તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી વનડે દરમિયાન 'FAKE FIELDING'નો વિવાદ સામે આવ્યો છે. સાઉથ આફ્રિકાના વિકેટકીપર કવિન્ટન ડી કોકે પાકિસ્તાની બેટ્સમેન ફકર ઝમાનને આઉટ કરવા તેનું ધ્યાન વિચલિત કર્યું હતું, તેની ક્રિકેટ પંડિત અને ફેન્સ સોશિયલ મીડિયા પર ભારે ટીકા કરી રહ્યા છે. ખરેખરમાં શું છે FAKE FIELDING અને આ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)નો નિયમ શું છે તે જાણીએ. અને તે પહેલાં આખી ઘટનાને સમજીએ.
કેવી રીતે થયો ફકર ઝમાન રનઆઉટ
રનચેઝની અંતિમ ઓવરમાં પાકિસ્તાનને જીત માટે એક ઓવરમાં 31 રનની જરૂર હતી. ત્યારે લૂંગી ગિડીએ નાખેલા 50મી ઓવરના પ્રથમ બોલને ફકર ઝમાને લોન્ગ-ઓન પર માર્યો. તે બીજો રન લેવા માટે દોડ્યો. સાઉથ આફ્રિકાના વિકેટકીપર કવિન્ટન ડી કોકે રનઆઉટ માટેની તક ઊભી કરવા નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઈશારો કર્યો, જેનાથી ઝમાનને લાગ્યું કે થ્રો તેની તરફ નથી આવી રહ્યો. તેણે પાછળ ફરીને જોયું પણ ખરી. જોકે, થ્રો તેની તરફ (સ્ટ્રાઈકર એન્ડ) પર જ આવી રહ્યો હતો. તે રનઆઉટ થઈ ગયો.
ઘટનાનો વીડિયો
The more I see this the more I dislike the obvious deception. #SAvPAK https://t.co/Slx7LwsJv6
— Alan Wilkins (@alanwilkins22) April 4, 2021
Brilliant from Quinton de Kock pic.twitter.com/FTt8xUyIUw
— Ibrahim (@Ibrahim_elat) April 4, 2021
બેટ્સમેનનું ધ્યાન વિચલિત કરવા અથવા તેને ઓબ્સ્ટ્રક્ટ કરવા પર આ છે ICCના નિયમ
41.5.1: એકવાર સ્ટ્રાઈકર બોલનો સામનો કરે, તે પછી કોઈપણ ફિલ્ડર તેનું ધ્યાન વિચલિત કરે અથવા તેને રન લેતા ઓબ્સ્ટ્રક્ટ કરે તો તે ખોટું છે. ફિલ્ડર કંઈપણ બોલીને કે એક્શન દ્વારા આવું કરી શકતો નથી.
41.5.2: ગ્રાઉન્ડ પર હાજર અમ્પાયર્સે નિર્ણય લેવાનો છે કે જાણીજોઈને ધ્યાન વિચલિત કરવામાં આવ્યું છે કે નહીં.
41.5.3: જો કોઈ અમ્પાયરને લાગે કે આવું જાણીજોઈને કરવામાં આવ્યું છે તો તરત જ ડેડ બોલનું સિગ્નલ આપશે તેમજ બીજા અમ્પાયરને આ અંગે જાણ કરશે.
41.5.4: એ બોલ પર કોઈપણ બેટ્સમેન આઉટ થયો હશે તો આઉટ ગણાશે નહીં.
તેમજ બોલિંગ એન્ડ તરફનો અમ્પાયર;
- બેટિંગ ટીમને 5 રન એવોર્ડમાં આપશે, બોલિંગ ટીમને પેનલ્ટી.
- ફિલ્ડિંગ ટીમના કપ્તાનને આ અંગે જાણ કરશે. બેટિંગ ટીમના કપ્તાનને પણ આ માહિતી આપવામાં આવશે.
41.5.7: બોલને ગણવામાં નહીં આવે. એટલે કે તે બોલ કાઉન્ટ નહીં થાય.
41.5.8: બેટિંગ ટીમે બોલ પર કરેલા રન ગણાશે. પેનલ્ટી ઉપરાંત આ રન ગણાશે. તેમજ કોઈ રન પ્રોગ્રેસમાં હોય તો એ પણ કાઉન્ટ થશે.
41.5.9: પિચ પર ઊભા બંને બેટ્સમેન નક્કી કરશે કે આગામી બોલમાં કોણ સ્ટ્રાઇક લેશે.
41.5.10: અમ્પાયર્સ આ અંગે ICC મેચ રેફરીને પણ જાણ કરશે, જે પોતાની રીતે ફિલ્ડર સામે યોગ્ય એક્શન લેશે.
ગ્રાઉન્ડ અમ્પાયર ફેક ફિલ્ડિંગ કાઉન્ટ કરત તો શું થાત?
ડી કોકે ઝમાનને આઉટ કરવા જે ટ્રીક કરી તેની સામે મેચમાં અમ્પાયર્સે વાંધો ઉઠાવ્યો નહોતો. જોકે, તેવો વાંધો ઉઠાવત અને ફેક ફિલ્ડિંગ તરીકે આને કાઉન્ટ કરત તો શું થાત? તો પાકિસ્તાનને પેનલ્ટી એવોર્ડના 5 રન સહિત કુલ 7 રન મળત. બોલ કાઉન્ટ ન થયો હોત, એટલે કે 1 ઓવરમાં 31ની જગ્યાએ 1 ઓવરમાં 24 રન કરવાના હોત.
સાઉથ આફ્રિકા 17 રને જીત્યું, ઝમાનની 193 રનની ઇનિંગ્સ પાણીમાં
મેચમાં સાઉથ આફ્રિકાની ટીમે પાકિસ્તાનને 17 રને માત આપી. પ્રથમ બેટિંગ કરતાં પ્રોટિયાસે 50 ઓવરમાં 6 વિકેટે 341 રન બનાવ્યા. જવાબમાં પાકિસ્તાન 50 ઓવરમાં 9 વિકેટે 324 રન જ કરી શક્યું. પાકિસ્તાને એકસમયે 120 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ફકર ઝમાને શાનદાર ઇનિંગ્સ રમતાં 155 બોલમાં 18 ફોર અને 10 સિક્સની મદદથી 193 રન બનાવ્યા. ઝમાન ટીમને ફિનિશિંગ લાઈન ક્રોસ ન કરાવી શક્યો એ અલગ વાત છે.
વનડેમાં બીજી ઇનિંગ્સમાં સર્વાધિક વ્યક્તિગત સ્કોર
ઝમાનનો હારેલી મેચમાં બીજો સર્વાધિક સ્કોર
જે વનડેમાં કોઈ ટીમે મેચ ગુમાવી હોય તેવામાં સર્વાધિક રનનો રેકોર્ડ ઝિમ્બાબ્વેના ચાર્લ્સ કોવેન્ટ્રીના નામે છે. તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ 194 રન બનાવ્યા હતા. 193 રન સાથે ઝમાન હવે આ સૂચિમાં બીજા સ્થાને છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.