ક્રાઇસ્ટચર્ચમાં શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ગુરુવારે પહેલા દિવસે સ્ટમ્પ્સ સુધીમાં શ્રીલંકાએ 6 વિકેટે 305 રન બનાવ્યા હતા. ખરાબ લાઇટના કારણે 75 ઓવરની જ રમત શક્ય બની હતી.
શ્રીલંકા તરફથી કુશલ મેન્ડિસ અને દિમુથ કરુણારત્નેની વચ્ચે સેન્ચુરી પાર્ટનરશિપ થઈ હતી. તો એન્જેલો મેથ્યૂઝ અને દિનેશ ચાંદીમલની વચ્ચે અર્ધસદીની પાર્ટનરશિપ થઈ હતી. તો ધનંજય ડિ સિલ્વા 39 અને કસુન રજીથા 16 રન બનાવીને નોટઆઉટ રહ્યા છે.
શરૂઆતમાં કિવીઝના કેપ્ટનનો ફિલ્ડિંગ લેવાનો નિર્ણય યોગ્ય સાબિત થયો
ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કિવીઝ ટીમના કેપ્ટન ટિમ સાઉધીનો આ નિર્ણય શરૂઆતમાં સાચો સાબિત થયો હતો. શ્રીલંકાએ પહેલા વિકેટ 14 રને ગુમાવી હતી. ઓપનર ઓશદા ફર્નાન્ડો 31 બોલમાં 13 રને આઉટ થયો હતો. તેની વિકેટ ટિમ સાઉધીએ ઝડપી હતી.
કુશલ મેન્ડિસ અને કરુણારત્નેની વચ્ચે 137 રનની પાર્ટનરશિપ
આ પછી બીજી વિકેટ માટે કુશલ મેન્ડિસ અને દિમુથ કરુણારત્નેની વચ્ચે 137 રનની પાર્ટનરશિપ થઈ હતી. મેન્ડિસ ટીમના 151 રનના સ્કોર પર સાઉધીની બોલિંગમાં LBW આઉટ થયો હતો. તેણે 83 બોલમાં 87 રનની ઇનિંગ રમી હતી. આના પછી 151 રનના સ્કોર પર જ કરુણારત્ને પણ 87 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો.
એન્જેલો મેથ્યૂઝ અને દિનેશ ચંદીમલની વચ્ચે 82 રનની પાર્ટનરશિપ
કરુણારત્ને અને મેન્ડિસના આઉટ થયા પછી બન્ને નવા બેટર્સ એન્જેલો મેથ્યૂઝ અને દિનેશ ચંદીમલે શ્રીલંકાની ઇનિંગને સંભાળી હતી અને સ્કોરને 151થી 233 રન સુધી પહોંચાડ્યો હતો. બન્ને વચ્ચે ચોથી વિકેટ માટે 82 રનની પાર્ટનરશિપ થઈ હતી.
આ પછી એન્જેલો મેથ્યૂઝ 47 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ચંદીમલે 64 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો હતો. દિવસના અંત સુધીમાં સાતમી વિકેટ માટે ધનંજય ડિ સિલ્વા અને કસુન રજીથા વચ્ચે 45 રનની પાર્ટનરશિપ થઈ હતી.
સાઉધીએ 3 વિકેટ લીધી
ન્યૂઝીલેન્ડની તરફથી ટિમ સાઉધીએ 3 વિકેટ લીધી હતી. તો મેટ હેનરીએ 2 વિકેટ લીધી હતી.
WTC ફાઈનલમાં બન્યા રહેવા માટે સિરીઝ ક્લિન સ્વિપ કરવું જરૂરી
શ્રીલંકાએ WTC ફાઈનલમાં બન્યા રહેવા માટે બે ટેસ્ટ મેચની સિરીઝમાં ક્લિન સ્વિપ કરવું પડશે. તો આજથી શરૂ થયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારત જીતી જાય છે, તો આ સિરીઝની કોઈ અસર નહીં પડે. શ્રીલંકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.