તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Captain Unadkat From Saurashtra Performed A Magnificent Salsa Dance, See The Wedding Photos And Videos Inside

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જયદેવની થઈ રિની:સૌરાષ્ટ્રના કેપ્ટન ઉનડકટે કર્યો શાનદાર સાલસા ડાન્સ, જુઓ લગ્નના ઇનસાઈડ ફોટોઝ અને વીડિયો

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
જયદેવે સોશિયલ મીડિયા પર પત્ની રિની સાથેનો ફોટો શેર કર્યો. - Divya Bhaskar
જયદેવે સોશિયલ મીડિયા પર પત્ની રિની સાથેનો ફોટો શેર કર્યો.

સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે મંગળવારે પોતાની મંગેતર રિની સાથે આણંદના મધુબન રિસોર્ટમાં લગ્ન કર્યા. ઉલ્લેખનીય છે કે, આ બાબતે બંનેમાંથી કોઈના પણ સોશિયલ મીડિયામાં જાણ કરવામાં આવી નહોતી. કપલે આ ફંક્શન એકદમ પ્રાઇવેટ રાખ્યું, જેમાં માત્ર નજીકના મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું હતુંં.

BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહ, તેમના પુત્ર અને સૌરાષ્ટ્રના પૂર્વ કેપ્ટન જયદેવ શાહ સાથે રિની અને જયદેવ ઉનડકટ.
BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહ, તેમના પુત્ર અને સૌરાષ્ટ્રના પૂર્વ કેપ્ટન જયદેવ શાહ સાથે રિની અને જયદેવ ઉનડકટ.

BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહ, તેમનો પુત્ર જયદેવ શાહ, ગુજરાતી એક્ટ્રેસ ભક્તિ કુબાવત, સૌરાષ્ટ્રના વર્તમાન ખેલાડીઓ લગ્નમાં હાજર રહ્યા હતા.

જયદેવે સાલસા ડાન્સ કર્યો

લવબર્ડ્સ જયદેવ અને રિની.
લવબર્ડ્સ જયદેવ અને રિની.

ક્રિકેટ મેચમાં મંગેતરની ટીમે બાજી મારી

હળવા મૂડમાં છોકરા અને છોકરી વાળા વચ્ચે લગ્ન પહેલાં ક્રિકેટ મેચ પણ રમાઈ હતી. આ મુકાબલામાં રિનીની ટીમે બાજી મારી હતી. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના પ્લેયર્સ પ્રોફેશનલ હોવાથી તેમણે આ મેચમાં ભાગ લીધો નહોતો.

ગુજરાતી એક્ટ્રેસ ભક્તિ કુબાવત સાથે જયદેવ અને રિની.
ગુજરાતી એક્ટ્રેસ ભક્તિ કુબાવત સાથે જયદેવ અને રિની.
હલ્દી સેરેમનીમાં રિની અને જયદેવ.
હલ્દી સેરેમનીમાં રિની અને જયદેવ.
સૌરાષ્ટ્રની ટીમના ખેલાડીઓ સાથે એક્ટ્રેસ ભક્તિ કુબાવત.
સૌરાષ્ટ્રની ટીમના ખેલાડીઓ સાથે એક્ટ્રેસ ભક્તિ કુબાવત.
હલ્દી સેરેમનીમાં જયદેવ અને રિની સાથે સૌરાષ્ટ્રનો ઓલરાઉન્ડર ધર્મેન્દ્રસિંહ જાડેજા.
હલ્દી સેરેમનીમાં જયદેવ અને રિની સાથે સૌરાષ્ટ્રનો ઓલરાઉન્ડર ધર્મેન્દ્રસિંહ જાડેજા.
હલ્દી સેરેમની દરમિયાનનો ફોટો.
હલ્દી સેરેમની દરમિયાનનો ફોટો.
સંગીત સેરેમનીમાં આકર્ષણનું કેન્દ્ર ગુજરાતી એક્ટ્રેસ ભક્તિ કુબાવત.
સંગીત સેરેમનીમાં આકર્ષણનું કેન્દ્ર ગુજરાતી એક્ટ્રેસ ભક્તિ કુબાવત.

સંગીત સેરેમનીમાં જયદેવની સ્પીચ: જયદેવે સંગીત સેરેમનીમાં રિની માટે ખાસ સ્પીચ તૈયાર કરી હતી. તેણે કહ્યું હતું કે, પ્રપોઝ કરતી વખતે હું ધોની સામે છેલ્લી ઓવરમાં બોલિંગ કરતી વખતે હોવ એનાથી વધારે નર્વસ હતો.

એકબીજાની આંખોમાં ખોવાઈ ગયેલા જયદેવ અને રિની.
એકબીજાની આંખોમાં ખોવાઈ ગયેલા જયદેવ અને રિની.

15 માર્ચે કરી હતી સગાઈ: રિની વ્યવસાયે વકીલ છે. તેણે અને જયદેવે 15 માર્ચ 2020ના રોજ સગાઈ કરી હતી. સગાઈના 2 દિવસ પહેલાં જ ઉનડકટે સૌરાષ્ટ્રને રણજીમાં ચેમ્પિયન બનાવ્યું હતું.

ઉનડકટના લગ્નમાં મ્યુઝિકની જવાબદારી ડીજે વૈશાલે લીધી હતી. તેણે દિવ્ય ભાસ્કર સાથે કેટલાક ફોટો પણ શેર કર્યા હતા.
ઉનડકટના લગ્નમાં મ્યુઝિકની જવાબદારી ડીજે વૈશાલે લીધી હતી. તેણે દિવ્ય ભાસ્કર સાથે કેટલાક ફોટો પણ શેર કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો