તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • CPL 2021 | Pollard Got Angry On Umpire, Said Are You Blind Or Not? And Move To The End Of The 30 Yard Circle

CPLમાં પોલાર્ડ V/S અમ્પાયર વિવાદ:વાઇડ બોલ ન આપતા પોલાર્ડ ભડક્યો, અમ્પાયરને કહ્યું- તું આંધળો છે કે શું? એમ કહીને 30 યાર્ડ સર્કલના છેડે જતો રહ્યો

17 દિવસ પહેલા
  • IPL-8માં પણ પોલાર્ડ અમ્પાયર અને ગેઇલ વચ્ચે ત્રિકોણીય વિવાદ સર્જાયો હતો

ક્રિકેટ મેદાન પર અવાર-નવાર બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે ઘર્ષણ થતું રહેતું હોય છે. એટલું જ નહીં ઘણીવાર તો ખેલાડીઓ અને સ્ટેન્ડ્સમાં બેઠેલા દર્શકો વચ્ચે પણ વિવાદ સર્જાતો હોય છે, પરંતુ અમ્પાયર અને ખેલાડી વચ્ચેનો વિવાદ ભાગ્યે જ જોવા મળે છે. તેવામાં કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)ની 9મી મેચ દરમિયાન કે.પોલાર્ડ અને અમ્પાયર્સ વચ્ચે મેદાન વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો.

વાઇડ બોલ ન આપ્યો હોવાથી અમ્પાયરથી પોલાર્ડ નારાજ
વેસ્ટ ઇન્ડિઝમાં અત્યારે કેરેબિયન પ્રીમિયર લીગ રમાઈ રહી છે. આ લીગની 9મી મેચ સેન્ટ લૂસિયા કિંગ્સ અને ત્રિનબાગો નાઈટ રાઈડર્સ સામે રમાઈ રહી હતી. જેમાં નાઈટ રાઇડર્સના કેપ્ટન પોલાર્ડ અને અમ્પાયર વચ્ચે વિવાદ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે ઈનિંગની 18.5મી ઓવરમાં વહાબ રિયાઝનો એક બોલ અમ્પાયરે વાઈડ ન આપતા બેટ્સમેન સહિત નોન સ્ટ્રાઇકર એન્ડ પર ઊભેલો પોલાર્ડ નારાજ થઈ ગયો હતો.

મેદાન પર થયો ડ્રામા, અમ્પાયરથી સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું પોલાર્ડે
19મી ઓવરમાં ટિમ સાઇફર્ટ અને પોલાર્ડ અમ્પાયરના આવા વલણથી નારાજ થઈ ગયા હતા. તે સમયે પોલાર્ડે અમ્પાયરને વાઈડ બોલ આપવા માટે પણ ટકોર કરી, પરંતુ તેમ ન થતા તે ગુસ્સે થઈને 30 યાર્ડ સર્કલના છેડે જઈને નોન સ્ટ્રાઇકર એન્ડ પર ઊભો રહી ગયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

IPL-8માં પણ અમ્પાયર તથા ગેઇલ સાથે બાખડેલો
IPL-8માં પણ અમ્પાયર તથા ગેઇલ સાથે બાખડેલો

ગેઇલ સાથે બબાલ, પોલાર્ડ ટેપ લગાવી મેદાનમાં આવ્યો
IPL-8 T-20મા મુંબઇ ઇન્ડિયન્સ તથા રોયલ ચેલેન્જર્સ બેંગલોરની મેચમાં વેસ્ટ ઇન્ડીઝના બે દિગ્ગજ ખેલાડીઓ પોલાર્ડ તથા ક્રિસ ગેઇલ વચ્ચેનો આંતરિક વિવાદ ચર્ચામાં રહ્યો હતો.

પોલાર્ડ બેંગલોરની ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં ગેઇલ સાથે શાબ્દિક ટપાટપી કરી રહ્યો હતો. અમ્પાયર રિચાર્ડ ઇલિંગવર્થ અને વિનીત કુલકર્ણીએ જ્યારે પોલાર્ડને ચેતવણી આપી ત્યારે તે દોડીને મુંબઇના ડગઆઉટમાં ગયો હતો અને પોતાનો વિરોધ નોંધાવા માટે સેલો ટેપ મોઢા પર લગાવી દીધી હતી.

શાકિબ પણ અમ્પાયર્સ પર ગુસ્સે થયો હતો
શાકિબ પણ અમ્પાયર્સ પર ગુસ્સે થયો હતો

બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબ પણ અમ્પાયર્સ સાથે વિવાદમાં ઘેરાયો
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ઢારા પ્રીમિયર લીગની એક મેચમાં બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને પણ મેદાન પર અમ્પાયર સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે શાકિબે અપીલ કરી હોવા છતા અમ્પાયરે બેટ્સમેનને આઉટ કરાર ન કરતા તે ગુસ્સે થયો હતો. એણે સ્ટમ્પ્સને લાત મારીને ઉખાડી ફેંક્યા હતા. જોકે ત્યારપછી તેને માફી માગવી પડી હતી.

IPL ફેઝ-1 પોઝિટિવ કેસ આવતાં સ્થગિત, ફેઝ-2 19 સપ્ટેમ્બરથી શરૂ થશે
તમને જણાવી દઇએ કે IPLનો પહેલો ફેઝ 9 એપ્રિલ 2021થી શરૂ થયો હતો, જેની ઓપનિંગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ હતી, જેમાં RCBની જીત થઈ હતી. જોકે IPLની 14મી સીઝનમાં 29 મેચ રમાયા પછી અલગ-અલગ ટીમના ખેલાડી કોરોના સંક્રમિત આવતાં લીગને સ્થગિત કરવાની ફરજ પડી હતી. હવે લીગનો સેકન્ડ ફેઝ 19 સપ્ટેમ્બરે UAEમાં રમાશે.

અન્ય સમાચારો પણ છે...