વુમન્સ ટીમે 23 વર્ષ પછી ઇંગ્લેન્ડમાં વન-ડે સિરીઝ જીતી:અંગ્રેજોને 88 રન હરાવ્યું, કેપ્ટન હરમનપ્રીત કૌરે 111 બોલમાં 143 રન બનાવ્યા

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડની સામે કૈંટબરીમાં રમાયેલી બીજી વન-ડેમાં 88 રન મેચ જીતી લીધી હતી. આ સાથે જ ત્રણ મેચની સિરીઝમાં ભારતે 2-0ની લીડ મેળવી લીધી છે. હરમનપ્રીત કૌર એન્ડ કંપનીએ ઇંગ્લેન્ડની ધરતી ઉપર 23 વર્ષ પછી વન-ડે સિરીઝ જીતી છે. આ અગાઉ ભારતે 1999માં અંજુમ ચોપડાની કેપ્ટનશિપમાં 2-1થી સિરીઝ જીતી હતી.

મેચમાં ભારતે પહેલી બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટે 333 રનનો પહાડ જેવો સ્કોર ઊભો કર્યો હતો. આ ઇંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો વન-ડેમાં સૌથી મોટો સ્કોર છે. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે તોફાની ઇનિંગ રમતા માત્ર 111 બોલમાં 143 ફટકાર્યા હતા. આ શાનદાર ઇનિંગ દરમિયાન તેણે 18 ચોગ્ગા અને 4 છગ્ગા માર્યા હતા. વન-ડે ક્રિકેટમાં આ તેણે 5મી સદી ફટકારી હતી. આ ઉપરાંત તે ઇંગ્લેન્ડમાં સદી ફટકારનારી પહેલી કેપ્ટન પણ બની ગઈ છે.

334 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ 44.2 ઓવરમાં 245 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

ટીમ ઈન્ડિયાએ 23 વર્ષ પછી ઇંગ્લેન્ડમાં વન-ડે સિરીઝ જીતી હતી.
ટીમ ઈન્ડિયાએ 23 વર્ષ પછી ઇંગ્લેન્ડમાં વન-ડે સિરીઝ જીતી હતી.

હરલીન દેઓલે પણ ફટકારી ફિફ્ટી

હરલીન દેઓલે પણ શાનદાર 58 રન કર્યા હતા.
હરલીન દેઓલે પણ શાનદાર 58 રન કર્યા હતા.

હરમનપ્રીતની સાથે હરલીન દેઓલે પણ મેચમાં શાનદજાર ઇનિંગ રમી હતી. તેણે 72 બોલમાં 58 રન કર્યા હતા. હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માની જોડીએ છઠ્ઠી વિકેટ માટે માત્ર 24 બોલમાં 71 રનની પાર્ટનરશિપ બનાવી લીધી હતી. આ પાર્ટનરશિપમાં દીપ્તિએ 15 રનનું જ યોગદાન આપ્યુ હતુ. તો હરમનપ્રીતે પોતાની ઇનિંગમાં છેલ્લી 11 બોલમાં 43 રન ફટકારી લીધા હતા.રેણુકા સિંહે 4 વિકેટ ઝડપી ટીમ ઈન્ડિયાની ફાસ્ટ બોલર રેણુકા સિંહે શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી. તેણે 10 ઓવરમાં 57 રનમાં 4 વિકેટ લીધી હતી. તો હેમલતાએ 2, જ્યારે દીપ્તિ અને શેફાલી વર્માને 1-1 સફળતા મળી હતી.

રેણુકા ઠાકુરે 4 વિકેટ ઝડપી હતી.
રેણુકા ઠાકુરે 4 વિકેટ ઝડપી હતી.

મંધાનાએ તોડ્યો મિતાલીનો રેકોર્ડ

આ મેચમાં ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાએ વન-ડે ક્રિકેટમાં 3000 રન પૂર્યા કર્યા હતા. તે મહિલા વન-ડેમાં આ રેકોર્ડ બનાવનારી ત્રીજી ભારતીય ખેલાડી બની ગઈ છે. તેની પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન મિતાલી રાજ અને વર્તમાન હરમનપ્રીત કૌર આવું કરી ચૂકી છે. તેણે સૌથી ઝડપી 3000 હજાર રન પૂરા કરવાના મામલે પૂર્વ કેપ્ટન મિતાલી રાજને પાછળ છોડી દીધા છે. મિતાલી રાજે 88 ઇનિંગમાં 3000 હજાર રન પૂરા કર્યા હતા.