તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોતના મુખમાંથી બચ્યો દ. આફ્રિકાનો ખેલાડી:ફિલ્ડિંગ દરમિયાન ડુપ્લેસિસ સાથી ખેલાડી સાથે અથડાયો, જતી રહી હતી યાદશક્તિ; તેની પત્નીએ કહ્યું- તે ક્ષણે તો હું પણ મરી જ ગઈ હતી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડીંગ કરતા સમયે ડુપ્લેસિસને ઈજા પહોંચી હતી. - Divya Bhaskar
બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડીંગ કરતા સમયે ડુપ્લેસિસને ઈજા પહોંચી હતી.
  • હું હોટલ પરત આવી ગયો છું અને રિકવરી પણ સારી છે- ફાફ ડુપ્લેસિસ

દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ PSLની મેચ દરમિયાન દુર્ઘટનાનો શિકાર થયો હતો. પેશાવર ઝલ્મી વિરૂદ્ધની મેચમાં બાઉન્ડ્રી રોકવાનો પ્રયાસ કરતી વેળાએ આ દુર્ઘટના પરિણમી હતી. ડુપ્લેસિસનું માથું તેના સાથી ખેલાડી મોહમ્મદ હસનૈનના ઘુંટણ સાથે અથડાયું હતું. ત્યારપછી સારવાર બાદ ડુપ્લેસિસે ઘટસ્ફોટ કર્યો હતો કે એણે થોડાક સમય સુધી પોતાની યાદશક્તિ ગુમાવી દીધી હતી. જોકે હવે એની તબિયત સારી છે અને ડુપ્લેસિસની યાદશક્તિ પણ પાછી આવી ગઇ છે. આ દુર્ઘટના પછી ડુપ્લેસિસની પત્નીએ સોશિયલ મીડિયામાં ભાવુક પોસ્ટ શેર કરી હતી.

પાકિસ્તાન ક્રિકેટ લીગ સીઝન-6ની અન્ય તમામ મેચ અબુધાબીમાં રમાઇ રહી છે. ઈનિંગની 7મી ઓવર દરમિયાન બેટ્સમેન ડેવિડ મિલરે લોન્ગ ઓન બાજુ શોટ માર્યો હતો. આ સમયે બાઉન્ડ્રી પર બોલ પકડવા જતા સમયે મોહમ્મદ હસનૈનના ઘુંટણ સાથે ડુપ્લેસિસનું માથું અથડાયું હતું. ત્યારપછી તે ગ્રાઉન્ડ પર ઢળી પડ્યો હતો, જેથી સારવાર અર્થે ડુપ્લેસિસને સ્ટ્રેચર પર ગ્રાઉન્ડની બહાર લઇ જવાયો હતો.

ડુપ્લેસિસની પત્નીનો ભાવુક મેસેજ વાઇરલ
આ દુર્ઘટનાની જાણ થતા ફાફ ડુપ્લેસિસની પત્ની ઈમારી ભાવુક થઈ ગઈ હતી. તેણીએ સોશિયલ મીડિયામાં એક ભાવુક પોસ્ટ શેર કરી હતી. જેમાં લખ્યું હતું કે આ ઘટનાની જાણ થયા પછી હું મરી જ ગઈ હતી. મને આશા છે કે ડુપ્લેસિસને સારવાર હેઠળ ખસેડાયો હશે.

ડુપ્લેસિસને ઇજા પહોંચતા ક્વેટા ટીમ 61 રનથી હારી
હોસ્પિટલમાં સારવાર દરમિયાન ફાફ ડુપ્લેસિસે ઈજાગ્રસ્ત સમયને વાગોળ્યો હતો. એણે ટ્વીટ કરીને જાણ કર્યું હતું જેમાં ડુપ્લેસિસે એના તમામ ફેનને શુભકામનાઓ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારપછી ડુપ્લેસિસે કહ્યું હતું કે હું હોટલ પરત આવી ગયો છું અને રિકવરી પણ સારી છે. ઈજાગ્રસ્ત થયો ત્યારે થોડાક સમય સુધી મેં મારી યાદશક્તિ ગુમાવી દીધી હતી. પરંતુ હવે હું જલદીથી સાજો થઇ જઇશ. મને આશા છે કે હું જલદી ક્રિકેટ રમવા પરત ફરીશ. ફાફ ડુપ્લેસિસને ઇજા પહોંચતા ક્વેટા ટીમ 61 રનથી હારી ગઇ હતી.

IPLમાં ડુપ્લેસિસ ચેન્નઇ સુપરકિંગ્સ ટીમનો મહત્ત્વપૂર્ણ ખેલાડી
ડુપ્લેસિસ પહેલા આંદ્રે રસેલ પણ ઇજાગ્રસ્ત થયો હતો. રસેલન મોહમ્મદ મૂસાની બોલિંગ દરમિયાન ઇજા પહોંચી હતી. જેથી એને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ફાફ ડુપ્લેસિસે ટેસ્ટ ક્રિકેટ માંથી પણ સન્યાસ લઇ લીધો છે. તેથી જ ડુપ્લેસીસ PSL રમી રહ્યો છે. આની સાથે તે IPLમાં ચેન્નઈ સુપરકિંગ્સનો પણ મહત્ત્વપૂર્ણ ખેલાડી છે. તે આ ટીમ સાથે છેલ્લા 8-9 વર્ષ સુધી જોડાયેલો છે. અત્યારે ડુપ્લેસિસ ઓપનરની ભૂમિકા ભજવી રહ્યો છે. IPLનો ફેઝ-2 પણ UAEમાં યોજાશે, તે સમયે ડુપ્લેસિસ ફરીથી ચેન્નઇની ટીમ સાથે જોડાશે.

4 માર્ચે કોરોનાને કારણે PSLને સ્થગિત કરવી પડી
PSL 2021ની અન્ય મેચ અબુ ધાબીમાં 9 જૂનથી રમાઈ રહી છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 24 જૂનના રોજ યોજાશે. કોરોના મહામારીના કારણે 4 માર્ચે PSLને સ્થગિત કરવામાં આવી હતી. ત્યાર પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટૂર્નામેન્ટની અન્ય મેચને UAEમાં યોજવાનો નિર્ણય કર્યો હતો. સ્થગિત થતા પહેલા ટૂર્નામેન્ટમાં ફક્ત 14 મેચ યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...