• Gujarati News
  • Sports
  • Cricket
  • Captain Cool MS.DHONI Honors Pakistani Cricketer With Special Gift, Player's Emotional Reaction Goes Viral

PAK ક્રિકેટરને ધોનીની 'સરપ્રાઈઝ ગિફ્ટ':કેપ્ટન કૂલે પાકિસ્તાની બોલર રઉફને ઓનોખી રીતે સન્માનિત કર્યો, પ્લેયરે ભાવુક પ્રતિક્રિયા આપતાં કહ્યું-7 નંબરે બધાનાં દિલ જીત્યા

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમારા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કોઈને પ્રોમિસ કરે છે તો તે નિભાવે પણ છે- રાધાકૃષ્ણન

ઈન્ડિયન ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પાકિસ્તાની ખેલાડીને એક ખાસ ગિફ્ટ આપી છે. તેણે ફાસ્ટ બોલર હારીસ રઉફને ચેન્નઈ સુપર કિંગ્સની એક જર્સી આપી છે. ઉલ્લેખનીય છે કે આ ધોનીની ખાસ જર્સી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, જેમાં તેણે પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો છેત. ઉલ્લેખનીય છે કે CSKની 7 નંબરની જર્સી મળતા જ હરીશ રઉફ ઘણો ખુશ થઈ ગયો અને એક ભાવુક પોસ્ટ શેર કરી થેન્ક્યૂ પણ કહ્યું હતું.

જર્સી ગિફ્ટમાં આપી રઉફને સન્માનિત કર્યો
ગિફ્ટ મળ્યા પછી રઉફે સોશિયલ મીડિયામાં જર્સીની તસવીર શેર કરી હતી, જેના કેપ્શનમાં લખ્યું હતું કે લિજેન્ડ અને કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીએ મને પોતાની સ્પેશિયલ જર્સી ભેટ આપી છે. આનાથી ધોનીએ મને એક અનોખી સરપ્રાઈઝથી સન્માનિત કર્યો છે. નંબર-7 હજુ પણ પોતાના ઉદાર વ્યવહાર અને પ્રામાણિકતાથી બધાના દિલ જીતી રહ્યા છે.

રઉફે આ ગિફ્ટ મોકલવા માટે ચેન્નઈની ટીમના મેનેજર રસેલ રાધાકૃષ્ણનને પણ થેન્ક્યૂ કહ્યું છે. પાકિસ્તાની ફાસ્ટ બોલરે રાધાકૃષ્ણનને પણ સપોર્ટ કરવા માટે થેન્ક્યૂ કહ્યું છે.

રાધાકૃષ્ણને રઉને જવાબ આપ્યો
હારિસ રઉફની પોસ્ટમાં રાધાકૃષ્ણને કોમેન્ટ કરીને કહ્યું કે જ્યારે અમારા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કોઈને પ્રોમિસ કરે છે તો તે નિભાવે પણ છે. આ જાણીને મને ઘણો આનંદ થયો છે અને તમને પણ ધોનીનો આ અંદાજ પસંદ આવશે.

ધોની અને રઉફ પોતાના દેશની લીગ મેચની તૈયારીમાં લાગ્યા
ઈન્ડિયન ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ IPL-2021માં પોતાની કેપ્ટનશિપ હેઠળ ચેન્નઈને ચોથીવાર ચેમ્પિયન બનાવ્યું હતું. તેવામાં ધોનીને રિટેન કરીને હવે ચેન્નઈએ 2022ની તૈયારી શરૂ કરી દીધી છે. અત્યારે મહેન્દ્ર સિંહ ધોની પણ મેગા ઓક્શન અને IPLની તૈયારીમાં લાગી ગયા છે.

વળી હારિસ રઉફ પાકિસ્તાન સુપર લિગ (PSL)ની નવી સીઝન માટે તૈયારી કરી રહ્યો છે. જેની શરૂઆત 27 જાન્યુઆરીથી થશે.

અન્ય સમાચારો પણ છે...