BCCIએ આજે ટીમ ઈન્ડિયાની નવી સિલેક્શન કમિટીની જાહેરાત કરી દીધી છે. ફરી એકવાર પૂર્વ ક્રિકેટર ચેતન શર્માને નવા ચીફ સિલેક્ટર તરીકે સિલેક્ટ કર્યા છે. તેમની સાથે અન્ય ચાર નવા ચહેરાઓ પણ આ નવી સિલેક્શન કમિટીમાં જોડાયા છે. T20 વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં ખરાબ પ્રદર્શનના કારણે BCCIએ તે સિલેક્શન કમિટીની હકાલપટ્ટી કરી હતી. ત્યારે તે કમિટીના ચીફ પણ ચેતન શર્મા જ હતા. તે કમિટીને હટાવ્યા પછી BCCIએ નવી સિલેક્શન કમિટી બનાવવા માટે જાહેરાત બહાર પાડી હતી. જેમાંથી ફરી એકવાર ચેતન શર્માને ચીફ સિલેક્ટર બનાવ્યા છે.
ટીમ ઈન્ડિયાની નવી સિલેક્શન કમિટી
1. ચેતન શર્મા (ચેરમેન)
2. શિવ સુંદર દાસ
3. સુબ્રતો બેનર્જી
4. સલીલ અંકોલા
5. શ્રીધરન શરથ
ક્રિકેટ એડવાઇઝરી કમિટીએ નવી સિલેક્શન કમિટીના જાહેરાત
BCCIએ આજે જણાવ્યું હતું કે સુલક્ષણા નાયક, અશોક મલ્હોત્રા અને જતીન પરાંજપેની ક્રિકેટ એડવાઇઝરી કમિટીએ નવી ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીને સિલેક્ટ કરી લીધી છે. જેમાં ચીફ સિલેક્ટર તરીકે ચેતન શર્માના નામની જાહેરાત કરી હતી.
આ પદ માટે 600 એપ્લિકેશન આવ્યા હતા. જેમાંથી 11ને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. અને તેઓ બધાના જ પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. આ બધી પ્રોસસ પછી જ ક્રિકેટ એડવાઇઝરી કમિટીએ આ પાંચ સિનિયર સિલેક્શન કમિટીને સિલેક્ટ કરી હતી.
ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે આ નવી સિલેક્શન કમિટી ટીમ નક્કી કરશે
અત્યારે ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે T20 સિરીઝ રમી રહી છે. આ પછી 3 વન-ડે મેચની સિરીઝ પણ રમશે. તેના પછી ન્યૂઝીલેન્ડ સામે સિરીઝ રમાવવાની છે. ત્યારે ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત આ નવી સિલેક્શન પેનલ કરશે.
હવે આ નવી સિલેક્શન કમિટીને ઘણા પડકારો રહેશે...
આ સાથે જ તેઓ નક્કી કરશે કે T20ના કેપ્ટન તરીકે કોણ હશે, રોહિત શર્મા કે પછી હાર્દિક પંડ્યા કે પછી કેએલ રાહુલ! આ વર્ષે ઓક્બોટર-નવેમ્બરમાં ભારતમાં વન-ડે વર્લ્ડ કપ રમાવવાનો છે, તેવામાં નવી સિલેક્શન કમિટીએ તેના વિશે રોડમેપ તૈયાર કરવો પડશે.
નવેમ્બરમાં ચેતન શર્માના અધ્યક્ષતાવાળી સિલેક્શન કમિટીને બરતરફ કરવામાં આવ્યા હતા
નવેમ્બર 2022માં BCCIએ અચાનક જ ચેતન શર્માના અધ્યક્ષતાવાળી સિલેક્શન કમિટીને રાતોરાત બરતરફ કર્યા હતા. જેમાં ત્યારના ચીફ સિલેક્ટર ચેતન શર્મા ઉપરાંત હરવિંદર સિંહ, સુનીલ જોશી અને દેવાશિષ મોહંતીને કાઢી દેવાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.