તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • CAPTAINSHIP CHASE| Former Chief Selector Kiran More's Revelation; Said Rohit Can Be Selected As The Captain To Reduce Virat's Workload

કેપ્ટનશિપ મુદ્દે રોહિત Vs વિરાટ વિવાદ:પૂર્વ ચીફ સિલેક્ટર કિરણ મોરેએ 2 કેપ્ટન મુદ્દે સમર્થન આપ્યું, કહ્યું- એક સમયે વિરાટ સામેથી હિટમેનને કેપ્ટનશિપ સોંપશે

2 મહિનો પહેલા
  • રોહિતની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ 8 વનડે અને 14 T20 મેચ પણ જીતી છે

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સિલેક્ટર કિરણ મોરેએ દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા અંગે સૌથી મોટું નિવેદન આપ્યું હતું. મોરેએ કહ્યું હતું કે લિમિટેડ ઓવરના ફોર્મેટમાં વિરાટ કોહલીના સ્થાને રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. એક ઇન્ટર્વ્યુમાં તેમણે જણાવ્યું હતું કે ઈન્ડિયન ટીમમાં વિવિધ ફોર્મેટ પ્રમાણે અલગ અલગ કેપ્ટનની પસંદગી થઇ શકે છે.

વિવિધ ક્રિકેટ એક્સપર્ટ પણ આ અંગે વાત કરી ચૂક્યા છે
તમને જણાવી દઇએ કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો વર્કલોડ ઓછો કરવા માટે અલગ-અલગ ફોર્મેટમાં કેપ્ટન બદલવાની વાત પણ ઘણા દિગ્ગજ નિષ્ણાતો કરી ચૂક્યા છે. ભારતીય ટીમના વ્યસ્ત માળખાને કારણે ટીમ અલગ-અલગ ફોર્મેટમાં કેપ્ટનનો કાર્યભાર પણ એક જ ખેલાડી પર આવે એમ નહીં થવા દે. આ અંગે હજુ વિચારણા આગળ વધી શકે છે. વધુમાં કિરણ મોરેએ જણાવ્યું હતું કે વિરાટ કોહલી એક ચોક્કસ સમયગાળા બાદ સામેથી રોહિત શર્માને કેપ્ટનશિપ આપી શકે છે.

ઈંગ્લેન્ડ ટૂરમાં કેપ્ટનશિપ અંગે વિચાર થઇ શકે છે- મોરે
મોરેએ વધુમાં જણાવ્યું હતું કે વિરાટ કોહલીએ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં રમીને ઘણી શીખ મેળવી છે, એ પણ એક સ્માર્ટ કેપ્ટન છે, પરંતુ ત્રણેય ફોર્મેટમાં સતત પ્રશંસનીય પ્રદર્શન કરવું કોઇના માટે પણ સંભવ નથી. કોહલીએ પણ આ અંગે વિચાર કરવો જોઇશે કે તેઓ વનડે અને T-20માં ક્યાં સુધી કેપ્ટન તરીકે કાર્યભાર સંભાળી શકશે. ઈંગ્લેન્ડ ટૂરમાં આ સમગ્ર મુદ્દાઓ ચર્ચા થઇ શકે છે.

ધોની સર્વશ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કરી ચૂક્યો છે
ધોનીએ પોતાના પર દબાણ ઓછુ કરવા માટે વર્ષ 2014માં કેપ્ટનશિપ છોડી દીધી હતી અને વિરાટ કોહલીને કેપ્ટન બનાવ્યો હતો. આ સમય દરમિયાન તેઓ વનડે અને T-20ની કેપ્ટનશિપ સંભાળી રહ્યા હતા. સમય પસાર થતા તેઓએ વર્ષ 2018માં વનડે અને T-20ની કેપ્ટનશિપ પણ છોડી દીધી હતી. ત્યારપછી 2019 સુધી તેઓએ એક સામાન્ય ફિલ્ડર તરીકે દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ધોનીએ 2019 વર્લ્ડ કપમાં સપ્ટેમ્બર મહિનામાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ અંતિમ મેચ રમી હતી. ધોનીએ ગત વર્ષે 15 ઓગસ્ટના દિવસે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ લઇ લીધો હતો.

કોહલી ટેસ્ટમાં દેશના સૌથી સફળ કેપ્ટન
વિરાટ કોહલી દેશના સૌથી સફળ કેપ્ટન છે. કોહલીની કેપ્ટનશિપમાં ભારત 60 મેચ રમ્યું છે, જેમાંથી 36 મેચમાં ભારતે જીત પ્રાપ્ત કરી છે તો 14 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ધોનીની કેપ્ટનશિપમાં ભારતે કુલ 27 ટેસ્ટ મેચમાં જીત નોંધાવા હતી. એના પછી સૌરવ ગાંગુલી (21 જીત) અને મોહમ્મદ અઝહરુદ્દીન (14 જીત)નો નંબર આવે છે. વળીં, હોમ ગ્રાઉન્ડમાં કોહલી સૌથી સફળ કેપ્ટન છે. વિરાટની કેપ્ટનશિપમાં ભારતની ટીમે હોમ ગ્રાઉન્ડ્સ પર 30માંથી 23 મેચમાં જીત નોંધાવી છે.

ભારતીય પૂર્વ કેપ્ટન્સનું હોમ ગ્રાઉન્ડમાં પ્રદર્શન
ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમે હોમ ગ્રાઉન્ડ પર 30 ટેસ્ટ મેચમાંથી 21માં જીત પ્રાપ્ત કરી હતી. અઝહરુદ્દીનની કેપ્ટનશિપમાં 20 ટેસ્ટમાં 13 જીત તથા ગાંગુલીની કેપ્ટનશિપમાં 21 માંથી 10 ટેસ્ટમાં ભારતીય ટીમે જીત પ્રાપ્ત કરી હતી. આ યાદીમાં સુનિલ ગાવસ્કર પાંચમાં ક્રમાંક પર છે. તેઓએ 29 ટેસ્ટમેચમાંથી 7માં જીત પ્રાપ્ત કરી હતી.

વિદેશી જમીન પર કિંગ કોહલીની બોલબાલા

  • વિદેશી જમીન પર સૌથી વધુ ટેસ્ટ જીતવાનો રેકોર્ડ પણ વિરાટ કોહલીના નામે છે. કિંગ કોહલીની સેનાએ 30 માંથી 13 ટેસ્ટ મેચમાં જીત પ્રાપ્ત કરી છે, જ્યારે 12 મેચમાં હારનો સામનો કર્યો છે. અત્યારસુધી કોહલીની કેપ્ટનશિપમાં 5 મેચ ડ્રો પણ રહ્યા છે.
  • સૌરવ ગાંગુલી આ રેકોર્ડની યાદીમાં બીજા ક્રમાંક પર આવે છે. ગાંગુલીની કેપ્ટનશિપમાં ભારતે 28માંથી 11 ટેસ્ટમાં જીત પ્રાપ્ત કરી છે, જ્યારે 10માં હારનો સામનો કરવો પડ્યો હતો. ગાંગુલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમની 7 મેચ ડ્રો પણ રહી હતી.
  • ભારત અને ઈંગ્લેન્ડ વિરૂદ્ધની સીરીઝની ચોથી ટેસ્ટ મેચ 4 માર્ચ થી 8 માર્ચ વચ્ચે યોજાશે.

ટીમ ઈન્ડિયા 2 જૂનના રોજ ઈંગ્લેન્ડ જશે
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 18થી 22 જૂન સુધી ઈંગ્લેન્ડના સાઉથ હેમ્પટનમાં યોજાશે અને ત્યાર પછી ભારતની ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ પણ રમવા જઇ રહી છે, જેથી તેઓ 2 જૂનના રોજ ઈંગ્લેન્ડ પહોંચી જશે. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમોએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં પ્રશંસનીય પ્રદર્શન દાખવ્યું છે. જોકે ટોપ-6 ક્રમાંકના બેટ્સમેનની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડની ટીમનું પલડું થોડું ભારે જણાઇ રહ્યું છે.

રોહિત શર્મા પણ અનુભવી કેપ્ટન
રોહિત શર્મા પાસે પણ કેપ્ટનશિપનો સારોએવો અનુભવ છે. રોહિત IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન છે અને તે ચેમ્પિયનશિપ ટાઇટલ પણ જીત્યો છે. રોહિત શર્માએ ટીમ ઈન્ડિયા માટે 10 વનડે અને 10 T-20 મેચમાં કેપ્ટનશિપ પણ કરી છે. રોહિતની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ 8 વનડે અને 14 T-20 મેચ જીતી છે. રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને એશિયા કપ અને નિદાહાસ ટ્રોફી જેવી ટૂર્નામેન્ટમાં પણ ચેમ્પિયન બનાવી છે.

ચાર કેપ્ટને ભારતીય ટીમની તસવીર બદલી
આ સદીમાં ભારતીય ટીમની કાયા પલટમાં 4 કેપ્ટનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે, જેમાં સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી સામેલ છે. આના સિવાય અનિલ કુંબલે, વીરેન્દ્ર સેહવાગ અને અજિંક્ય રહાણેએ આ ટીમની કેપ્ટનશિપને સંભાળી હતી અને માર્ગદર્શન આપ્યું હતું. વર્ષ 2001થી અત્યારસુધી ભારતે ગાંગુલીની કેપ્ટનશિપમાં 19, ધોનીની કેપ્ટનશિપમાં 27 અને વિરાટની કેપ્ટનશિપમાં 36 ટેસ્ટ મેચમાં જીત પ્રાપ્ત કરી છે. દ્રવિડે 8, કુંબલેએ 3, રહાણેએ 4 અને સેહવાગે 2 મેચમાં કેપ્ટન તરીકે ટીમને જીત અપાવી હતી.

અન્ય સમાચારો પણ છે...