• Gujarati News
  • Sports
  • Cricket
  • Champions Trophy 2025 To Be Hosted By Pakistan, Says Anurag Thakur: It Is Not Yet Clear Whether India Will Play Or Not

શું ઈન્ડિયન ટીમ પાકિસ્તાન જશે?:ચેમ્પિયન્સ ટ્રોફી 2025 PAK હોસ્ટ કરશે, અનુરાગ ઠાકુરે કહ્યું- ભારત રમશે કે નહીં એ હજુ સ્પષ્ટ નથી

16 દિવસ પહેલા

ICCએ મંગળવારે આગામી 8 વર્ષ (2024-2031) માટે ક્રિકેટ ટૂર્નામેન્ટની જાહેરાત કરી દીધી છે. 2024થી 2031 સુધી દરેક વર્ષે ICCની કોઈ એક ટૂર્નામેન્ટ તો રમાશે. આ કાર્યક્રમમાંથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાન હોસ્ટ કરવા જઈ રહ્યું છે. જેને લઈને ભારત સરકાર અને ગૃહમંત્રાલય ચર્ચા-વિચારણા કરી શકે છે. આ મુદ્દે યુનિયન સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે ભારત સરકાર અને ગૃહ મંત્રાલય મળીને આનો નિર્ણય લેશે કે ઈન્ડિયન ટીમ પાકિસ્તાન જશે કે નહીં. તેમણે કહ્યું હતું કે સમય આવશે ત્યારે આ અંગે નિર્ણય લેવાશે.

મીડિયા સાથે વાતચીત દરમિયાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે સમય આવશે ત્યારે ભારત સરકાર અને ગૃહ મંત્રાલય આ મુદ્દે નિર્ણય લેશે. ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપ દરમિયાન તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પછી જ ટીમને કયા દેશમાં મોકલવી અને ક્યાં ન મોકલવી એનો નિર્ણય લેવાતો હોય છે. વળી અત્યારસુધી ઘણા દેશ પાકિસ્તાન પ્રવાસ રદ કરી ચૂક્યા છે અને ત્યાં ઘણા ખેલાડી સામે હુમલાઓ પણ થયા છે. આ એક ગંભીર મુદ્દો હોવાથી નિર્ણય સમજી વિચારીને કરાશે.

પાકિસ્તાન ઘરઆંગણે ટ્રોફી બચાવવા રમશે
2017માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી પાકિસ્તાની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડમાં ટ્રોફી બચાવવા માટે મેદાનમાં ઉતરશે. આ ટૂર્નામેન્ટમાં 8 ટીમ ભાગ લેશે અને 15 મેચ રમશે. વળી અત્યારે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે પાકિસ્તાનને પણ આ ટૂર્નામેન્ટ UAEમાં શિફ્ટ કરવા ટકોર કરાઈ શકે છે. ભારતે પણ કોવિડ મહામારીના પરિણામે આ પ્રમાણે નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડે પ્રવાસ રદ કર્યા પછી UAEમાં ટૂર્નામેન્ટ શિફ્ટ થઈ શકે છે.

પાકિસ્તાન પાસે 26 મેચ હોસ્ટ કરવાનો અનુભવ
1987 વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારત સાથે મળીને ICC વનડે વર્લ્ડ કપને હોસ્ટ કર્યો હતો. આ ટૂર્નામેન્ટમાં કુલ 27 મેચ રમી હતી. જેમાં 17 મેચ ભારત અને 10 મેચ પાકિસ્તાનમાં રમાઈ હતી. વળી 1996 વર્લ્ડ કપમાં કુલ 37 મેચ રમાઈ હતી, જેમાં 17 ભારત, 16 પાકિસ્તાન અને 4 મેચ શ્રીલંકામાં રમાઈ હતી.

2009માં શ્રીલંકન ટીમ પર આતંકી હુમલો થયો હતો (ફાઈલ)
2009માં શ્રીલંકન ટીમ પર આતંકી હુમલો થયો હતો (ફાઈલ)

2009માં શ્રીલંકન ટીમ પર હુમલો થયો
2009માં શ્રીલંકન ટીમ પર થયેલા આતંકી હુમલા પછી કુલ 6 ટીમોએ પાકિસ્તાન ટૂર કરી છે. 2015માં સૌથી પહેલા ઝિમ્બાબ્વેએ અહીં 4 T-20 મેચ રમી હતી. ત્યારપછી વર્લ્ડ-11એ અહીં 3 મેચ રમી હતી. 2017માં શ્રીલંકા, 2018માં વેસ્ટ ઈન્ડિઝ, 2020માં બાંગ્લાદેશ અને 2021માં દક્ષિણ આફ્રીકાએ પણ પાકિસ્તાનમાં મેચ રમી હતી. જોકે ત્યારપછી ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડે પ્રવાસ રદ કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...