તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Cheteshwar Has Not Scored A Century In 25 Months, Father Arvind Said, Adding That The Player Has To Play As Per The Demand Of The Situation, Most Of The Matches Are Being Low scoring At Present.

ભાસ્કર સ્પેશિયલ:ચેતેશ્વરે 25 મહિનાથી સેન્ચુરી મારી નથી, પિતા અરવિંદે કહ્યું, ખેલાડીએ પરિસ્થિતિની ડિમાન્ડ પ્રમાણે રમવાનું હોય છે, અત્યારે મોટાભાગની મેચો લો-સ્કોરિંગ થઈ રહી છે

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂજારાએ છેલ્લે 3 જાન્યુઆરી 2019ના રોજ સિડની ખાતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 193 રન કર્યા હતા, એ પછી ટ્રિપલ ડિજિટ સુધી પહોંચી શક્યો નથી
  • ચેતેશ્વર IPLમાં કોન્ટ્રાકટ મેળવીને ખુશ છે; આધ્યાત્મિક માતા અને ગુરુદેવ હરિચરણદાસનો તેના હમ્બલ નેચરમાં અમૂલ્ય ફાળો: પિતા અરવિંદ
  • ચેતેશ્વરના પિતા અમદાવાદમાં ટેસ્ટ જોવા નહીં આવે કારણકે તેમને ઘરેથી મેચ જોવી વધુ ગમે છે, ત્યાંથી તેઓ ટેક્નિકલ વસ્તુઓ પર ક્લોઝ વોચ રાખી શકે છે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમ ઇન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ભારતે આ ટેસ્ટ જીતવાની અથવા ડ્રો કરાવવાની જરૂર છે. ત્યારે જીત/ ડ્રો અને હાર વચ્ચેનું અંતર પિચ કરતા વધારે નંબર-3 ચેતેશ્વર પૂજારા પર નિર્ભર રહેશે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેનું કારણ એ છે કે ચેતેશ્વર ત્રીજા નંબરે બેટિંગ કરતાં ઇનિંગ્સ કંટ્રોલ કરે છે અને તેનું યોગદાન આવનારા બેટ્સમેનનો અપ્રોચ નક્કી કરે છે. શ્રેણીની પ્રથમ ત્રણેય ટેસ્ટમાં એક ફિફટીને બાદ કરતા ઇંગ્લિશ ટીમ વોલ 2.0નું બેટ ચૂપ રાખવામાં સક્ષમ રહી છે. પરંતુ શું તેઓ અંતિમ અને નિર્ણાયક મેચમાં આ ક્રમ જાળવી રાખી શકશે?

ભારતમાં ઇંગ્લેન્ડ સામે ચેતેશ્વરની એવરેજ 53.05
ચેતેશ્વરે ઇંગ્લેન્ડ સામે ભારતમાં રમતી વખતે 53.05ની એવરેજથી રન કર્યા છે. ચિન્ટુના નામથી જાણીતા ટેસ્ટ સ્પેશિયાલિસ્ટે આ દરમિયાન 12 ટેસ્ટમાં 4 સદીની મદદથી 955 રન કર્યા છે. તેનો હાઈએસ્ટ સ્કોર 206* રનનો રહ્યો છે. જે તેણે 15 નવેમ્બર 2012ના રોજ મોટેરા ખાતે જ કર્યો હતો. જોકે, છેલ્લા 25 મહિનાથી ચેતેશ્વર ટ્રિપલ ડિજિટ સુધી પહોંચી શક્યો નથી. તેણે છેલ્લે 3 જાન્યુઆરી 2019ના રોજ સિડનીમાં કાંગારું વિરુદ્ધ 193 રન કર્યા હતા. તેવામાં શું ઇન્ડિયાનો નંબર-3 સેન્ચુરી મારી નથી શક્યો એ ચિંતાનો વિષય છે? અન્ય ખેલાડીઓની જગ્યા ચેતેશ્વરનો હમ્બલ નેચર છે એનું કારણ શું? IPL કોન્ટ્રાકટ મળવા પર તેનું રિએક્શન શું હતું? દિવ્ય ભાસ્કરે આ બધી બાબતે ચેતેશ્વરના પિતા અરવિંદ પૂજારા સાથે વાત કરી.

ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ પહેલાં નેટ્સમાં ચેતેશ્વર પૂજારા.
ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ પહેલાં નેટ્સમાં ચેતેશ્વર પૂજારા.

ચેતેશ્વરની IPLમાં રમવાની ઈચ્છા હતી
ચેતેશ્વરને IPL 2021ની સીઝન માટે ચેન્નઈ સુપરકિંગ્સે 50 લાખમાં ખરીદ્યો છે. અરવિંદ પૂજારાએ કહ્યું કે, "ચેતેશ્વરની ઈચ્છા હતી કે મારે ચાન્સ મળે તો IPLમાં રમવું છે. અને ચાન્સ મળ્યો તો એ ખુશીની વાત છે. IPLમાં રમવાથી કાઉન્ટીમાં એનો શેડ્યૂલ ક્લેશ થશે કે કેમ એનો મને ખ્યાલ નથી. ઉલ્લેખનીય છે કે, ચેતેશ્વર કાઉન્ટીમાં ડર્બીશાયર, નોટિંગહામશાયર અને યોર્કશાયર માટે કાઉન્ટીમાં રમ્યો છે."

ગાબા ટેસ્ટમાં ચેતેશ્વરનું જજમેન્ટ સારું હતું
વોલ 2.0ના પિતાએ ઓસ્ટ્રેલિયા સામેની બ્રિસ્બેન ટેસ્ટ ઇનિંગ્સ વિશે વાત કરતાં કહ્યું કે, "ટીમ ઇન્ડિયાની દરેક જીતમાં પરિસ્થિતિ જુદી-જુદી હોય છે. વિકેટ અલગ-અલગ હોય છે. એટલે કોઈ એકને સ્ટેન્ડઆઉટ નોક કહેવી અઘરી છે. પરંતુ જે રીતે ચેતેશ્વરે પોતાની સૂઝ-સમજથી ગાબા ટેસ્ટમાં જજમેન્ટ લીધું કે, આમાં રન કરતાં વિકેટ ન પડે એ જરૂરી છે. એણે કાઉન્ટર ન કરતાં બોલને બોડી પર લઈને એ સમય પસાર કરી દીધો. તે ખરેખર એક સરસ ઇનિંગ્સ હતી." ઉલ્લેખનીય છે 328 રન ચેઝ કરતાં ટીમ ઇન્ડિયાએ આ મેચ 3 વિકેટે જીતી હતી. ચેતેશ્વરે ચોથી ઇનિંગ્સમાં 211 બોલમાં 26.54ની સ્ટ્રાઇક રેટથી 56 રન કર્યા હતા. તેની આ ઇનિંગ્સે કાંગારુંને થકાવી દીધા હતા અને તેમના બોલર્સનો મોરાલ તૂટી ગયો હતો.

ચેતેશ્વરે શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ચેન્નઈ ખાતે 73 રન કર્યા હતા.
ચેતેશ્વરે શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ચેન્નઈ ખાતે 73 રન કર્યા હતા.

ઘણા સમયથી સેન્ચુરી મારી નથી
ચેતેશ્વર પોતાની છેલ્લી સદી જાન્યુઆરી 2019માં મારી હતી. ટ્રિપલ ડિજિટ વગરનો આ ફેઝ શું ચિંતાનો વિષય છે? આ અંગે ચિન્ટુના પિતાએ કહ્યું કે, "ક્રિકેટ એવી રમત છે કે જેમાં તમે પ્રિઝમ્પશન (અટકળ) ન કરી શકો. કારણ કે, એક ખેલાડી તરીકે બધાએ દર વખતે અલગ સિચ્યુએશનમાં રમવાનું હોય છે. ક્યારેક રન કરવા ઈમ્પોર્ટન્ટ હોય છે, ક્યારેક વિકેટ પર ઉભું રહેવું મહત્ત્વનું હોય છે. એમાં એવું છે કે, ડિમાન્ડ પ્રમાણે રમવું પડે. આમ પણ અત્યારે લો સ્કોરિંગ મેચ વધુ ચાલે છે. ટેસ્ટમાં હવે છેલ્લા કેટલાક સમયથી આપણે 500-700 જેવા જંગી સ્કોર જોયા નથી."

અમદાવાદ મેચ જોવા કેમ ન આવ્યા?
પૂજારાના પિતાએ કહ્યું કે, "જનરલી મને છે ને ઘરેથી મેચ જોવો વધારે પસંદ છે. ઘરેથી મેચ જોતી વખતે હું ટેક્નિકલ વસ્તુઓ પર ક્લોઝ વોચ રાખી શકું છું. સ્ટેડિયમમાં બેઠા હોઉં અને થોડુંક પણ ધ્યાન આઘું-પાછું થાય તો ફરીથી બોલ જોવા નથી મળતો. તેમજ ત્યાંથી મેચ જોતી વખતે ઘર જેવું કોન્સનટ્રેશન પણ આવતું નથી."

ચેતેશ્વરને સલાહ આપવાની જરૂર નથી
મારે અને ચેતેશ્વરને રેપો બહુ સારો છે. અત્યારે ચેતેશ્વર રમતના એ સ્તરે છે કે મારે એને કોઈ સલાહ કે ઍડ્વાઇઝ આપવાની જરૂર નથી. એ સામેથી કઈ પૂછે તો હું તેને કહું છું.

પિતા અરવિંદ સાથે ચેતેશ્વરનો ફાઇલ ફોટો.
પિતા અરવિંદ સાથે ચેતેશ્વરનો ફાઇલ ફોટો.

અંતિમ ટેસ્ટ જીતવા રમશે કે ડ્રો કરવા?
આ નિર્ણય ટીમ મેનેજમેન્ટ નિર્ણય લેશે. કોઈપણ દિવસે કોઈ એક વ્યક્તિ આ ડિસિઝન નથી લેતો. એમાં કોચ, બેટિંગ કોચ, કેપ્ટન વાઇસ કેપ્ટન પોતાની રીતે એક સ્ટ્રેટેજી બનાવીને પછીને અમલમાં મૂકે છે. ભારત તો અત્યારે વિન-વિન સિચ્યુએશનમાં છે. મેનેજમેન્ટ કઈ રીતે આગળ જવા માગે છે એ ટીમની સ્ટ્રેટેજી પર નિર્ભર રહેશે.

ચેતેશ્વરના હમ્બલ નેચરનું કારણ?
અરવિંદ પૂજારા કહે છે કે, ચેતેશ્વરની હમ્બલ અને ડાઉન ટુ અર્થ પર્સનાલિટીમાં એની મમ્મીનો મેજર રોલ છે. તેમજ ચિન્ટુના ગુરુદેવ હરિચરણદાસ મહારાજનો પણ અમૂલ્ય ફાળો રહ્યો છે. મારી વાઈફ આધ્યાત્મિક હતી અને આ મહારાજ પણ ખુબ જ સેવાના કામ કરે છે. બાળપણથી સતત એમની સાથે હોય એટલે એમના ગુણ તો આવવાના જ. હરિચરણદાસ મહારાજની તો અત્યારે ઉંમર 100 વર્ષ છે. એમણે સેવાના જેવા કામ કર્યા છે, એવા કરવા અન્ય કોઈ માટે બહુ મુશ્કેલ છે. ચેતેશ્વર પોતે પણ નાનપણથી બહુ આધ્યાત્મિક છે. એ રોજ પૂજા કરે છે. એના લીધે ચોક્કસપણે વર્તનમાં ફેર પડે. ક્રિકેટ એવી ગેમ છે ને કે એક દિવસ તમે આસમાનમાં તો બીજા દિવસે ધૂળમાં હોવ. કોઈપણ વસ્તુ લાઈટલી લઈ શકાય નહીં.

કોણ છે હરિચરણદાસ બાપુ?
હરિચરણદાસ બાપુ રાજકોટના સદગુરૂ સદન આશ્રમના સ્થાપક અને માનવ ધર્મના પ્રણેતા પરમ પૂજ્ય રણછોડદાસ બાપુના પટશિષ્ય છે. તેમજ ગોંડલ રામજી મંદિરના મહંત છે. હરિચરણદાસ બાપુ ક્યારેય પોતાનો જન્મદિવસ ઉજવતા નથી. તેમજ અન્ય કોઇએ પણ જન્મદિવસની ઉજવણી ન કરી તે દિવસે થાય તો ધાર્મિક કાર્યો કરવાનો ઉપદેશ આપે છે. નોંધનીય છે કે ચેતેશ્વર પૂજારાનો સમગ્ર પરિવાર તેમનામાં ખૂબ જ માને છે અને ચેતેશ્વર કોઇ પણ સારા કાર્ય કરતા પહેલા અહીં દર્શન કરવા અને આશીર્વાદ લેવા ખાસ આવે છે.

ભારત ફાઇનલમાં પહોંચશે તો લોર્ડ્સમાં મેચ જોવા જશે?
મને ગ્રાઉન્ડ પરથી મેચ જોવાનો શોખ નથી. ઘરમાં શું અમે શાંતિથી કોઈ ડિસ્ટર્બન્સ વગર મેચ જોઈ શકીએ. મેચ જોતી વખતે હું બધી માઇનોર વસ્તુઓ પણ ધ્યાનથી ઓબ્ઝર્વ કરતો હોઉં છું. કઈ મિસ કરો તો અવારનવાર રિપ્લે પણ આવતા હોય છે. તેથી ક્યાંક ડાઉટ રહી ગયો હોય તો એ પણ ક્લિયર થઈ જાય.

ઘરમાં કોઈ સૂપર્સ્ટિશય્સ નથી
ઘરમાં કોઈ સૂપર્સ્ટિશય્સ (અંધશ્રદ્ધા) નથી. અમે ખાલી એક વસ્તુ પ્રિફર કરીએ કે મેચ જોતી વખતે ઘરમાં કોઈ ડિસ્ટર્બ ન કરે. ચેતેશ્વર પોતે પણ આવા કોઈ રૂટિનમાં માનતા નથી. આ જ ટી-શર્ટ પહેરું કે આ જ બેટથી રમું એવી કોઈ વાતમાં ચેતેશ્વરને પહેલેથી રસ નથી. સાચી વસ્તુ એ છે કે તમારે તમારી જરૂરિયાત પ્રમાણે લાઈફ શીખતાં જીવવું પડે. કોઈ બેટ ગમતું હોય અને તૂટી જાય તો પણ એનાથી રમવાનું ચાલુ રાખો તો તમને જ નુકસાન થવાનું. જોકે, આ દરેકની ઇંડીવિઝયુલ વસ્તુ છે. દરેક પોતપોતાની માન્યતા અને શ્રદ્ધા પ્રમાણે જીવતા હોય છે.