તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Consideration On Betting League In India, Minister Of State For Finance Anurag Says Will Get Revenue Of Thousands Of Crores Of Rupees

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટમાં સટ્ટાબાજી:ભારતમાં બેટિંગ લીગલ કરવા પર વિચાર, નાણા રાજ્યમંત્રી અનુરાગે કહ્યું - હજારો કરોડ રૂપિયાની રેવન્યૂ પણ મળશે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
BCCIના પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે કહ્યું- ક્રિકેટમાં બેટિંગને લીગલાઇઝ કરવી ફિક્સિંગને રોકવા માટેનું એક અસરકારક પગલું સાબિત થઇ શકે છે.

ભારતીય સરકાર ક્રિકેટમાં સટ્ટાબાજીને લીગલ કરવા પર વિચાર કરી રહી છે. કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે ગુરુવારે એક કાર્યક્રમમાં આ વાત કહી છે. BCCIના પૂર્વ અધ્યક્ષ અનુરાગે કહ્યું કે, બેટિંગ લીગલ થવાથી સરકારને હજારો કરોડ રૂપિયાની રેવન્યૂ પણ મળશે.

અનુરાગે એક ICICI સિક્યુરિટીની ફાઇનાન્શિયલ કોન્ફરન્સમાં કહ્યું કે, બેટિંગને લીગલ કરવાનો પ્રસ્તાવ તમારા લોકોના માધ્યમથી સામે આવ્યો છે. તે દુનિયાભરમાં લીગલ છે, પછી ઓસ્ટ્રેલિયા હોય કે ઇંગ્લેન્ડ કે અન્ય કોઈ દેશ. જોવામાં આવે તો તેનાથી દેશને હજારો કરોડ રૂપિયાની રેવન્યૂ મળે છે, જે રમતગમત અને બાકીના વિસ્તારોમાં ખર્ચવામાં આવે છે.

ફિક્સિંગ રોકવામાં મદદ કરશે લીગલાઇઝ બેટિંગ
અનુરાગે કહ્યું કે- મેચ ફિક્સિંગની જે સમસ્યા છે, તેનો ટ્રેન્ડ જોવામાં આવે તો બેટિંગથી તેની પણ જાણકારી મળી જાય છે કે ફિક્સિંગ થયું છે કે નહીં. બેટિંગને લીગલ કરવી ફિક્સિંગને રોકવા માટેનું એક અસરકારક પગલું સાબિત થઇ શકે છે. અમારે આની સંભાવનાઓ વિશે વિચારવું જોઈએ. બેટિંગ એક સિસ્ટમેટિક રીતે થાય છે અને સિસ્ટમ ફિક્સિંગમાં સામેલ લોકોની દેખરેખ રાખવામાં મદદરૂપ થઈ શકે છે.

ક્રિકેટ રમનાર 5 મોટા દેશોમાં બેટિંગ લીગલાઇઝ
ક્રિકેટ રમનાર 5 મોટા દેશો એવા પણ છે કે, જ્યાં બેટિંગ લીગલાઇઝ છે. આ દેશ ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ છે. ભારતમાં ડ્રિમ-11 જેવી કંપનીઓ પર બેટિંગ અંગે અવારનવાર પ્રશ્નો ઉઠે છે. પરંતુ સુપ્રીમ કોર્ટે તમામને ક્લીન ચિટ આપી દીધી છે. કોર્ટનું માનવું છે કે, આ એનાલિસિસની ગેમ છે અને સટ્ટાબાજી નથી. તેથી ડ્રિમ-11 અને તેના જેવી કંપનીઓને ક્લીન-ચિટ આપવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો