તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPLના પાંચ વન સીઝન વન્ડર:ઇજા, પારિવારિક ઝગડા, ડ્રગ્સના કારણે ટ્રેક પરથી ઉતર્યું કરિયર; પછી તક પણ મળી પરંતુ તેમ છતાં ફેલ થયા

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • IPLના પાંચ એવા ખેલાડીઓ પર એક જ નજર, જેઓ માત્ર વન સીઝન વન્ડર સાબિત થયા

IPL દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. તેમાં સારું પ્રદર્શન ખેલાડીઓને માત્ર અમીર જ નથી બનાવતી પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રતિભા સાબિત કરવાની તક પણ આપે છે. રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા જેવા ઘણા સ્ટાર ખેલાડીઓએ પણ IPL થકી જ ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવી. બીજી તરફ, એવા પણ ઘણા ખેલાડીઓ છે જેઓ એક સીઝનમાં ચાલ્યા પરંતુ પછી સદંતર નિષ્ફ્ળ રહ્યા. ઇજા, પારિવારિક ઝગડા, આત્મવિશ્વાસમાં કમી અને ડ્રગ્સ વિવાદ સહિત ઘણા કારણ રહ્યા જેમણે આ યુવા ખેલાડીઓના કરિયરને પૂરી રીતે સમાપ્ત કરી દીધા. આવા જ પાંચ વન સીઝન વન્ડર પણ એક જ નજર.

સ્વપ્નિલ અસનોદકર, રાજસ્થાન રોયલ્સ -2008
રાજસ્થાન રોયલ્સની ટીમ આઈપીએલની પ્રથમ સીઝનમાં ચેમ્પિયન બની હતી. ગોવાના 24 વર્ષીય બેટ્સમેન સ્વપ્નીલ અસનોદકરને ગ્રેમ સ્મિથ સાથે ઓપનિંગની જવાબદારી સોંપાઇ હતી.સ્વપ્નિલને આક્ર્મક શરૂઆતની જવાબદારી આપવામાં આવી હતી. અસનોદકરે ટીમ મેનેજમેંટને નિરાશ ન કર્યા અને 9 મેચમાં 311 રન બનાવ્યા. તેનો સ્ટ્રાઇક રેટ 133.47 હતો. અસ્નોદકરને આગામી સિઝનમાં પણ તક મળી, પરંતુ તે પ્રથમ સીઝનના પ્રદર્શનને પુનરાવર્તિત કરી શક્યો નહીં. દક્ષિણ આફ્રિકામાં 2009ની સીઝનમાં તે 8 મેચોમાં 98 રન બનાવી શક્યો હતો. આથી તેનો આત્મવિશ્વાસ નબળો પડી ગયો. 2010 માં તે ફક્ત બે મેચ રમી શક્યો હતો અને 2011માં તેને ફક્ત 1 મેચ રમવાની તક મળી હતી.

પોલ વલ્થાટી 2009થી 2013 એમ પાંચ સીઝનમાં IPLનો ભાગ રહ્યો. 2009 અને 2010માં રાજસ્થાન વતી અને 2011થી 2013 સુધી કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમ્યો હતો. 2011માં તેનું પ્રદર્શન યાદગાર હતું. તેણે 14 મેચમાં 1 સદી અને 2 ફિફટીની મદદથી 463 રન બનાવ્યા. તે સીઝનમાં ચેન્નઈ સામે 63 બોલમાં સદી ફટકારી. તેમજ ડેક્કન ચાર્જર્સ સામે 47 બોલમાં 75 રન બનાવ્યા. 2013માં તેને એક જ મેચમાં રમવાની તક મળી. તેમણે તેણે 6 રન બનાવ્યા અને પછી ક્યારેય IPLમાં રમ્યો નથી. માનવામાં આવે છે કે, કાંડાની ઇજામાંથી તે સ્વસ્થ નહોતો થઈ શક્યો અને તેના લીધે તેની કરિયર ફરી ક્યારેય ટ્રેક પર આવી નહીં.

ઝારખંડનો સૌરભ તિવારી લીગની 69 મેચમાં રમ્યો છે. તેમણે તેણે 1379 રન બનાવ્યા છે. તેમાંથી જો 2010ની સીઝનની બાદ કરીએ તો તેનું પ્રદર્શન ઘણું સાધારણ થઈ જાય છે. તિવારીએ 2010માં મુંબઈ ઇન્ડિયન્સ માટે 16 મેચમાં 419 રન બનાવ્યા હતા, જોકે તે પછી એકપણ સીઝનમાં 200 રન બનાવી શક્યો નથી. 2020માં તેણે 7 મેચમાં માત્ર 42 રન બનાવ્યા. 2010ની સફળતા પછી તેના પર સ્ટારદમ ભારી પડી ગયો હતો. સાથે જ તે ઓવર વેઇટ થઈ ગયો હતો.

2008માં IPLની પહેલી સીઝનની શરૂઆતમાં મનપ્રીત ગોની લાઈમલાઈટમાં એટલે આવ્યો કારણકે તેનું નામ સાંભળવામાં ટીમ ઇન્ડિયાના કપ્તાન ધોની જેવું લાગતું હતું. જોકે, સીઝન સમાપ્ત થતાં તે ફાસ્ટ બોલિંગથી નામ કમાઈ ચૂક્યો હતો.ગોનીએ 2008માં 16 મેચોમાં 17 વિકેટ ઝડપી હતી. તે ચેન્નઈ માટે સીઝનમાં હાઈએસ્ટ વિકેટ ટેકર હતો. જોકે, તે પછીની 28 મેચમાં ગોની 21 વિકેટ જ લઈ શક્યો. 6 સીઝન રમ્યો પરંતુ એકમાં પણ 7 વિકેટથી વધુ શિકાર કર્યા નહીં. ગોની સતત પારિવારિક મુશ્કેલીમાં ફસાયેલો રહ્યો. 2013માં મનપ્રીત ગોનીની માતાએ તેના પર હત્યા કરવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. તે પછી તેનું કરિયર ફરી ક્યારેય ટોપ પર આવ્યું નહીં.

2011માં પૂણે વોરિયર્સની સીઝન નિરાશાજનક રહી હતી. 10 ટીમોમાં તેમણે 9મા સ્થાને સીઝન સમાપ્ત કરી હતી. પરંતુ ટીમના લેગ સ્પિનર રાહુલ શર્માએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 14 મેચમાં 16 વિકેટ ઝડપી હતી. જોકે, તે પછી રાહુલ કોઈપણ સીઝનમાં 10 વિકેટ લઈ શક્યો નહોતો. 2012માં તેનું નામ મુંબઈમાં થયેલી રેવ પાર્ટીમાં સામે આવ્યું હતું. રાહુલને બેલ્સ પાલ્સી નામની બીમારી થઈ હતી. તે ચહેરાના નર્વસ સાથે જોડાયેલી બીમારી છે. રાહુલે ફિલ્ડ બહાર ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. તે ઘણા પ્રયાસ છતાં ફરી સારું પ્રદર્શન કરી શક્યો નહીં. આ વખતે પણ કોઈ ટીમે તેના માટે બોલી લગાવી નહોતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો