• Gujarati News
  • Sports
  • Cricket
  • CPL 2021 FINAL St. Kitts Became The Champion For The First Time, The Match Was Decided On The Last Ball; Dominic Drakes Scored 7 Runs In The Last Three Balls To Win The Team

CPLને મળી નવી ચેમ્પિયન ટીમ:સેન્ટ કિટ્સે રસાકસી બાદ છેલ્લા બોલ પર મેચ જીતી, ડોમિનિકે છેલ્લા 3 બોલમાં 7 રન કરી જીત અપાવી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
સેન્ટ કિટ્સે 3 વિકેટથી મેચ જીતી - Divya Bhaskar
સેન્ટ કિટ્સે 3 વિકેટથી મેચ જીતી

કેરેબિયન પ્રીમિયર લીગ 2021ને ડ્વેન બ્રાવોની કેપ્ટનશિપ હેઠળ સેન્ટ કિટ્સ એન્ડ પેટ્રિયટ્સે જીતી લીધી છે. જેની ફાઇનલમાં બ્રાવોની ટીમે સેન્ટ લૂસિયાને 3 વિકેટથી હરાવ્યું હતું.

સેન્ટ લૂસિયા કિંગ્સે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કિંગ્સે રહકીમ કોર્નવોલ, કીમો પોલ અને રોસ્ટન ચેઝની ઈનિંગની સહાયથી 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 159 રન કર્યા હતા. જે સ્કોરને ચેઝ કરીને સેન્ટ કિટ્સની ટીમે છેલ્લા બોલ પર મેચ જીતીને ટાઇટલ પોતાને નામ કર્યું હતું.

છેલ્લા 3 બોલમાં ડ્રેક્સ 7 રન કરી જીત્યું ટાઇટલ
લક્ષ્યનો પીછો કરતા સેન્ટ કીટ્સ અને નેવિસ પેટ્રિઅટ્સને જીતવા માટે છેલ્લી 3 ઓવરમાં 31 રનની જરૂર હતી અને તેમની પાંચ વિકેટ પડી ગઈ હતી. ડોમિનિક ડ્રેક્સ અને ફેબિયન એલન પીચ પર હાજર હતા. બંને ખેલાડીઓએ 18મી ઓવરમાં 10 રન ઉમેર્યા હતા. હવે બે ઓવરમાં જીતવા માટે 21 રનની જરૂર હતી.

વહાબ રિયાઝે 19મી ઓવરમાં 11 રન આપ્યા હતા, પરંતુ આ ઓવરના પ્રથમ બોલ પર એલન (20) અને પાંચમા બોલ પર શેલ્ડન કોટ્રેલ રન આઉટ થયા હતા. છેલ્લા ત્રણ બોલમાં ટીમને જીત માટે 7 રનની જરૂર હતી. કેસરિક વિલિયમ્સના બોલ પર ડ્રેક્સે પ્રથમ બે રન બનાવ્યા, પછી ચાર મૂકીને અને છેલ્લા બોલમાં એક સિંગલ લઈને ટીમને પ્રથમ વખત ટાઇટલ જીતવા માટે સ્કોર સરભર કર્યો હતો.

સેન્ટ કિટ્સની ખરાબ શરૂઆત
લક્ષ્યનો પીછો કરતા સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિઅટ્સની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર ક્રિસ ગેલ એક પણ રન કર્યા વગર ચાર બોલનો સામનો કર્યા બાદ પેવેલિયન પરત ફર્યો હતો. આની સાથે જ અત્યારસુધી ટીમ માટે જેકપોટ સાબિત થયેલા એવિન લેવિસ પણ વહાબ રિયાઝના બોલ પર કેચ આઉટ થયો હતો. ત્યારપછી, જોશુઆ ડી સિલ્વાએ 32 બોલમાં 37 રન અને શેરફેન રધરફોર્ડે 22 બોલમાં 25 રન કર્યા હતા. આ બંનેના આઉટ થયા બાદ બ્રાવો પણ વધારે કરી શક્યો નહીં અને 8 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો.

કીમો પોલે સેન્ટ લૂસિયાની ઈનિંગ સંભાળી
એક સમયે કિંગ્સની 5 વિકેટ 100 રનમાં પડી ગઈ હતી. વળી 7મા નંબર પર બેટિંગ કરવા આવેલા કીમો પોલે ઈનિંગ સંભાળીને 21 બોલમાં પાંચ છગ્ગાની સહાયથી 39 રન કર્યા હતા. સેન્ટ કિટ્સ દ્વારા ફવાદ અહેમદ અને નસીમ શાહે 2-2 વિકેટ લીધી, જ્યારે ફેબિયન એલેન, ડોમનિક ડ્રેક્સ અને જોન રૂસ જેગેસરે 1-1 વિકેટ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...