• Home
  • Sports
  • Cricket
  • Corona Impact: IPL unlikely to be played, BCCI could lose Rs 4,000 crore and each franchise 100 crores

કોરોનાની અસર: IPL રમાય તેવી સંભાવના બહુ ઓછી, BCCIને 4 હજાર કરોડ અને દરેક ફ્રેન્ચાઇઝને 100 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે

IPLની પહેલી મેચ 29 માર્ચે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે રમાવવાની હતી.
IPLની પહેલી મેચ 29 માર્ચે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે રમાવવાની હતી.
X
IPLની પહેલી મેચ 29 માર્ચે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે રમાવવાની હતી.IPLની પહેલી મેચ 29 માર્ચે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે રમાવવાની હતી.

  • મેની શરૂઆતમાં IPL કરાવવાની અંતિમ તક, 2009ની જેમ 37 દિવસમાં 59 મેચ રમાઈ શકે છે

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 02:20 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક. દેશમાં વધી રહેલા કોરોનાવાઈરસના પ્રકોપના કારણે આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રમાઈ તેની સંભાવના બહુ ઓછી છે. IPL 29 માર્ચથી શરૂ થવાની હતી પરંતુ પરિસ્થિતિ જોતા BCCIએ તેને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી હતી. BCCIના એક અધિકારીએ જણાવ્યું કે, મે મહિનાની શરૂઆતમાં ટૂર્નામેન્ટ રમાડવાની છેલ્લી તક છે. જો તેમ ન થાય તો આ વર્ષે IPL રમાશે નહિ. તેવામાં BCCIને 4 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થશે. તેને સૌથી વધુ નુકસાન બ્રોડકાસ્ટિંગ રાઇટ્સથી થશે. બોર્ડને બ્રોડકાસ્ટર તરફથી એક સીઝન માટે 3 હજાર 269 કરોડ રૂપિયા મળે છે. જ્યારે દરેક ફ્રેન્ચાઇઝને 100-100 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

સપ્ટેમ્બરમાં એશિયા કપ અને ઓક્ટોબરમાં T-20 વર્લ્ડ કપ છે
BCCI અધિકારીએ કહ્યું, આશા છે કે IPL મેની શરૂઆતમાં રમાઈ શકશે. તેનું ફોર્મેટ પણ નાનું હશે. બોર્ડે જે રીતે 2009માં લોકસભા ઇલેક્શન વખતે ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું, આ વખતે પણ તે રીતે કરી શકે છે. ત્યારે 37 દિવસમાં 59 મેચો રમાઈ હતી. અમુક અધિકારીઓએ IPL સપ્ટેમ્બરમાં કરાવવાની વાત કરી હતી, જોકે તે દરમિયાન એશિયા કપ અને પછી ઓક્ટોબરમાં T-20 વર્લ્ડ કપ છે.

બોર્ડને બ્રોડકાસ્ટર તરફથી એક સીઝન માટે 3 હજાર 269 કરોડ રૂપિયા મળે છે

  • એક મેચ માટે 55 કરોડ રૂપિયા મળે છે: સ્ટારે IPLના બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ 5 વર્ષ માટે 16,347.5 કરોડમાં ખરીદ્યા છે. મેચ માટે 55 કરોડ એટલે કે બોલ દીઠ 23.3 લાખ રૂપિયા મળે છે.
  • બ્રોડકાસ્ટર સ્ટારને 3300 કરોડનું નુકસાન: બ્રોડકાસ્ટર સ્ટારને અપેક્ષા હતી કે રૂ. 3300 કરોડના ટીવી ડિજિટલ જાહેરાત આવક પેદા કરશે. તેણે પહેલેથી જ 90% જાહેરાત સ્લોટ વેચી દીધા હતા.
  • ફેસબુક સાથે ડિજિટલ રાઇટ્સ માટે 399 કરોડનો કરાર: BCCIએ ડિજિટલ પ્લેટફોર્મ પર મેચના ટેલિકાસ્ટ માટે ફેસબુક સાથે 399 કરોડનો સોદો કર્યો હતો. જો ટુર્નામેન્ટ યોજાતી નથી, તો બોર્ડને નુકસાન થશે.
  • ખેલાડીઓને લગભગ 680 કરોડનું નુકસાન: ખેલાડીઓને આપવા માટે ફ્રેન્ચાઇઝીને 85 કરોડ મળે છે. જો IPL ન રમાય તો, 8 ટીમોએ ખેલાડીઓને 680 કરોડ ચૂકવવા પડશે નહીં.
  • ફ્રેન્ચાઇઝીઓને 2.5 થી 4 કરોડનું નુકસાન: IPL રદ થતાં ફ્રેન્ચાઇઝી દરેક મેચમાંથી 2.5 થી 4 કરોડનું નુકસાન કરી શકે છે. જર્સીની જાહેરાતથી લઈને હોર્ડિંગ્સ સુુધી ફ્રેેન્ચાઇઝ બધામાં કમાય છે.
  • ટાઈટલ સ્પોન્સર પણ નહીં આપે 439 કરોડ: વીવોએ પાંચ વર્ષ માટે 2 હજાર 199 કરોડમાં IPLની ટાઇટલ સ્પોન્સરશિપ જીતી હતી. એટલે કે, એક સીઝન માટે લગભગ 439 કરોડ રૂપિયા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી