તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેલબર્ન ટેસ્ટ જીતના પાંચ હીરો:કેપ્ટન રહાણેની સેન્ચુરી, ડેબ્યુ મેચમાં ઝળક્યા નવા સ્ટાર્સ- સિરાઝ અને ગિલ

મેલબર્ન2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટીમ ઈન્ડિયાએ મેલબર્નમાં રમેયાલી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવીને ચાર ટેસ્ટ મેચ સિરીઝમાં 1-1ની બરોબરી કરી લીધી છે. - Divya Bhaskar
ટીમ ઈન્ડિયાએ મેલબર્નમાં રમેયાલી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવીને ચાર ટેસ્ટ મેચ સિરીઝમાં 1-1ની બરોબરી કરી લીધી છે.

ટીમ ઈન્ડિયાએ મેલબર્નમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવીને સિરીઝમાં 1-1ની બરોબરી કરી લીધી છે. ટીમ ઈન્ડિયાએ આ જીતના પાંચ હીરો કેપ્ટન અજિંક્ય રહાણેની સાથે ઓફ સ્પિનર આર. અશ્વિન, ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને ડેબ્યુ મેચ રમી રહેલા બેટ્સમેન શુભમન ગિલ અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાઝ રહ્યા છે.

સિરીઝ 1-1થી બરાબર, ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયા 6 વર્ષથી બોક્સિંગ-ડે ટેસ્ટ નથી હારી

અજિંક્ય રહાણેઃ ટીમની કેપ્ટનશિપ કરી રહેલા રહાણેએ ફર્સ્ટ ઈનિંગમાં સંકટમાં જોવા મળેલી ટીમ ઈન્ડિયાને સંભાળી હતી. કેપ્ટન વિરાટ કોહલી પહેલી ટેસ્ટ પછી પેટરનિટી લીવ પર ઈન્ડિયા પરત ફર્યો છે. એ બાદ રહાણેને ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. રહાણેએ પહેલી ઈનિંગમાં જ્યારે ટોપઓર્ડરના બેટ્સમેન મયંક અગ્રવાલ, શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારા ભારતના 64 રન પર જ પેવેલિયન પરત ફર્યા હતા, ત્યારે તેમણે હનુમા વિહારીની સાથે ઈનિંગને સંભાળતા 52 રનની પાર્ટનરશિપ કરી હતી. એ બાદ રૂષભ પંતની સાથે 87 બોલ પર 57 રન બનાવીને ટીમના સ્કોરને 5 વિકેટ પર 173 રન પહોંચાડ્યો. તો તેણે રવીન્દ્ર જાડેજાની સાથે મળીને 245 બોલમાં 121 રન બનાવ્યા. રહાણેએ પહેલી ઈનિંગમાં 112 રન બનાવ્યા હતા. જોકે જ્યારે તે આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 294 રન થઈ ગયો હતો. તેની ટેસ્ટ કરિયરની 12મી સેન્ચુરી હતી. તો મેલબર્નમાં બે સેન્ચુરી ફટકારનાર તે પહેલો ભારતીય ખેલાડી પણ બની ગયો, જ્યારે બીજી ઈનિંગમાં રહાણેએ નોટઆઉટ 27 રન બનાવ્યા હતા.

રવીન્દ્ર જાડેજાઃ ઓલરાઉન્ડ રવીન્દ્રએ બીજી ટેસ્ટમાં બોલ અને બેટ બંનેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. પહેલી ઈનિંગમાં 57 રન બનાવવાની સાથે મેચમાં કુલ 3 વિકેટ પણ લીધી. પહેલી ઈનિંગમાં 5.3 ઓવરમાં 15 રન આપીને 1 વિકેટ લીધી. તો બેટિંગ દરમિયાન કેપ્ટન રહાણેની સાથે ઈનિંગને સંભાળતાં 121 રનની ભાગીદારી પણ કરી છે. તો બીજી ઈનિંગમાં જાડેજાએ 14 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ પણ લીધી હતી.

શુભમન ગિલઃ મેલબર્ન ટેસ્ટમાં ડેબ્યુ મેચ રમી રહેલા ગિલે પોતાની બેટિંગથી સૌને પ્રભાવિત કર્યા. તેણે પહેલી ઈનિંગમાં 65 બોલમાં 45 રન બનાવ્યા, તો બીજી ઈનિંગમાં પણ 35 રન બનાવ્યા હતા. પહેલી ઈનિંગમાં તેણે મોહમ્મદ સિરાઝની બોલમાં માર્નસ લાબુશેનનો કેચ પકડ્યો હતો.

આર. અશ્વિનઃ અશ્વિને ઓસ્ટ્રેલિયાને પહેલી ઈનિંગમાં 195 રનમાં જ રોકવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અશ્વિને 24 ઓવરમાં 35 રન આપીને 3 વિકેટ ઝડપી. જ્યારે બીજી ઈનિંગમાં 2 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની ઈનિંગને 200 રનમાં સમેટવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. અશ્વિને પહેલી ઈનિંગમાં જાડેજાની સાથે 12 અને ઉમેશ યાદવની સાથે 19 રનની પાર્ટનરશિપ કરી.

મોહમ્મદ સિરાઝઃ મોહમ્મદ સિરાઝે ડેબ્યુ મેચમાં બંને ઈનિંગમાં કુલ 5 વિકેટ લીધી. તે સાત વર્ષ પછી ડેબ્યુ મેચમાં 5 વિકેટ લેનારો પહેલો ભારતીય બોલર છે. તેની પહેલાં મોહમ્મદ શમીએ 2013માં કોલકાતામાં વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ડેબ્યુ મેચમાં 5થી વધુ વિકેટ લીધી હતી. સિરાઝે પહેલી ઈનિંગમાં 15 ઓવરમાં 40 રન આપીને 2 વિકેટ અને બીજી ઈનિંગમાં 21.2 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ લીધી હતી. સિરાઝે કેમરુન ગ્રીનને બંને ઈનિંગમાં આઉટ કર્યો હતો. જ્યારે બીજી ઈનિંગમાં ટ્રેવિસ હેડ અને નાથન લાયનની વિકેટ ઝડપી હતી. તો પહેલી ઈનિંગમાં ગ્રીનની સાથે માર્નસ લાબુશેનને આઉટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો