તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • CPL 2021 | Dwayne Bravo Did Not Inherit Ashwin, Embracing Non striker Hafeez Instead Of Running Out; Know What Is Makanding?

CPLમાં 'માંકડિંગ' વિવાદ!:ડ્વેન બ્રાવોએ અશ્વિનનો વારસો ન લીધો, નોન સ્ટ્રાઇકર હફિઝને રનઆઉટ કરવાને બદલે ભેટી પડ્યો; જાણો માંકડિંગ એટલે શું?

એક મહિનો પહેલા
  • અશ્વિને IPL-2019માં જોસ બટલરને રનઆઉટ કર્યો હતો, તે સમયે માંકડિંગ વિવાદ વકર્યો હતો

કેરેબિયન પ્રીમિયર લીગની પાંચમી મેચમાં ડ્વેન બ્રાવો અને હફીઝ, અલગ-અલગ ટીમમાં હોવા છતાં બંને વચ્ચે ભાઈચારો જોવા મળ્યો હતો. નેવિસ પેટ્રીઓટ્સ ટીમના કેપ્ટન ડ્વેન બ્રાવો, બોલિંગ દરમિયાન નોનસ્ટ્રાઈકર એન્ડ પર ક્રીઝની બહાર આવી પહોંચેલા બેટ્સમેન મોહમ્મદ હફીઝને રનઆઉટ (માંકડિંગ) કરવાને બદલે ભેટી પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે IPL 2019માં રવિચંદ્રન અશ્વિને બોલિંગ દરમિયાન જોસ બટલરને રનઆઉટ (માંકડિંગ) કરતા ભારે વિવાદ સર્જાયો હતો. તો ચલો આપણે આ મેચમાં બ્રાવોની પ્રતિક્રિયાની સાથે માંકડિંગ એટલે શું એના વિશે માહિતી મેળવીએ....

બ્રાવોએ હફીઝને રનઆઉટ (માંકડિંગ) ન કર્યો
CPLની પાંચમી મેચની છેલ્લી ઓવરમાં ડ્વેન બ્રાવોએ પોતાનું રનઅપ લીધા પછી બોલ રિલીઝ કરવાને બદલે નોટસ્ટ્રાઇકર ક્રીઝ બહાર હોવાથી ચેતવણી આપી હતી. જોકે બ્રાવોએ મોહમ્મદ હફીઝને રનઆઉટ (માંકડ) કરવાને બદલે ભેટી પડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. કેટલાક યૂઝર્સે તો રવિચંદ્રન અશ્વિન પર કટાક્ષ કરતા IPL-2019ની યાદ અપાવી હતી. જોકે આ મેચ ડ્વેન બ્રાવોની ટીમ સેન્ટ કિટ્સે આ મેચ જીતી લીધી હતી.

માંકડ રનઆઉટ એટલે શું?
જો બોલર બોલ રિલીઝ કરે તે પહેલા નોનસ્ટ્રાઇકર બેટ્સમેન ક્રીઝની બહાર આવી પહોંચે અને બોલર તેને આઉટ કરી દે તેને 'માંકડ' રન આઉટ કહેવાય છે. જો સ્પોર્ટ્સમેન સ્પિરિટની વાત કરીએ તો બોલર આમ કરતા પહેલા નોનસ્ટ્રાઇકરને 2 વાર ચેતવણી પણ આપી શકે છે.

IPL-2019માં અશ્વિને બટલરને રનઆઉટ કર્યો હતો
રાજસ્થાન-પંજાબ વચ્ચે રમાયેલી મેચમાં રાજસ્થાનની ટીમ 184 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહી હતી. તેવામાં RRના જોસ બટલર 69 રને ક્રીઝ પર બેટિંગ કરી રહ્યો હોવાથી પંજાબની ટીમ સામે હારનું જોખમ મંડરાઈ રહ્યું હતું. તેવામાં અશ્વિને ઈનિંગની 13મી ઓવરના પાંચમા બોલને નહતો ફેંક્યો અને ક્રીઝની બહાર આવી પહોંચેલા જોસ બટલરને રનઆઉટ કર્યો હતો.

જોસ બટલર આવી રીતે આઉટ થયા પછી અશ્વિન પર ગુસ્સે થઈ ગયો હતો અને ત્યારપછી આ માંકડિંગ વિવાદ વકર્યો હતો. તેવામાં રાજસ્થાનના સ્ટાર બેટ્સમેન બટલરની આમ વિકેટ પડી જતા, RRની ટીમ આ મેચ હારી ગઈ હતી.

વીનૂ માંકડના નામ પર આવા રનઆઉટને 'માંકડિંગ' કહેવાય છે
1947 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાયેલી ટેસ્ટમેચમાં વિનુ માંકડે નોન સ્ટરાઇકર બિલ બ્રાઉનને પોતાની બોલિંગમાં બોલ રિલીઝ કરતા પહેલાં આઉટ કર્યો હતો એ સાથે ઇતિહાસમાં આ આઉટ કરવાના પ્રકારને માંકડિંગ કહેવામાં આવે છે. કપિલ દેવ, દીપક પટેલ, ચાર્લી ગ્રિફિથ, ઇવાન ચેટફિલ્ડ જેવા મહાન બોલરો પણ ક્યારેક ને ક્યારેક માંકડિંગ સાથે સંકળાયેલા છે.

તે સમયે નિષ્માતોએ એવી દલીલો પણ કરી હતી કે બોલરે બોલ નાખ્યા પહેલાં ક્રીઝની બહાર આવી પહોંચેલા નોટ સ્ટ્રાઇકરને એક વોર્નિંગ આપવી જોઈએ, જો ત્યારપછી પણ બેટ્સમેન અવાર-નવાર ક્રીઝની બહાર આવે તો તેને આઉટ કરવો યોગ્ય કહેવાય.

અન્ય સમાચારો પણ છે...