ક્રિકેટ / બોર્ડને માટે પડકાર, એલિટ પેનલમાં ભારતીય અમ્પાયર નથી

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.
X
પ્રતિકાત્મક તસવીર.પ્રતિકાત્મક તસવીર.

  • આઈસીસી ક્રિકેટ કમિટીએ મેચમાં ડોમેસ્ટિક અમ્પાયર રાખવાની વાત કરી

દિવ્ય ભાસ્કર

May 20, 2020, 05:00 AM IST

મુંબઇ. ટેસ્ટ ક્રિકેટમાં અમ્પાયરિંગ નહીં કરવાનો અનુભવ ભારતીય અમ્પાયરો માટે આવનારા સમયમાં મોટો પડકાર બની શકે છે. ICC એલિટ પેનલમાં ભારતનો એક પણ એમ્પાયર નથી. એલિટ પેનલના અમ્પાયર ટેસ્ટમાં ઉતરે છે. 
ઈન્ટરનેશનલ પેનલમાં સામેલ 4 અમ્પાયરમાંથી માત્ર નિતિન મેનન પાસે જ ટેસ્ટનો અનુભવ
અનિલ કુંબલીના નેતૃત્ત્વવાળી ICC ક્રિકેટ કમિટીએ અમુક સમય માટે મેચમાં ડોમેસ્ટિક અમ્પાયરના ઉપયોગની વાત કહી કારણ કે ઘણા દેશોમાં ટ્રાવેલ પ્રતિબંધ લાગેલો છે. એલિટ પેનલમાં સામેલ એસ રવિને ગત વર્ષે બહાર કરાયા હતા. જ્યારે ઈન્ટરનેશનલ પેનલમાં સામેલ 4 અમ્પાયરમાંથી માત્ર નિતિન મેનન પાસે જ ટેસ્ટનો અનુભવ છે. અન્ય 3 સી સમ્શુદ્દીન, અનીલ ચૌધરી અને વીરેન્દ્ર શર્માની પાસે લાંબા ફોર્મેટનો અનુભવ નથી. આમ છતાં તેઓ જાન્યુઆરીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ યોજાનારી ડોમેસ્ટિક ટેસ્ટ સીરિઝમાં અમ્પાયરિંગ કરી શકે છે. પૂર્વ ઈન્ટરનેશનલ અમ્પાયર હરિહરને કહ્યું,‘આ મોટો ચેલેન્જ હોવાની સાથે મોટી તક પણ છે.’

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી