'વિરાટ' મુદ્દે દાદાનો પલટવાર!:કોહલીની વર્તણૂંક અંગે ગાંગુલીએ કહ્યું- મને વિરાટનો એટિટ્યૂડ પસંદ છે; પરંતુ ઝઘડા બહું કરે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહેલા ગાંગુલીએ વિવાદ અંગે ચુપ્પી સાધી હતી

ઈન્ડિયન ક્રિકેટમાં કેપ્ટનશિપ વિવાદ વકરતા ગાંગુલી અને કોહલી સામ-સામે આવી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ દરમિયાન BCCI પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીના વર્તન અંગે ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું છે કે મને વિરાટનો એટિટ્યૂડ પસંદ છે પરંતુ તે ઝઘડા બહું કરે છે.

ગાંગુલીએ સ્ટ્રેસનું કારણ પણ જણાવ્યું!
સૌરવ ગાંગુલી ગુરુગ્રામમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતાં, જ્યાં તેમને પૂછવામાં આવ્યું કે તમને ક્યા ખેલાડીનો એટિટ્યૂડ સૌથી વધુ પસંદ છે. સૌરવને એમ પણ પૂછવામાં આવ્યું કે તમે સ્ટ્રેસને કેવી રીતે હેન્ડલ કરો છો? આ સવાલોના જવાબમાં સૌરવ ગાંગુલીએ હસતા-હસતા જવાબ આપ્યો કે- મારા જીવનમાં કોઈપણ પ્રકારનો સ્ટ્રેસ નથી. સ્ટ્રેસ તો માત્ર પત્ની અને ગર્લફ્રેન્ડ જ આપી શકે છે.

પહેલા ગાંગુલીએ વિવાદ અંગે ચુપ્પી સાધી હતી
મીડિયા રિપોર્ટ્સના આધારે 2-3 દિવસ પહેલા સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે વિરાટ સાથે વિવાદના મુદ્દે હું કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવા માગતો નથી. BCCI હવે આ મુદ્દે યોગ્ય કાર્યવાહી હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ કહ્યું હતું કે તેને કેપ્ટન પદેથી હટાવ્યાની ગણતરીની મિનિટ પહેલા જ આ અંગે જાણ થઈ હતી.

વિરાટના નિવેદને સવાલ ઊભા કર્યા હતા
વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેને સિલેક્ટર્સે ટેસ્ટ સિરીઝની સ્ક્વોડમાં પસંદગી કર્યાના દોઢ કલાક પહેલા જણાવ્યું હતું કે હવે હું વનડેનો કેપ્ટન નહીં રહું. આની પહેલા BCCIએ આ મુદ્દે કોઈપણ પ્રકારની જાણ મને નહોતી કરી. વળી ગાંગુલીએ કહ્યું હતું કે તેણે ચેતન શર્મા સાથે મળી કોહલી સાચે વાતચીત કરી હતી.

ગાંગુલીની અંતિમ પ્રતિક્રિયા
વિરાટ કોહલીની પ્રેસ કોન્ફરન્સ પછી BCCI સામે સવાલો ઊઠી રહ્યા છે અને ગાંગુલીએ આ મુદ્દે જવાબ માગ્યો છે. દેશ-વિદેશના ઘણા ખેલાડીએ આ અંગે પોતાની વાત રજૂ કરી છે. ત્યારપછી ગાંગુલીએ એક મીડિયા હાઉસને કહ્યું છે કે હું આ મુદ્દે હવે હું કોઈપણ ટિપ્પણી કરવા માગતો નથી. BCCI હવે આગળ કાર્યવાહી કરશે.

સૌરવ ગાંગુલીનું નિવેદન સામે આવ્યું
ગાંગુલીએ કહ્યું હતું કે BCCIએ વિરાટને કહ્યું હતું કે તે T20ની કેપ્ટનશિપ ન છોડે, પરંતુ કોહલીએ આ વાત ન માની અને રાજીનામું આપી દીધું હતું. ત્યારપછી સિલેક્ટર્સને લિમિટેડ ઓવર ક્રિકેટમાં 2 અલગ-અલગ કેપ્ટન રાખવાના નહોતા. જેથી ચેતન શર્મા સાથે મળીને કોહલી સાથે વાતચીત કરી તેને સંપૂર્ણ વિઝન સમજાવ્યું હતું. ત્યારપછી રોહિતને વનડેનો કેપ્ટન બનાવાયો.

અન્ય સમાચારો પણ છે...