• Gujarati News
  • Sports
  • Cricket
  • Coach Dravid Said Of Kohli's Injury That The Captain Is Now Almost Fit; But We Will Decide After Discussing With The Physio

ત્રીજી ટેસ્ટમાં 'વિરાટ' કમબેક:કોચ દ્રવિડે કોહલીની ઈન્જરી અંગે જણાવ્યું કે કેપ્ટન હવે લગભગ ફિટ છે; પરંતુ ફિઝિયો સાથે ચર્ચા કરીને નિર્ણય લઈશું

15 દિવસ પહેલા

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ઈન્જરીના કારણે બહાર થઈ ગયો હતો. તેવામાં ટીમની કેપ્ટનશિપ કેએલ રાહુલ પાસે હતી અને બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 7 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બંને ટીમો વચ્ચેની સિરીઝ 1-1થી બરાબર છે. ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ હાર બાદ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલી વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના જવાબમાં કોચે ઘણા ઘટસ્ફોટો કર્યા છે.

આ દરમિયાન દ્રવિડે કોહલીની ઈન્જરી અને તેની ફિટનેસ અંગે અપડેટ્સ આપ્યા છે. તેણે કહ્યું, 'કોહલી જે રીતે નેટ્સમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે, તે ફિટ દેખાઈ રહ્યો છે. જોકે તેણે અત્યારસુધી ફિઝિયો સાથે આ અંગે ચર્ચા કરી નથી, પરંતુ જે પ્રમાણે ચર્ચા ચાલી રહી છે અને વિરાટ સાથે વાતચીત થઈ છે એના પરથી લાગી રહ્યું છે કે ભારતીય ટેસ્ટ કેપ્ટન ફિટ છે.

જોહાનિસબર્ગ ટેસ્ટમાં બેક ઈન્જરીના કારણે વિરાટે આરામ કર્યો..વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો...
બીજી ટેસ્ટમાં વિરાટ કોહલી અપર બેક ઈન્જરીના કારણે મેચ રમી શક્યો નહોતો. ટોસની થોડી મિનિટો પહેલા વિરાટના આ મેચમાંથી બહાર થવાના સમાચાર સામે આવ્યા હતા. તેની જગ્યાએ રાહુલ ટોસ માટે આવ્યો હતો. રાહુલે કહ્યું કે, પીઠનો ઉપરનો ભાગ અકડાઈ જવાને કારણે કોહલી આ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.

દ્રવિડના નિવેદનથી સ્પષ્ટ જણાય છે કે વિરાટ કોહલી કેપટાઉનમાં રમાનારી શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં કમબેક કરતો જોવા મળી શકે છે.

જોહાનિસબર્ગમાં ભારતની પહેલી હાર
જોહાનિસબર્ગના વોન્ડરર્સ સ્ટેડિયમમાં ભારતીય ટીમની 29 વર્ષમાં આ પહેલી હાર છે. ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર વર્ષ 1992માં પહેલી ટેસ્ટ રમી હતી અને તે મેચ ડ્રો રહી હતી. આ મેચ પહેલા ભારતે અહીં રમાયેલી પાંચમાંથી બે ટેસ્ટ મેચ જીતી હતી, જ્યારે ત્રણ મેચ ડ્રો રહી હતી. તેવામાં છેલ્લા 29 વર્ષમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ક્યારેય ભારતીય ટીમને અહીં હરાવી શકી નથી, પરંતુ આજે આ ટ્રેન્ડ પણ તૂટી ગયો છે. ઉપરાંત, અનફિટ વિરાટ કોહલીની ગેરહાજરીમાં, પ્રથમ વખત ટેસ્ટ ફોર્મેટમાં ભારતના કેપ્ટન તરીકે કેએલ રાહુલની આ પહેલી હાર હતી.

અનફિટ વિરાટ કોહલીની ગેરહાજરીમાં કેએલ રાહુલે પહેલીવાર કેપ્ટનશિપ કરી અને તેને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

કોચ તરીકે રાહુલ દ્રવિડની આ પહેલી હાર હતી. ટીમમાં કોહલીની ગેરહાજરીને કારણે બોલરમાં ઉત્સાહનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે જ સમયે, રાહુલની કેપ્ટનશિપમાં કોઈ ધાર ન હતી. જો કોહલી ત્રીજી ટેસ્ટમાં કમબેક કરશે તો ટીમ ઈન્ડિયા આ ટેસ્ટ મેચ જીતીને પહેલીવાર આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતવા ઈચ્છશે.

અન્ય સમાચારો પણ છે...