ચેન્નઈ સુપર કિંગ્સ દેશની સૌથી મોટી સ્પોર્ટ્સ ફ્રેન્ચાઈઝી છે, જેના 4.09 કરોડ એક્ટિવ ફેન્સ છે. ભારતની મીડિયા કન્સલ્ટિંગ ફર્મ ઓરમેક્સ મીડિયાના રિપોર્ટ અનુસાર, ભારતમાં સ્પોર્ટ્સ ફેન બેઝ 13.63 કરોડ સુધી પહોંચી ગયો છે. તેમાં ટીવી અને ઓટીટી પ્લેટફોર્મ પર ગયા મહિને ઓછામાં ઓછું 30 મિનિટ સુધી એક્ટિવ યુઝર ગેમ્સ જોઈ એવા ફેન્સને સામેલ કરાયા છે.
હંમેશાની જેમ ક્રિકેટ સૌથી પસંદ થતી રમત છે. કુલ ફેન્સમાંથી લગભગ 91% એટલે કે, 12.42 કરોડ ક્રિકેટપ્રેમી રહ્યા છે. કબડ્ડી અને રેસલિંગે બીજું અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારતમાં જેટલા ફૂટબોલપ્રેમી છે, તેનાથી ઘણા વધુ એકલા સીએસકેના ફેન્સ છે.
ટીવી પર સ્પોર્ટ્સ જોવું મોબાઈલની તુલનામાંં વધુ પસંદ
ફેન્સના વ્યુઈંગ બિહેવિયરને પણ જોવાયો છે. જેના અનુસાર તેમને ટીવી પર સ્પોર્ટ્સ જોવાનું વધુ પસંદ છે, નહિં કે મોબાઈલ પર. 44% ભારતીય ફેન્સ લાઈવ સ્પોર્ટ્સ ટીવી પર જોવાનું પસંદ કરે છે. રિપોર્ટમાં દેશના જુદા-જુદા વિસ્તારોમાં અલગ-અલગ ભાષામાં થઈ રહેલી કોમેન્ટ્રીનો પણ સમાવેશ કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.