામે કોરોનાનો પગપેસારો થયો હોય એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. સંભવિત કારણો.....

  1. સિરીઝ શરૂ થાય એ પહેલા રિષભ પંત માસ્ક પહેર્યા વગર યૂરો કપની મેચ જોવા પહોંચ્યો હતો અને ત્યારપછી કોરોના સંક્રમિત થયો હતો.
  2. સિરીઝની ચોથી ટેસ્ટ મેચ પછી રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલી સહિત કેટલાક પ્લેયર્સે લંડનમાં એક બુક લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી. ત્યારપછી રવિવારે રવિ શાસ્ત્રી સહિત અન્ય સ્ટાફ મેમ્બર્સ કોવિડ પોઝિટિવ આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...