ઇંગ્લેન્ડના દર્શકોએ પહેલી મેચની જેમ બીજી મેચમાં પણ ઈન્ડિયન ક્રિકેટર્સને હેરાન કરવાનું શરૂ કરી દીધું છે. બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઈન્ડિયન ટીમનો ઓપનર કે.એલ.રાહુલ બાઉન્ડરી પર ફિલ્ડીંગ કરી રહ્યો હતો. આ સમય દરમિયાન કેટલાક દર્શકોએ તેના પર શેમ્પેઇન બોટલના ઢાંકણા ફેંક્યા હતા. એના સિવાય ચાલુ મેચમાં એક ઇંગ્લેન્ડનો દર્શક, સુરક્ષાકર્મીને અવગણી ગ્રાઉન્ડમાં ધસી આવ્યો હતો.
69મી ઓવરમાં ઇંગ્લિશ પ્રેક્ષકોએ અવળચંડાઈ કરી
ઇંગ્લિશ ફેન્સે 69મી ઓવરમાં રાહુલને હેરાન કર્યો હતો. આ સમયે મોહમ્મદ શમી બોલિંગ કરી રહ્યો હતો પરંતુ આ ઘટના ઘટતા થોડા સમય માટે ગેમ રોકવી પડી હતી.
કેપ્ટન કોહલી ગુસ્સે થયો
રાહુલ પર જ્યારે શેમ્પેઇન બોટલનાં ઢાંકણા ફેંકાયા ત્યારે વિરાટ કોહલી સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો. કોહલીને જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે તેણે રાહુલને ઈશારો કરીને એજ ઢાંકણાને પાછા ફેંકવા ટકોર કરી હતી. હવે જોવા જેવી વાત એ થશે કે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ આવા દર્શકો સામે કોઇ કડક પગલા ભરશે કે નહીં!
રાહુલે પહેલી ઈનિંગમાં સદી ફટકારી
કે.એલ.રાહુલ આ સિરીઝમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. લોર્ડ્સ ટેસ્ટમાં ઈન્ડિયન ટીમના ઓપનર રાહુલે પહેલી ઈનિંગમાં 129 રન કર્યા હતા. આની સાથે તેણે નોટિંઘમના ટ્રેન્ટ બ્રિજમા રમાયેલી મેચમાં પણ રાહુલે અર્ધસદી નોંધાવી હતી.
પહેલી ટેસ્ટમાં પણ ઈન્ડિયન્સને ડેલ્ટા વેરિયન્ટ કહેલા
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ મેચ દરમિયાન ઇંગ્લિશ ફેન્સનો શરમજનક વ્યવહાર સામે આવ્યો છે. તેમણે ભારતીય સમર્થકોને ડેલ્ટા વેરિયન્ટ કહી દેશ છોડવા સતત ટકોર કરી હતી. એટલું જ નહીં, ઇંગ્લિશ ફેન્સે વિરાટ સહિત મોહમ્મદ શમી અંગે પણ વંશીય ટિપ્પણી કરી શરમજનક વાતાવરણ ઊભું કર્યું હતું. જોકે આ વિવાદાસ્પદ ટેસ્ટ મેચ વરસાદમાં ધોવાઈ જતાં બંને ટીમના સમર્થકો નિરાશ થયા હતા.
સોશિયલ મીડિયા પર ફેન્સ પણ ભડક્યા
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.