તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Compared To Last Season, The Performance Of Four Teams Improved, Two Decreased, While The Game Of 2 Teams Remained The Same.

IPL T20:છેલ્લી સિઝનની સરખામણીમાં ચાર ટીમના પ્રદર્શનમાં સુધારો થયો, બેમાં ઘટાડો, જ્યારે 2 ટીમની રમત અગાઉ જેવી જ રહી

દુબઈ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બધી ટીમે પોતાની 50% લીગ મેચ રમી, ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપરકિંગ્સના પ્રદર્શનમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે
 • વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની રમતમાં સૌથી વધુ સુધારો

આઈપીએલ-13ની અડધી સિઝન સમાપ્ત થઈ ગઈ છે. તમામ 8 ટીમે પોતાની 14 લીગ મેચમાંથી 7 મેચ રમી લીધી છે. બધી ટીમના ગયા વર્ષના પ્રદર્શન સાથે સરખામણી કરીએ તો 4 ટીમની રમતમાં સુધારો થયો છે. બેમાં ઘટાડો, જ્યારે બે ટીમના પ્રદર્શનમાં કોઈ ફેરફાર થયો નથી. સૌથી વધુ ઘટાડો ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નઈ સુપરકિંગ્સમાં જોવા મળ્યો છે. જ્યારે કોહલીની કેપ્ટનશિપવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના પ્રદર્શનમાં સૌથી વધુ સુધારો જોવા મળ્યો છે. સૌથી વધુ રન અને સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓની વાત કરીએ તો બંનેના ટોપ-5માં 3-3 વિદેશી ખેલાડી છે. વિદેશી ખેલાડીનું પ્રદર્શન આપણા ખેલાડીની સરખામણીએ અત્યાર સુધી સારું રહ્યું છે.

છેલ્લી સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા ઈમરાન તાહિરને રમવાની તક મળી નથી
લેગ સ્પિનર ઈમરાન તાહિરે છેલ્લી સિઝનમાં સૌથી વધુ 26 વિકેટ લીધી હતી. જોકે, વર્તમાન સિઝનમાં તેણે એક પણ મેચ રમી નથી. ચેન્નઈ સુપરકિંગ્સમાં સામેલ તાહિરે છેલ્લી સિઝનમાં બે વખત 4 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. પંજાબની ટીમમાં સામેલ ક્રિસ ગેલને પણ હજુ સુધી રમવાની તક મળી નથી. ટી20ના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા ગેલે છેલ્લી સિઝનની 13 મેચમાં 41ની સરેરાશ સાથે 490 રન બનાવ્યા હતા.

સ્પિન બોલરો સૌથી કંજુસ, વિકેટ લેવામાં ફાસ્ટ બોલર તેમનાથી આગળ રહ્યા છે
અત્યાર સુધીની 11 ઈનિંગ્સમાં 200+ રન બન્યા છે. તેમ છતાં સ્પિનર સૌથી કંજુસ સાબિત થયા છે. 15+ ઓવર ફેંકનારા બોલરોમાં સ્પિનર વોશિંગટન સુંદર(4.9),લેગ સ્પિનર રાશિદ ખાન(5.03), અક્ષર પટેલ (5.05), ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર(6.8) અને યુજવેન્દ્ર ચહલ(7.07) છે.

ઝડપી રન બનાવવા બાબતે વિદેશી આગળ, પોલાર્ડ દર 100 બોલ પર 189 રન બનાવે છે
ટી20માં સ્ટ્રાઈક રેટ મહત્ત્વનો મનાય છે. વિન્ડીઝના કિરોન પોલાર્ડ દર 100 બોલ પર 189 રન બનાવે છે. ત્યાર પછી દક્ષિણ આફ્રિકાનો ડીવિલિયર્સ (185), વિન્ડીઝનો નિકોલસ પૂરન (177), ઓસ્ટ્રેલિયાનો માર્કસ સ્ટોઈનિસ (175) અને ભારતનો સંજુ સેમસન(164) છે.

માત્ર રબાડા જ 15+ વિકેટ લઈ શક્યો છે

નામસ્ટાઈલવિકેટબેસ્ટ
કાગિસો રબાડાફાસ્ટ174/24
ટ્રેન્ટ બોલ્ટફાસ્ટ112/26
જસપ્રીત બુમરાહફાસ્ટ114/20
રાશિદ ખાનસ્પિનર103/12
યુજવેન્દ્ર ચહલસ્પિનર103/18

ત્રણ બેટ્સમેન 300+ રન બનાવી ચૂક્યા છે

ખેલાડીરનસ્ટ્રાઈક રેટબેસ્ટ
લોકેશ રાહુલ387135132*
મયંક અગ્રવાલ337159106
ફાફ ડુ પ્લેસિસ30714887*
ડેવિડ વોર્નર27512560
જોની બેરસ્ટો25713397
 • ​​​​​​​02 સદી બની છે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં. બંને કિંગ્સ ઈલેવન પંજાબના બેટ્સમેનોએ બનાવી.
 • 56 અડધી સદી બની છે. સૌથી વધુ 9 વખત બેંગલુરુના બેટ્સમેનોએ બનાવી.
 • 02 વખત બોલરોએ ઈનિંગ્સમાં 4+ વિકેટ લીધી છે. દિલ્હી અને મુંબઈના બોલરોની સિદ્ધિ.
 • 21 મેચ પ્રથમ બેટિંગ કરનારી ટીમે જીતી છે. 7 મેચમાં ચેઝ કરતા વિજય મળ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો