તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહામારીમાં ક્રિકેટ જગતથી સહાયતા:ક્રિકેટ આસ્ટ્રેલિયાએ ભારતની સહાયતા માટે 37 લાખ રૂપિયા ફાળવ્યાં; કહ્યું- કોવિડ વિરૂદ્ધની લડતમાં અમે ભારતની સાથે છીએ

11 દિવસ પહેલા
 • ઓસ્ટ્રલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ, સૌથી પહેલા સહાયતા માટે આગળ આવ્યો હતો

કોરોનાની બીજી લહેરના પગલે ભારત દેશ અત્યારે આરોગ્યલક્ષી સમસ્યાનો સામનો કરી રહ્યો છે, જેથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બોર્ડ પણ દેશની મદદ માટે આગળ આવ્યું છે. આ મહામારીનો સામનો કરવા માટે ક્રિકેટ ઓસ્ટ્રિલયાએ ભારતને 50 હજાર ડોલર એટલે કે 37 લાખ રૂપિયાની સહાયતા કરવાનો નિર્ણય લીધો છે. જેનાથી ભારતને કોરોના વિરૂદ્ધની લડતમાં સહાયતા રહેશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયા સારા મિત્રો છે. અમે ભારતની પરિસ્થિતિથી ચિંતિત છીએ અને અમે દેશની સાથે ઊભા છીએ.

બ્રેટ લી અને કમિન્સે પણ મદદ કરી હતી
આની પહેલા પેટ કમિન્સે 50 હજાર ડોલર ડોનેટ કર્યા હતા. જેનાથી પ્રભાવિત થઈને બ્રેટ લીએ પણ ભારતમાં ઓક્સિજનની અછત ન સર્જાય તેના માટે 1 બિટકોઈન (લગભગ 40 લાખ રૂપિયા) ડોનેટ કર્યો હતો.

ત્રણ ક્રિકેટરોએ IPLની આ સીઝન અધવચ્ચે છોડી
કોરોના મહામારીના પગલે IPL 2021માંથી 3 ક્રિકેટરોએ સીઝનને અધવચ્ચે છોડી દીધી હતી. જેમાં દિલ્હીના બોલર રવિચન્દ્રન અશ્વિન અને RCBના કેન રિચર્ડસન અને એડમ ઝેમ્પાના નામ સામેલ છે. રિચર્ડસન અને ઝેમ્પાને ઓસ્ટ્રેલિયાનું વિમાન ન મળતા અહીંયા જ અટવાયા છે. BCCIએ કહ્યું હતું કે લીગ પૂરી થશે ત્યારે અમે તમામ ખેલાડીઓને તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા હાથ ધરીશું.

ભારતીય ખેલાડીએ પણ સહાયતા કરી હતી
ભારતમાં ઓક્સિજનની અછતના પરિણામે ઘણા કોરોના પોઝિટિવ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યાં છે. આવી વિકટ પરિસ્થિતિમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે હાર્દિક પંડ્યાના પરિવારે 200 ઓક્સિજન કન્સન્ટ્રેટર નાના ગામમાં પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. આની પહેલા સચિન તેંડુલકરે 1 કરોડ રૂપિયા તથી શિખર ધવને 20 લાખ તથા મેચમાં જીતેલી ધનરાશિ પણ દાનમાં આપવાનો નિર્ણય કર્યો હતો. જયદેવ ઉનડકટે પણ પોતાની IPLની આવકનો 10 ટકા ભાગ દાનમાં આપવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી કેપિટલ્સની ફ્રેન્ચાઈઝીએ 2.50 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો