એક્સપેરિમેન્ટમાં ખરાબી નથી, પરિણામ પણ મળ્યાં:ચહલના કોચે કહ્યું- 'ચહલને પહેલી મેચથી જ તક મળવી જોઈતી હતી'

23 દિવસ પહેલા

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ ચૂકી છે. સેમી-ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. હારનું કારણ અને એનું પોસ્ટમોર્ટમ પણ શરૂ થઈ ગયું છે. એક સવાલ પ્લેઇંગ ઈલેવનમાં સ્પિનર સિલેક્શનનો પણ છે.

ભારતની વર્લ્ડ કપ ટીમમાં 3 નિષ્ણાત સ્પિનર હતા. રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ અને અક્ષર પટેલ. ટીમ મેનેજમેન્ટે અશ્વિનને દરેક મેચમાં તક આપી, જેઓ એક સમય કોઈપણ મેચ રમવા ફિટ નહોતો માનવામાં આવતો. ચહલ પેવેલિયનમાંથી મેચ જોતો રહ્યો. બીજી તરફ પાકિસ્તાનના શાદાબ ખાન અથવા ઈંગ્લેન્ડના આદિલ રાસિદ, બંને પ્લેઇંગ ઈલેવનમાં ન માત્ર રમ્યા, પરંતુ સફળ પણ થયા. તેમનું પ્રદર્શન ગ્રાફિક્સમાં જોઈશું.

ચહલને પ્લેઇંગ ઈલેવનમાં તક કેમ ન મળી? આ સવાલ માત્ર આપણને નહીં, પરંતુ સુનીલ ગાવસ્કર અને હરભજન સિંહે પણ ટીવી કોમેન્ટરી દરમિયાન પૂછ્યો હતો. આ સવાલનો જવાબ અમે ચહલના કોચ રણધીર સિંહ પાસેથી જાણવા પ્રયત્ન કર્યો.

શું ચહલને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ન આપવું, યોગ્ય નિર્ણય હતો? કારણ કે અન્ય ટીમોએ લેગ સ્પિનર્સને તક આપી હતી
આ તો ટીમ મેનેજમેન્ટનો નિર્ણય છે. તેઓ ટીમના હિતમાં હોય એ જ નિર્ણય કરે છે. ટીમ મેનેજમેન્ટ બેસ્ટ કોમ્બિનેશન સાથે મેચ રમે છે. જ્યાં સુધી ચહલની વાત છે, ઓસ્ટ્રેલિયામાં ગ્રાઉન્ડ મોટાં છે. ચહલ બેટર્સને રીડ કરી ફ્લાઈટ કરે છે. કદાચ તે X-ફેક્ટર સાબિત થાત. અન્ય ટીમોએ લેગ સ્પિનરોને તક આપી. મને લાગે છે ચહલને પણ તક મળી શકતી હતી, પરંતુ પાછું કહીશ કે આ ટીમ મેનેજમેન્ટનો નિર્ણય છે અને તેઓ બેસ્ટ પોસિબલ પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતારે છે.

ચહલના સ્થાને રમનાર અક્ષર પટેલનું પ્રદર્શન નીચેના ગ્રાફિક્સમાં જુઓ

સેમી-ફાઈનલમાં ઈંગ્લેન્ડના આદિલ રાસિદને તક મળી હતી અને તે સફળ રહ્યો. શું ભારતે ચહલને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ન આપવું જોઈએ?
જુઓ, મારો વ્યક્તિગત અભિપ્રાય છે કે તેને પ્રથમ મેચથી જ ટીમમાં સ્થાન આપવા જેવું હતું. ચહલ ભારતનો સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે અને એ જ વાત સુનીલ ગાવસ્કર, હરભજન સિંહ અને આકાશ ચોપરા જેવા મોટા ખેલાડીઓ કહી રહ્યા છે કે ચહલને તક મળવી જોઈતી હતી, પરંતુ પછી વાત એ જ છે કે ટીમ મેનેજમેન્ટ પરિસ્થિતિ જોઈને નિર્ણય લે છે.

ટીમની રચનામાં એક્સપેરિમેન્ટ્સને લઈને શું કહેશો? આપણે 30 પ્લેયર્સને તક આપી. દીપક હુડ્ડા જોડે પણ ઓપનિંગ કરાવી લીધું
ટીમ કોમ્બિનેશન માટે એક્સપેરિમેન્ટ્સ ખરાબ નથી. જો તમે કોમ્બિનેશનનો પ્રયાસ નહીં કરો કે એક્સપેરિમેન્ટ નહીં કરો તો યુવા ખેલાડીઓને કેવી રીતે તક મળશે? હા, અલબત્ત, તમારે પરિણામ પણ જોવાનું છે. ભારતની ટીમ આ વખતે પણ લગભગ એ જ હતી, જે ગયા વર્લ્ડ કપમાં રમી હતી અને જસપ્રિત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા અનફિટ હોવાને કારણે રમ્યા નહોતા.

ભારતના બેટર રિષભ પંત અને દિનેશ કાર્તિક લેગ સ્પિનર સામે સ્ટ્રગલ કરી રહ્યા હતા. ચહલના સ્થાને રમના અશ્વિને કેવું પ્રદર્શન કર્યું એ ગ્રાફિક્સમાં જુઓ...

તો શું તમને લાગે છે કે આ એક્સપેરિમેન્ટ્સ યોગ્ય સાબિત ન થયાં?
ના, એવું નથી. ચહલ ગત વર્લ્ડ કપ રમ્યો નહોતો. પહેલાં તેણે દુબઈમાં સારું પ્રદર્શન કર્યું હતું. ગત વર્લ્ડ કપ પણ ત્યાં જ રમાયો હતો, પરંતુ કેપ્ટન હોય કે કોચ, ટીમ કોમ્બિનેશન માટે એક્સપેરિમેન્ટ્સ કરવા જ પડે.

અન્ય સમાચારો પણ છે...