તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Corona Infected A South African Player Before The Limited overs Series; The Other 2 Players Who Came In Contact Also Isolated

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇંગ્લેન્ડનો સાઉથ આફ્રિકા પ્રવાસ:લિમિટેડ ઓવરની સીરિઝ પહેલા સાઉથ આફ્રિકાનો એક ખેલાડી કોરોના સંક્રમિત; સંપર્કમાં આવનાર અન્ય 2 ખેલાડીઓ પણ આઇસોલેટ

કેપ ટાઉન8 દિવસ પહેલા
 • કૉપી લિંક
સાઉથ આફ્રિકા ઇંગ્લેન્ડ સામે 3 વનડે અને 3 T-20ની સીરિઝ રમશે. પહેલી મેચ 27 નવેમ્બરે કેપટાઉનમાં રમાશે.

ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે થનાર વનડે અને T-20 સીરિઝ પહેલા સાઉથ આફ્રિકાના એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેના સંપર્કમાં આવનાર અન્ય બે ખેલાડીઓને પણ કેપ ટાઉનમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે. બીજી તરફ, ઇંગ્લેન્ડની ટીમ સાઉથ આફ્રિકા પહોંચી ગઈ છે. તમામ ઇંગ્લિશ ખેલાડીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેઓ બાયો-બબલમાં ટ્રેનિંગ કરી રહ્યા છે.

બાયો-બબલમાં એન્ટ્રી પહેલા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો
ક્રિકેટ સાઉથ આફ્રિકા અનુસાર કેપ ટાઉનમાં બાયો-બબલમાં પ્રવેશ પહેલા ખેલાડીઓ સહિત 50 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં એક ખેલાડીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેના સંપર્કમાં આવનાર બે ખેલાડીઓને પણ આઇસોલેટ કરવામાં આવ્યા છે. ત્રણેય ખેલાડીઓને મેડિકલ ટીમ સતત મોનિટર કરી રહી છે. ક્રિકેટ બોર્ડ અનુસાર આ ત્રણેય ખેલાડીઓના સ્થાન પર ટીમમાં કોઈ નવા ખેલાડીઓને સામેલ કરવામાં આવશે. પરંતુ 21 નવેમ્બરની પ્રેક્ટિસ મેચમાં 2 ખેલાડીઓને એડ કરવામાં આવશે.

શેડ્યૂલ:

 • 27 નવેમ્બરે પ્રથમ T-20, ન્યૂલેન્ડ્સ, કેપ ટાઉન
 • 29 નવેમ્બરે બીજી T-20, બોલેન્ડ પાર્ક, પાર્લ
 • 01 ડિસેમ્બરે ત્રીજી T-20, ન્યૂલેન્ડ્સ, કેપ ટાઉન
 • 04 ડિસમેંબ્રે પ્રથમ વનડે, ન્યૂલેન્ડ્સ, કેપ ટાઉન
 • 06 ડિસેમ્બરે બીજી વનડે, બોલેન્ડ પાર્ક, પાર્લ
 • 09 ડિસેમ્બરે ત્રીજી વનડે, ન્યૂલેન્ડ્સ, કેપ ટાઉન

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો