શાર્દૂલ ઠાકુરના કોચનું સૂચન:WTC ફાઇનલમાં ઈશાંતને રિપ્લેસ કરવો સૌથી મોટી ભૂલ, શાર્દુલ ત્યારે જ રમી શકશે જ્યારે ટીમ ઈન્ડિયા 4 પેસર સાથે ઉતરશે

4 મહિનો પહેલા
  • WTC ફાઇનલમાં 4 ફાસ્ટ બોલર અને 1 સ્પિનર બેસ્ટ કોમ્બિનેશન રહેશે- દિનેશ લાડ

WTC ફાઇનલની પ્લેઈંગ-11 અંગે શાર્દૂલ ઠાકુર અને રોહિત શર્માના રોચ દિનેશ લાડે ઘટસ્ફોટ કર્યો હતો. તેઓ ઈશાંતના સ્થાને મોહમ્મદ સિરાજને તક આપવા અંગે સંમત નથી. દિનેશ લાડે કહ્યું જો ભારત 3 પેસર સાથે મેદાનમાં ઉતરે તો ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને બુમરાહને પસંદ કરવા જોઈએ. જો ચોથો વિકલ્પ હોય તો શાર્દૂલને તક આપવી જોઈએ. આ મેચ 18-22 જૂન દરમિયાન યોજાશે.

આની પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્પિનર હરભજન સિંહે કહ્યું હતું કે જો એ કેપ્ટન હોત તો ફાઇનલમાં 3 ફાસ્ટ બોલરની પસંદ કરી હોત અને પોતાની પ્લેઈંગ-11માં સિરાજ, શમી અને બુમરાહને પસંદ કર્યા હોત.

ફાઇનલમાં પ્રયોગો કરવા યોગ્ય નથી
દિનેશે કહ્યું હતું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ જેવા મહત્ત્વપૂર્ણ મહાસંગ્રામમાં ટીમની પ્લેઈંગ-11માં ફેરફાર અને પ્રયોગો કરવા યોગ્ય નથી. ટીમમાં સિરાજ અને શાર્દૂલ પહેલા ઈશાંતને પસંદ કરવો જોઈએ. ઈશાંત એક અનુભવી બોલર છે તથા એને ઈંગ્લેન્ડ અને સાઉથહેમ્પટનમાં રમવાનો પણ અનુભવ છે. જ્યારે તમે એને ટૂરમાં લઈ ગયા છો, તો ફાઇનલમાં પ્લેઈંગ-11ની અંદર સામેલ કરવો જ જોઈએ.

4 ફાસ્ટ બોલર અને 1 સ્પિનર બેસ્ટ કોમ્બિનેશન રહેશે
દિનેશ લાડે કહ્યું કે મારા મત મુજબ ભારતીય ટીમની પ્લેઈંગ-11માં ચાર ફાસ્ટ બોલરનો સમાવેશ કરવો જોઈએ. ફાઇનલ મેચમાં બુમરાહ, શમી અને ઈશાંતની સાથે શાર્દૂલ ઠાકુરને પણ તક મળવી જોઇએ. વળીં, પાંચમાં બોલર તરીકે રવીન્દ્ર જાડેજા અને અશ્વિન માંથી કોઈ એક બોલરની પસંદગી કરવી જોઇએ. ઠાકુરને સામેલ કરવાની સાથે ટીમમાં મીડિયમ પેસરની સાથે એક બેટ્સમેન પણ મળી જશે. શાર્દૂલે ઓસ્ટ્રેલિયા ટૂરમાં બોલ અને બેટ દ્વારા પોતાનો પરિચય આપી દીધો છે.

શાર્દૂલને તક આપવામાં આવશે તો ઓલરાઉન્ડ પ્રદર્શન કરશે
દિનેશ લાડે કહ્યું કે શાર્દૂલે પસંદગી પામ્યા પહેલા મારા સાથે ચર્ચા કરી હતી. મેં એને ટેકનિક કરતા ઓલરાઉન્ડ પ્રદર્શન દાખવવા પર જોર આપ્યું હતું. આવનાર સમયમાં એક ઓલરાઉન્ડર તરીકે ઠાકુર યોગ્ય વિકલ્પ રહેશે.

રોહિત હવે ટેસ્ટ માટે પરફેક્ટ
દિનેશ લાડે કહ્યું હતું કે રોહિત શર્મા હવે ટેસ્ટ ફોર્મેટ માટે પણ પરિપક્વ બેટ્મેન બની ગયો છે. જે પિચ પર અન્ય બેટ્સમેન અસમંજસમાં મુકાયા હતા, તેમાં રોહિતે સદી નોંધાવી હતી. ઓસ્ટ્રેલિયા ટૂરમાં રોહિતે પ્રશંસનીય બેટિંગ કરી હતી. જોકે હાઇસ્કોર નહોતો કરી શક્યો પરંતુ ઇંગ્લેન્ડ ટૂરમાં એ પોતાના પ્રદર્શનથી સાબિત કરી દેશે કે એ પરફેક્ટ બેટ્સમેન છે.

અન્ય સમાચારો પણ છે...