• Gujarati News
  • Sports
  • Cricket
  • Cheteshwar Pujara Said I Learned From Lockdown That It Is Necessary To Make Time For Family In A Hectic Life

ભાસ્કર ઇન્ટરવ્યૂ:ચેતેશ્વર પુજારાએ કહ્યું- હું લોકડાઉનથી શીખ્યો કે, ભાગદોડ ભર્યા જીવનમાં પરિવાર માટે સમય કાઢવો જરૂરી છે

મનીષ કુમાર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુજારાએ કહ્યું કે, દરેક પ્લેયરની માનસિકતા અલગ હોય છે. -ફાઈલ ફોટો - Divya Bhaskar
પુજારાએ કહ્યું કે, દરેક પ્લેયરની માનસિકતા અલગ હોય છે. -ફાઈલ ફોટો
  • પુજારાએ કહ્યું- ત્રણેય ફોર્મેટ માટે ફિટ છું, જ્યારે તક મળશે પોતાને સાબિત કરીશ
  • લાંબા સમય પછી મેદાન પર પરત ફરતા બેટ્સમેન-બોલર બંને માટે લય મેળવવી અઘરી હોય છે

દરેક સામાન્ય અને વિશેષ વ્યક્તિની જેમ ક્રિકેટર ચેતેશ્વર પુજારા લોકડાઉનથી જ પરિવાર સાથે કિંમતી સમય પસાર કરી રહ્યો છે. તે જ સમયે, એક ખેલાડી તરીકે, તે પોતાને ફિટ રાખવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. છેલ્લા 4 મહિનાથી મેદાનથી દૂર પુજારા કહે છે કે લોકડાઉનથી જાણવા મળ્યું છે કે ભાગદોડ વાળા જીવનમાં પરિવાર માટે સમય નિકાળવો બહુ જરૂરી છે.

પુજારાએ કહ્યું- હું તમામ ફોર્મેટમાં રમવા માટે ફિટ છું. મેં ઘરેલું ક્રિકેટના ત્રણેય ફોર્મેટ્સમાં સારું પ્રદર્શન કર્યું છે.

હેન્ડ-આઈ કો-ઓર્ડિનેશન પર ધ્યાન આપવું પડશે
પુજારા ઓપનર રોહિત શર્માની એ વાતને સમર્થન આપે છે, જેમાં રોહિત કહે છે કે, લોકડાઉન પછી બેટ્સમેન મેદાનમાં ઉતરશે તો તેમને હેન્ડ-આઈ કો-ઓર્ડિનેશન પર ધ્યાન આપવું પડશે. પુજારાએ કહ્યું કે, દરેક ખેલાડીની માનસિકતા અલગ હોય છે. બેટ્સમેન હોય કે બોલર લાંબા સમય પછી મેદાન પર ઉતરો તો લય મેળવવામાં સમય લાગે જ છે. જો પ્રી-પ્રિપરેશન માટે સમય મળે તો બધા ખેલાડી પોતાને ફિટ રાખી શકે છે.

લાળના ઉપયોગ પરનો પ્રતિબંધ બરાબર છે
બોલ પર લાળના ઉપયોગના પ્રતિબંધને સમર્થન આપતા પુજારા કહે છે કે, ICCએ આ નિર્ણય હાલની સ્થિતિ અને ખેલાડીઓ સહિત બધાની સુરક્ષા માટે લીધો છે. મહામારીના કારણે લેવામાં આવેલો આ નિર્ણય આગામી દિવસોમાં હટી શકે છે.

કરિયરમાં બીજીવાર આટલો લાંબો બ્રેક
2009 અને 2011માં ઇજાના કારણે ઓપરેશન કરાવવું પડ્યું હતું. ત્યારે 6 મહિનાથી વધુ સમય આરામ કરવો પડ્યો હતો. ત્યાર પછી બીજીવાર છે કે આટલો લાંબો સમય આરામ કરી રહ્યો છું. વૈશ્વિક મહામારીમાં ચાર મહિનાથી પરિવાર સાથે છું, મદદ કરતા સક્રિય છું.

ક્રિકેટ ક્યારથી શરૂ થશે?
અત્યારે તો ક્રિકેટ જલ્દી શરૂ થાય તેવું લાગતું નથી. મારુ માનવું છે કે હજી થોડો સમય રાહ જોવી પડશે- આ જરૂરી છે. આઉટ ડોર પ્રેક્ટિસ શરૂ થઈ હોવાથી ખેલાડીઓને ફાયદો થશે.

વિદેશી T-20 લીગમાં તક મળવી જોઈએ
વિદેશી T-20 લીગમાં રમવાની ઈચ્છા તમામ ક્રિકેટર્સને હોય છે. પરંતુ તેનો નિર્ણય BCCI લે છે. ક્રિકેટ જગતમાં IPL સૌથી મોટી T-20 લીગ છે, બોર્ડની ઈચ્છા છે કે વિદેશી લીગ ટૂર્નામેન્ટની સરખામણીએ ક્રિકેટર IPLમાં વધુ રમે. 

અન્ય સમાચારો પણ છે...