તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • The ICC Cricket Committee, Headed By A Former Spinner, Decided To Support The Umpires' Call, With Kohli Opposing The Rule.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરાટ અને કુંબલે ફરી એકબીજા સામે:ભૂતપૂર્વ સ્પિનરના નેતૃત્વમાં ICC ક્રિકેટ કમિટીએ અમ્પાયર્સ કોલને સપોર્ટ કરવાનો નિર્ણય કર્યો; કોહલીએ આ નિયમનો વિરોધ કર્યો હતો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ICC ક્રિકેટ કમિટીના સભ્યમાં અનિલ કુંબલે (જમણી બાજુ) અને શોન પોલક (ડાબી બાજુ) ઉપરાંત રાહુલ દ્રવિડ, એન્ડ્રુ સ્ટ્રોસ, માહેલા જયવર્ધનનો સમાવેશ થાય છે. - Divya Bhaskar
ICC ક્રિકેટ કમિટીના સભ્યમાં અનિલ કુંબલે (જમણી બાજુ) અને શોન પોલક (ડાબી બાજુ) ઉપરાંત રાહુલ દ્રવિડ, એન્ડ્રુ સ્ટ્રોસ, માહેલા જયવર્ધનનો સમાવેશ થાય છે.

તમામ વિરોધ વચ્ચે ICC ક્રિકેટ કમિટીએ ડિસિઝન રિવ્યૂ સિસ્ટમના અમ્પાયર્સ કોલને સપોર્ટ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતના ભૂતપૂર્વ સ્પિનર અનિલ કુંબલેના વડપણ હેઠળની સમિતિ આગામી સમયમાં યોજાનારી ICCના ચીફ એક્ઝિક્યુટિવની બેઠકમાં તેને યથાવત્ રાખવાની ભલામણ કરશે. ઇંગ્લેન્ડ સામે વનડે અગાઉ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ અમ્પાયર્સ કોલનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે એનાથી ગૂંચવણભરી સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે.

ખેલાડીઓ અને ફેન્સે નિયમો સારી રીતે સમજવાની જરૂર
ESPN ક્રિકેટઇન્ફોના અહેવાલ પ્રમાણે, માર્ચમાં યોજાયેલી ICC ક્રિકેટ કમિટીની બેઠકમાં સભ્યો એ નિર્ણય પર પહોંચ્યા હતા કે આ નિયમોને ખેલાડીઓ તથા ફેન્સે વધારે સારી રીતે સમજવાની જરૂર છે. કમિટીનું માનવું છે કે આ નિયમને એટલા માટે યથાવત્ રાખવો જોઈએ, કારણ કે બોલ ટ્રેકિંગ ટેકનોલોજી હંમેશાં 100 ટકા ખરી હોતી નથી.

ICC ક્રિકેટ કમિટીના સભ્યો.
ICC ક્રિકેટ કમિટીના સભ્યો.

કમિટીએ અધિકારીઓ અને બ્રોડકાસ્ટર્સ સાથે નિયમ અંગે વાતચીત કરી
કમિટીમાં કુંબલે ઉપરાંત અન્ય કેટલાક ભૂતપૂર્વ કેપ્ટન છે. તેમાં રાહુલ દ્રવિડ, ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન એન્ડ્રુ સ્ટ્રોસ, શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન માહેલા જયવર્ધને, દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન શોન પોલકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મેચ રેફરી રંજન મદુગલે અને અમ્પાયર રિચર્ડ ઈલિંગવર્થ તથા મિકી આર્થરનો પણ આ કમિટીમાં સમાવેશ થાય છે. અહેવાલ પ્રમાણે, કમિટીએ નિયમને લઈ અન્ય અધિકારીઓ, બ્રોડકાસ્ટર્સ અને હોક આઈ તથા બોલ ટ્રેકિંગ ટેકનોલોજી સપ્લાયર સાથે પણ વાતચીત કરી છે.

MCCના મેમ્બર્સ પણ નિયમને લઈ બે જૂથમાં વહેંચાયા
આ ઉપરાંત કમિટીએ ક્રિકેટના નિયમ બનાવતી સંસ્થા મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC)ના અન્ય સભ્યો સાથે પણ આ અંગે વાતચીત કરી છે. અહેવાલ પ્રમાણે, MCCના કેટલાક સભ્યો અમ્પાયર્સ કોલને લઈ નિયમ સાથે સહમત છે, જ્યારે કેટલાક ઈચ્છે છે કે આ નિયમની જગ્યાએ સિંપલ આઉટ અને નોટ આઉટ નિયમો લાગુ કરવામાં આવવા જોઈએ. જ્યારે આ અંગે ભારતીય અમ્પાયર નીતિન મેનનને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે એમાં કોઈ ફેરફાર કરવો જોઈએ નહીં.

અમ્પાયર્સ કોલ અંગે MCC મેમ્બર્સમાં અલગ-અલગ અભિપ્રાયો છે.
અમ્પાયર્સ કોલ અંગે MCC મેમ્બર્સમાં અલગ-અલગ અભિપ્રાયો છે.

ટેકનોલોજી 100 ટકા સાચી હોતી નથી, માટે અમ્પાયર્સ કોલ
અમ્પાયર મેનને ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે અમ્પાયર્સ કોલ ફક્ત એવી બાબતો માટે છે, જેમાં ખૂબ જ નજીકથી બાબતને તપાસવાની જરૂર હોય છે. એ બન્ને ટીમ પૈકી કોઈ એકની તરફેણમાં જાય છે. એ ઓન-ફિલ્ડ અમ્પાયરના ચુકાદા પર આધાર રાખે છે. એ કોઈ પર્ફેક્ટ ડિસિઝન નથી કે જેને બદલી શકાય છે; એમાં 50-50 હોય છે, જે કોઈની તરફેણમાં જઈ શકે છે. જ્યારે આપણે જાણીએ છીએ કે ટેકનોલોજી જ 100 ટકા પર્ફેક્ટ નથી તો આપણે અમ્પાયર્સ કોલનો ઉપયોગ કરી છીએ.

દર્શકોએ વધારે સારી રીતે ટેકનોલોજીને સમજવાની જરૂર
નીતિન મેનન કહે છે કે જ્યારે આપણે જાણીએ છીએ કે ટેક્નોલોજીમાં કોઈ ખામી છે, તોપણ નિર્ણય ઓન-ફિલ્ડ અમ્પાયર આપે છે. તેને સામાન્ય લોકોએ પણ સમજવાની જરૂર છે, કારણ કે તેને DRSમાં અમ્પાયર્સ કોલ અંગે વધારે જાણકારી હોતી નથી. અમ્પાયર્સ કોલને ફક્ત ખૂબ જ નજીકની બાબત હોય ત્યારે ઉપયોગ કરવામાં આવે છે અને ટેક્નોલોજી પણ એ કહી શકતી નથી કે દડો સ્પમ્પને હિટ કર્યો છે કે નહીં.

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં અનેક DRS લેવામાં આવ્યા.
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં અનેક DRS લેવામાં આવ્યા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો