• Gujarati News
  • Sports
  • Cricket
  • Commentators Also Laughed, As Tim David Went On To Block The Boundary; He Added 60 Runs Off 25 Balls In The Match

MIના સ્ટાર ક્રિકેટરનું પેન્ટ સરકી ગયું:કોમેન્ટેટર પણ હસવા લાગ્યા, ટિમ ડેવિડે બાઉન્ડરી રોકવા જતા આવું થયું; મેચમાં 25 બોલમાં 60 રન જોડ્યા

એક મહિનો પહેલા

IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા વિસ્ફોટક બેટર ટિમ ડેવિડનું ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી T20 બ્લાસ્ટ ટૂર્નામેન્ટની એક મેચમાં પેન્ટ કમરથી નીચે સરકી ગયું હતું. આ મેચ લેન્કેશાયર અને વર્સેસ્ટરશાયર વચ્ચે રમાઈ રહી હતી. આ રમુજી ઘટના જોઈને કોમેન્ટેટર્સ પણ હસવા લાગ્યા હતા. જોકે, લેન્કેશાયર તરફથી રમતા ડેવિડનું પ્રદર્શન મેચની પહેલી ઇનિંગમાં જોરદાર રહ્યું હતું અને તેણે માત્ર 25 બોલમાં 60 રન ફટકાર્યા હતા.

ટિમ ડેવિડે T20 બ્લાસ્ટની 6 મેચમાં 178.78ના સ્ટ્રાઈક રેટથી 177 રન કર્યા છે.
ટિમ ડેવિડે T20 બ્લાસ્ટની 6 મેચમાં 178.78ના સ્ટ્રાઈક રેટથી 177 રન કર્યા છે.

પહેલા બોલ થ્રો કર્યો પછી પેન્ટ બરાબર પહેર્યું
ટિમ ડેવિડે બાઉન્ડરી રોકવા માટે ડાઈવ મારી હતી અને ચોગ્ગો બચાવી લીધો હતો. પરંતુ ત્યારપછી તેનું પેન્ટ સરકી ગયું હતું. ઉલ્લેખનીય છે કે ટિમને તેના નીચે સરકી પડેલા પેન્ટની પણ પરવા નહોતી અને બાઉન્ડરી બચાવ્યા પછી તેણે પહેલા બોલ થ્રો કર્યો અને પછી તેના પેન્ટને ઉપર ચઢાવ્યું હતું. આ જોઈને કોમેન્ટેટર્સ પણ હસવા લાગ્યા હતા.

આ ઘટનાનો વીડિયો શેર કરતી વખતે T20 બ્લાસ્ટે મજાકમાં લખ્યું કે ફિલ્ડિંગ કરતી વખતે તમારે તમારા પેન્ટનું ધ્યાન રાખવું જોઈએ. ટિમ ડેવિડે પણ આ વીડિયોને રીટ્વીટ કર્યો છે.

લેન્કેશાયરની ટીમ જીતી ગઈ
ડેવિડની શાનદાર બેટિંગના આધારે લેન્કેશાયરની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 183 રન કર્યા હતા. જેના જવાબમાં વોર્સેસ્ટરશાયરની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 171 રન જ કરી શકી અને 12 રનથી મેચ હારી ગઈ હતી. ટિમ ડેવિડ પણ IPL 15માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો. ત્યાં તેણે 8 મેચમાં 186ના સ્ટ્રાઈક રેટથી વિસ્ફોટક રીતે 216 રન કર્યા હતા.

શરૂઆતની કેટલીક મેચોમાં ફ્લોપ રહેવાને કારણે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો, પરંતુ મુંબઈ સામે સતત હાર પછી ડેવિડને ફરીથી પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તેણે ઘણું સારુ પ્રદર્શન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...