તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPL 2021: દિલ્હી-બેંગલુરુની મેચ સાંજે 7:30 વાગે અમદાવાદમાં રમાશે:પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવા આજે દિલ્હી અને બેંગલુરુ વચ્ચે ટક્કર

ચેન્નઈ19 દિવસ પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
 • કૉપી લિંક

22મી મેચમાં દિલ્હી અને બેંગલુરુ વચ્ચે મેચ રમાશે. 5 મેચમાં ચાર જીત સાથે દિલ્હી પોઇન્ટ ટેબલમાં બીજા અને બેંગલુરુ ત્રીજા સ્થાને છે. આ મેચ જીતનાર ટીમ ટેબલમાં પહેલા સ્થાને પહોંચી જશે. દિલ્હી પોતાની અંતિમ મેચમાં હૈદરાબાદને સુપર ઓવરમાં માત આપી હતી. તો બેંગલુરુની ટીમ ચેન્નઈ સામે એક તરફી મેચમાં હારી હતી.

બંને ટીમો બેટીંગ અને બોલિંગમાં ઘણી સારી છે. આ કારણે મેચ રોમાંચક રહી શકે છે. જોકે હાલ ઝંપા અને રિટર્ડ્સન લીગ છોડવાના કારણે ટીમ પર કોઇ ખાસ અસર નહીં થાય. તેની પાસે બોલિંગમાં ઘણા વિકલ્પ છે. પણ ટીમે બેટિંગમાં ધ્યાન આપવાની જરૂર છે. કોહલી, મેક્સવેલ અને ડિવિલિયર્સને બાદ કરતા માત્ર પડિક્કલે જ સારી ઇનિંગ રમી છે. તેમ છતાં બેંગલુરુ ગત સિઝનની સરખામણીમાં સારી ટીમ જોવા મળી રહી છે. બીજી તરફ અક્ષર પટેલની વાપસીથી દિલ્હી ટીમ વધુ મજબુત થઇ ગઇ છે. પણ અશ્વિન થોડા સમય માટે ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત લઇ લીધું છે. શૉ અને ધવનની જોડી સતત ઝડપી શરૂઆત આપી રહ્યા છે. સુકાની પંત પણ સતત રન કરી રહ્યા છે.

2018 બાદથી દિલ્હી સામે બેંગલુરુ જીત્યું નથી

 • ટુર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 25 મેચ રમાઈ છે. દિલ્હી 10 અને બેંગલુરુએ 14 મેચ જીતી છે. એક મેચ પરિણામ વગરની હતી. પણ બેંગલુરુને 2018ની સિઝન બાદથી દિલ્હી સામે બધી ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. રબાડાએ આ 4 મેચમાં 12 બેટ્સમેનોને આઉટ કર્યા છે.
 • દિલ્હીની બોલિંગમાં આવેશ ખાન સ્ટાર બન્યો. બેંગલુરુના હર્ષલ પટેલ પાસે 15 વિકેટ સાથે પર્પલ કેપ છે. તો 11 વિકેટ સાથે આવેશ ખાન સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની રેસમાં બીજા ક્રમે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો