• Gujarati News
  • Sports
  • Cricket
  • Century Master Deepak Hooda Was Knocked Out, Giving Virat The No. 3 Spot; Kohli's Embarrassing Form Remains The Same

આ તો કેવું સિલેક્શન?:સેન્ચુરી માસ્ટર દીપક હુડાને બહાર કરી દેવાયો, વિરાટને નંબર-3 સ્પોટ આપ્યું; કોહલીનું શરમજનક ફોર્મ યથાવત

સ્પોર્ટ્સ ડેસ્ક3 મહિનો પહેલા
  • ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વિરાટ નિષ્ફળ રહ્યો તો વર્લ્ડ કપ સ્ક્વોડથી પત્તું કપાઈ શકે

વિરાટ કોહલી ઇંગ્લેન્ડ વિરૂદ્ધ બીજી T20 મેચમાં એક જ રન કરી શક્યો હતો. તેવામાં વિરાટના કમબેક પર ફેન્સ ખુશ હતા પરંતુ તે જેવી રીતે 1 રન કરી બેદરકારી પૂર્વક આઉટ થયો એનાથી ઘણા ક્રિકેટ ફેન્સ ગુસ્સે થઈ ગયા હતા. તેમનું કહેવું હતું કે જે નંબર-3 સ્પોટ પર હુડા સેન્ચુરી અને ફિફ્ટી ફટકારી રહ્યો છે તેને બહાર કરી દેવો યોગ્ય નથી. અત્યારે હુડા શાનદાર લયમાં જોવા મળી રહ્યો છે, તેનો ફાયદો ઉઠાવવાના સ્થાને આમ બેન્ચ પર બેસાડી દેવો કેટલો યોગ્ય છે. આને જોઈને બધા વિરાટને ટ્રોલ કરવા લાગ્યા હતા.

વિરાટનો ફ્લોપ શો, ભારતની મુશ્કેલી વધી
વિરાટ કોહલી પોતાના સ્પોટ-3 પર પરત ફર્યો છે. આ દરમિયાન તેણે 3 બોલમાં માત્ર 1 રન જ કર્યો હતો. ત્યારપછી ઇંગ્લેન્ડના બોલર ગ્લીસને ઓફ સ્ટમ્પ પર લેન્થ બોલ ફેંકી કોહલીની વિકેટ લીધી હતી. રોહિતના આઉટ થયા પછી બેક ટુ બેક વિરાટ આઉટ થઈ જતા ભારતીય ટીમ બેક ફુટ પર ધકેલાઈ ગઈ હતી. વળી પહેલી મેચમાં જેવી રીતે હુડાએ નંબર-3 પર બેટિંગ કરી હતી એની સહાયથી જ ભારતને હાઈસ્કોર નોંધાવવામાં મદદ મળી હતી. પરંતુ આ વખતે વિરાટના ફ્લોપ શોની અસર ટાર્ગેટ પર પણ પડી હતી.

છેલ્લી 6 ઈનિંગમાં હુડા અને વિરાટનું પ્રદર્શન

ઈન્ટરનેશનલ અને IPLની છેલ્લી 6 ઈનિંગની વાત કરીએ તો દીપક હુડાએ શાનદાર સ્ટ્રાઈક રેટ સાથે વિરાટ કરતા પણ વધુ રન કર્યા છે. જેમાં હુડાએ આયરલેન્ડ વિરૂદ્ધ ફટકારેલી સદી કોણ ભૂલી શકે! તેવામાં હવે પોતાની કારકિર્દીના સૌથી સારા ફેઝમાં દીપકને બેન્ચ પર બેસાડી દેવામાં આવતા ટીમ સિલેક્શન સામે સવાલો ઉઠી રહ્યા છે.

ખરાબ ફોર્મથી સચિન બીજા વર્ષે બહાર આવ્યો, કોહલીનો 3 વર્ષથી સંઘર્ષ
કહેવાય છે કે દરેક મહાન ખેલાડી ક્યારેક તો આઉટ ઓફ ફોર્મ થઇ જાય છે, પછી તે સચિન હોય કે રિકી પોન્ટિંગ. જોકે, વિરાટ કોહલીનો જેવો ખરાબ તબક્કો ચાલી રહ્યો છે તેવો બીજા એકેય મહાન બેટરનો નથી રહ્યો. આ કારણથી તે ઓક્ટોબરમાં રમાનારા ટી20 વર્લ્ડકપ માટેની ટીમમાંથી બહાર પણ થઇ શકે છે. 2018માં વિશ્વનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બેટર રહેલો કોહલી છેલ્લા 3 વર્ષથી એકેય ફોરમેટમાં સદી નથી કરી શક્યો. વિશ્વના 98 ખેલાડીની સરેરાશ હવે કોહલીથી સારી થઇ ચૂકી છે.

સચિન, લારા, પોન્ટિંગ, કાલિસ જેવા મહાન ખેલાડીઓનો ખરાબ તબક્કો કોહલી જેટલો લાંબો નથી રહ્યો. પીક પર પહોંચ્યા બાદ આ ખેલાડીઓની ટેસ્ટ એવરેજ ક્યારેય 2 વર્ષ સુધી 30થી નીચે નથી રહી કે સદી ફટકાર્યા વિના તેમના 2 વર્ષ વીત્યા નથી. કોહલી સતત ફ્લોપ જઇ રહ્યો છે. 3 વર્ષમાં એક પણ સદી ન થવી તેની સૌથી મોટી સમસ્યા બની ગઇ છે.

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ નિષ્ફળ રહ્યો તો વર્લ્ડ કપ સ્ક્વોડથી પત્તું કપાઈ શકે
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે કંઈ સારું થઈ રહ્યું નથી. છેલ્લા ત્રણ વર્ષથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા કોહલીને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારોને લાગે છે કે વિરાટ હવે T20 ટીમના મિડલ ઓર્ડરમાં ફિટ બેસી શકે તેમ નથી. આગામી 10 દિવસમાં ઈંગ્લેન્ડમાં બે T20 અને ODI શ્રેણી રમાશે. આવી સ્થિતિમાં જો તેનું બેટિંગ પ્રદર્શન ઈંગ્લેન્ડ સામે નહીં સારુ રહે તો તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવશે. મેનેજમેન્ટને લાગે છે કે મિડલ ઓર્ડર માટે કોહલી કરતાં વધુ સારો વિકલ્પ રિષભ પંત, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક અને દીપક હુડા રહેશે.

વિરાટ વર્લ્ડ કપની બહાર થઈ શકે છે
ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો કોહલીને T20 ટીમમાં સ્થાન આપવા અંગે સ્પષ્ટ નથી. ટીમના ટોચના ખેલાડી રોહિત શર્મા, રિષભ પંત અને હાર્દિક પંડ્યા વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 શ્રેણીનો ભાગ હશે, પરંતુ વિરાટને ત્યારે જ તક આપવામાં આવશે જ્યારે તે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં સારું પ્રદર્શન કરશે. જો આમ નહીં થાય તો તેને T20 ટીમની સાથે સાથે વર્લ્ડ કપની ટીમમાંથી પણ બહાર નીકળવાનો રસ્તો જોવો પડી શકે છે.

ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયથી સંકેત મળ્યો
ટીમ મેનેજમેન્ટના એક નિર્ણયથી કોહલીની T20 કારકિર્દી જોખમમાં આવી શકે છે. બુધવારે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે જે ટીમની પસંદગી કરવામાં આવી છે તે માત્ર વનડે શ્રેણી માટે છે. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં કોહલીનું પ્રદર્શન પર બધાની નજર રહેશે.

શિખર ધવનને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની કમાન સોંપવામાં આવી છે. આની સાથે જ રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ જેવા અનુભવી ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

ભારત માટે બીજી T20 મેચ કેવી રહી
પોઝિટિવ: રોહિત અને પંતની જોડીએ ફરી એકવાર શાનદાર શરૂઆત કરી. નીચલા ક્રમમાં, રવિન્દ્ર જાડેજાએ ફરીથી પોતાની બેટિંગથી શાનદાર સ્કોર કર્યો. 89 રનમાં પાંચ વિકેટ પડી જવા છતાં લોઅર ઓર્ડરના બેટરે ટીમ ઈન્ડિયાના સ્કોરને 170 રન સુધી પહોંચાડ્યો હતો. ભુવનેશ્વર અને જસપ્રિત બુમરાહે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. બંનેએ મળીને પાંચ વિકેટ ઝડપી હતી. આમાંથી ત્રણ વિકેટ પાવરપ્લેની અંદર આવી હતી.

નુકસાનઃ આ મેચમાં વિરાટ કોહલી માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો. તેનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય છે. ભારતનો મિડલ ઓર્ડર પણ કોઈ ખાસ પ્રદર્શન ન કરી શક્યો. સૂર્યકુમાર, હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક શરૂઆત મેળવવા છતાં મોટી ઇનિંગ્સ રમી શક્યા નહોતા. આ મેચમાં કોઈપણ ભારતીય બેટર ફિફ્ટી ફટકારી શક્યો નહોતો.

અન્ય સમાચારો પણ છે...