તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહામારીએ ક્રિકેટરને રોવડાવ્યો:ન્યૂઝીલેન્ડનો ખેલાડી ટિમ સેઈફર્ટ ચોધાર આંસુએ રડી પડ્યો; ભારતમાં કોરોનાનો અનુભવ શેર કરતી વેળાએ ભાવુક થયો

2 મહિનો પહેલા
ઓનલાઇન મીડિયા સાથેની ચર્ચામાં ટિમ સેઈફર્ટ ભાવુક થયો હતો.
  • સેઇફર્ટ ન્યૂઝીલેન્ડના ઘરમાં 14 દિવસના આઇસોલેશનમાં છે

ન્યૂઝીલેન્ડનો ખેલાડી ટિમ સેઈફર્ટ ઓનલાઇન માધ્યમથી મીડિયા સાથે વાત કરતા સમયે ભાવુક થઇ ગયો હતો. જ્યારે તે ભારતમાં પોતાના કોરોનાવાયરસ પોઝિટિવ આવ્યા પછીના અનુભવો અંગે જાણ કરી રહ્યો હતો, ત્યારે તેની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. કોરોના પોઝિટિવ હોવાને કારણે એને આઇસોલેટ કરાયો હતો. આ સમયે એની ટીમના અન્ય સાથી ખેલાડીઓ ચાર્ટર્ડ ફ્લાઇટથી પોતાના વતન જવા માટે નીકળી ગયા હતા. IPLની 14મી સિઝન પૂરજોશમાં અને સારી રીતે ચાલી રહી હતી. IPLની આ સીઝનની 50 ટકા મેચ પૂર્ણ થયા પછી અચાનક ટીમના બાયોબબલમાં કોરોનાએ પગપેસારો કર્યો હતો. મોટાભાગના ખેલાડીઓ અને સ્ટાફને કોરોના પોઝિટિવ આવતા ટૂર્નામેન્ટને અનિશ્ચિત સમયગાળા માટે સ્થગિત કરવામાં આવી છે.

સેઇફર્ટ ન્યૂઝીલેન્ડના ઘરમાં પણ 14 દિવસના આઇસોલેશન પર
IPL 2021માં ટિમ સેઇફર્ટ કોલકાતા નાઇટ રાઇડર્સનો ભાગ હતો. ટૂર્નામેન્ટ સ્થગિત થવાને કારણે ન્યુઝીલેન્ડના સાથી ખેલાડીઓ સાથે ટિમ સેઇફર્ટ પણ વતન પરત ફરવાની તૈયારીઓ કરી રહ્યો હતો. જેમાં કોવિડ પ્રોટોકોલ અંતર્ગત તેને RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો, આ ટેસ્ટમાં હલકા લક્ષણ સાથે એને પોઝિટિવ આવતા ભારે ચિંતામાં મુકાઇ ગયો હતો. ટિમ સેઇફર્ટ અત્યારે ન્યુઝીલેન્ડમાં પોતાના ઘરે 14 દિવસના આઇસોલેશનમાં છે. આ દરમિયાન એણે ઓનલાઇન વાતચીતમાં ભાગ લીધો હતો, જેમાં પોતાના કોવિડ અનુભવો અંગે જાણ કરતા સમયે તે ભાવુક થયો હતો.

KKR અને CSKના CEOએ ઘણી મદદ કરી
ટિમ સેઇફર્ટની સારવાર પણ ચેન્નઇ સુપર કિંગ્સના બેટિંગ કોચ માઇકલ હસી સાથે ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવી હતી. આ અંગે તેણે જણાવ્યું હતું કે જ્યારે મને જાણ થઇ હતી કે હું કોરોના પોઝિટિવ છું, ત્યારે જાણે મારા પગ નીચેથી જમીન ખસી ગઇ હોય એવો અનુભવ થયો હતો. મને નકારાત્મક વિચારો પણ આવવા લાગ્યા હતા કે બીમારીના કારણે મને આમ થયું તો? તેમ થયું તો?

આટલું કહેતાની સાથે જ એ થોડો ઢીલો પડી ગયો હતો, એણે પોતાની ભાવનાઓ પર કાબૂ મેળવ્યો અને પછી ફરીથી વાતચીતને આગળ વધારી હતી. સેઇફર્ટને KKRએ ગત સીઝનમાં યૂએસના ફાસ્ટ બોલર અલી ખાનના સ્થાન પર સાઇન કર્યો હતો અને ફેબ્રુઆરીમાં નિલામી સમયે પણ પહેલા સેઇફર્ટને રિટેન કરાયો હતો. જોકે, IPLની આ સીઝન સ્થગિત થઇ એ પહેલા સેઇફર્ટને એકપણ મેચ રમવાની તક અપાઇ નહોતી.

સેઇફર્ટે સકારાત્મક માનસિકતા રાખી હતી
ટિમ સેઇફર્ટે વધુમાં જણાવ્યું હતું કે તેઓએ આવા કપરા કાળમાં સાથ આપવા માટે બ્રેન્ડન મેક્કલમ અને સ્ટીફન ફ્લેમિંગનો આભાર વ્યક્ત કર્યો હતો. CSK અને KKRના CEOએ પણ આ સમયગાળા દરમિયાન મને સાજા થવામાં ઘણી સહાયતા કરી હતી અને સુનિશ્ચિત પણ કર્યું હતું કે હું ઝડપથી સાજો થઇ જાઉં. જ્યારે મારે ન્યૂઝીલેન્ડ પરત ફરવાનો સમય આવ્યો ત્યારે પણ આ બંને CEOએ મારી સહાયતા કરી હતી. સમયના પ્રવાહ સાથે સુધારો પણ આવતો ગયો, મારે બસ એટલુ ધ્યાન રાખવાનું હતું કે હું સકારાત્મક વિચારો સાથે આ રોગથી બહાર આવું.

મંગેતર પણ ખુશ
આ દરમિયાન વિકેટ કીપર બેટ્સમેનને સકારાત્મક માનસિકતા રાખવામાં ઘણી મદદ મળી હતી, કારણ કે 2 મહિનામાં તે લગ્ન કરવાનો હતો. ટિમ સેઇફર્ટે કહ્યું હતું કે મારી મંગેતર પણ ઘણી ખુશ હતી કે હું સમયથી પહેલા વતન પરત ફર્યો હતો. કારણ કે હવે હું એને લગ્નની ખરીદીમાં મદદ પણ કરી શકું એમ છું.

અન્ય સમાચારો પણ છે...