તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:ઇંગ્લેન્ડ જનાર ખેલાડીઓના ઘરે જ કોરોના ટેસ્ટ કરાશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • BCCI 3 ટેસ્ટ કરાવશે, પરિવારનો પણ થશે ટેસ્ટ

વિરાટ કોહલીના સુકાની પદ હેઠળ 20 સભ્યોની ભારતીય ટીમ અને 4 સ્ટેન્ડ-બાય ખેલાડીઓ 2 જુનના રોજ ઇંગ્લેન્ડના પ્રવાસે રવાના થશે. આઈપીએલ સ્થગિત થતા બધા ખેલાડીઓ પોતાના ઘરે પરત પહોંચી ગયા હતા. ઇંગ્લેન્ડ જનાર ખેલાડીઓ માટે BCCI દેશમાં જ 2 સપ્તાહનું બાયો-બબલ બનાવી રહ્યું છે.

આ બબલમાં ખેલાડી, સપોર્ટ સ્ટાફ અને તેમના પરિવારના સભ્યો રહેશે. રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈ ઇંગ્લેન્ડ જનાર ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ કરાવશે. તેની સાથે ઇંગ્લેન્ડ જનાર પરિવારના સભ્યોનો પણ ટેસ્ટ થશે. ત્યાર બાદ ખેલાડી 19 મેના રોજ બાયો-બબલમાં એન્ટ્રી કરશે. BCCIના દરેક ખેલાડીના ઘરે મેડિકલ ટીમ મોકલશે. જે તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ કરશે.

આ આવનારા થોડા દિવસોમાં થઇ જશે. BCCIએ ખેલાડીઓ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. ક્વોરન્ટાઇન સમય પૂરો થાય ત્યાર સુધી બધાના ત્રણ આરટી-પીસીઆર ટેસ્ટ થશે. ક્વોરન્ટાઇનમાં પણ તેમના ટેસ્ટ થશે. કોહલી, રોહિત, રહાણે જેવા મુંબઈમાં રહેનાર ખેલાડીઓને ક્વોરન્ટાઇનમાં એક સપ્તાહની છૂટ રહેશે. પણ આ સમય દરમ્યાન ઘરની બહાર જઇ નહીં શકે.

ઇંગ્લેન્ડ જનાર 90% ખેલાડીઓએ વેક્સીનનો પહેલો ડોઝ લઇ લીધો છે. BCCI ઇંગ્લેન્ડમાં જ તેનો બીજો ડોઝની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરી રહી છે. ભારતીય ટીમના ઇંગ્લેન્ડ પ્રવાસમાં 18 થી 22 જુન સુધી ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમવાની છે.

ઇંગ્લેન્ડ બાદ હવે ન્યુઝીલેન્ડના ખેલાડીઓનું IPL માં રમવા પર શંકા
IPLની બાકીની મેચનું આયોજન કરવું BCCI માટે મોટો પડકાર છે. બોર્ડને એક વિન્ડો શોધી રહ્યું છે. પણ તેમાં વિદેશી ખેલાડીઓના રમવા પર સંશયની સ્થિતિ છે. IPL જો ટી20 વર્લ્ડ કપથી પહેલ થાય છે તો તેમાં ન્યુઝીલેન્ડના ખેલાડીઓનું રમવું મુશ્કેલ થઇ શકે છે. ન્યુઝીલેન્ડને સપ્ટેમ્બરમાં પાકિસ્તાન સામે ત્રણ વન-ડે અને 3 ટી20 મેચમી સીરિઝ રમવાની છે. એવામાં વિલિયમ્સન, બોલ્ટ, એડમ મિલને, સેંટનર, સીફર્ટ, જેમિસન જેવા ખેલાડીઓ લીગમાં નહીં રમી શકે.

અન્ય સમાચારો પણ છે...